Columns

જીપીટી કરતાં ઑટોજીપીટીને કારણે કરોડો નોકરીઓ જોખમમાં છે

વર્ષ ૨૦૨૩ ના પ્રથમ થોડા મહિનામાં ઘણી બધી કૃત્રિમ બુદ્ધિ પ્રણાલીઓ લોન્ચ કરવામાં આવી છે, જે માનવમગજનું સ્થાન લઈ શકે તેવી છે. કેટલાંક ઉદાહરણોમાં ઓપનએઆઈના ચેટ જીપીટી તેમજ બ્લૂમબર્ગ જીપીટી, ચેઈન જીપીટી અને ગૂગલ બાર્ડનો સમાવેશ થાય છે, જેઓ સારાંશ કાઢવો અને પુનઃલેખન જેવાં વિવિધ સામાન્ય કાર્યો કરી શકે છે. આ શોધોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન કર્યું છે. ઉપરોક્ત એઆઈ સિસ્ટમો ઉપરાંત, ઑટોજીપીટી, બેબીએજીઆઈ અને જીપીટી-૪ જેવા ઓપન-સોર્સ કસ્ટમ-મેઇડ એઆઈ પણ છે, જે ક્ષમતાઓની દૃષ્ટિએ તેમના પુરોગામી કરતાં આગળ છે. આ એઆઈ સિસ્ટમો તેમની વધેલી શક્તિ અને પ્રભાવને કારણે વિવિધ ઉદ્યોગોને હચમચાવી નાખવાની ક્ષમતા ધરાવે છે.

તેમાં પણ અદ્યતન ક્ષમતાઓને લીધે, ઑટોજીપીટી હવે એઆઈ વિશ્વમાં એક મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે. ઑટોજીપીટી એ પ્રાયોગિક ઓપન-સોર્સ એપ્લિકેશન છે જે જીપીટી-૪ ભાષા મોડેલની ક્ષમતાઓ દર્શાવે છે. તે એક સ્વાયત્ત પ્રણાલી છે, જે માનવ હસ્તક્ષેપ વિના જટિલ કાર્યો અને નિર્ણયો લેવાની આપમેળે પ્રક્રિયાઓ કરી શકે છે. ઑટોજીપીટીના સ્થાપક ટોરેન્ટુલિનો છે, જે એક ગેમ ડેવલપર છે. ઑટોજીપીટી જીપીટી-૪ ની ટોચ પર બનેલ છે અને જે પણ લક્ષ્ય નિર્ધારિત છે તેને હાંસલ કરવા માટે એલ.એલ.એમ. વિચારોનો ઉપયોગ કરે છે.

તેનાં મુખ્ય લક્ષણોમાં કોડિંગ, ડિબગીંગ, સર્ચિંગ, પ્લાનિંગ અને ટ્વિટિંગ જેવાં સ્વયંચાલિત કાર્યોનો સમાવેશ થાય છે. ઑટોજીપીટી તેની અદ્યતન ક્ષમતાઓ અને સ્વાયત્તતા સાથે એઆઈ વિશ્વમાં એક મુખ્ય ચર્ચાનો વિષય બની ગયો છે. એઆઈ સિસ્ટમ્સના વધતા વ્યાપને કારણે માનવ કામદારોને બેરોજગાર કરવાની તેમની ક્ષમતાઓ અંગે ચિંતાઓ ઊભી થઈ છે. ઑટોજીપીટીને કારણે ગ્રાહક સેવાઓ, મીડિયા મેનેજમેન્ટ અને નાણાંકીય સલાહકારના ક્ષેત્રમાં કરોડો નોકરીઓ જોખમમાં છે.

ઘણાને ડર છે કે એઆઈ પ્રણાલીઓ કાર્યક્ષમતામાં અને ખર્ચમાં કામદારોને પાછળ છોડી દેશે, જે તેમને માલિકો માટે વધુ આકર્ષક હશે. આ આશંકા કેટલાક સમયથી મોજૂદ છે, પરંતુ ઑટોજીપીટી જેવી અદ્યતન એઆઈ સિસ્ટમના ઉદય સાથે તે વધુ વ્યાપક બની છે. જ્યારે કેટલાક અન્ય દલીલ કરે છે કે એઆઈ સિસ્ટમ નવી નોકરીની તકો ઊભી કરશે અને મનુષ્યોને વધુ સર્જનાત્મક અને જટિલ વિચારસરણીનાં કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપશે. જો કે, ઑટોજીપીટી અને અન્ય અદ્યતન એઆઈ સિસ્ટમો રોજગાર પર નોંધપાત્ર અસર કરી શકે છે તે નકારી શકાય નહીં. કોડિંગ, ડીબગીંગ અને પ્લાનિંગ જેવાં સ્વચાલિત કાર્યો જેવાં લક્ષણોની તેની વ્યાપક શ્રેણી સાથે, ઑટોજીપીટી આ ક્ષેત્રોમાં કામદારોને નોકરીમાંથી બાકાત કરી શકે છે.

ગ્રાહક સેવાની નોકરીઓ કોઈ પણ વ્યવસાયની સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ વ્યાવસાયિકો કંપની અને તેના ગ્રાહકો વચ્ચે સંપર્કના પ્રારંભિક બિંદુ તરીકે કાર્ય કરે છે, જે કોઈ પણ પ્રશ્નો અથવા ચિંતાઓ ઊભી થઈ શકે છે તે માટે ગ્રાહકોને સહાય પ્રદાન કરે છે. ગ્રાહક સેવાનું મહત્ત્વ આ ક્ષેત્રમાં કાર્યરત વ્યક્તિઓની મોટી સંખ્યામાં પ્રતિબિંબિત થાય છે. યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સ મુજબ વર્ષ ૨૦૨૧માં અંદાજે ૨૯ લાખ ગ્રાહક સેવા પ્રતિનિધિની નોકરીઓ હતી. ઑટોજીપીટી પાસે વિવિધ ભાષાઓમાં વાતચીત કરતી વખતે ગ્રાહકની પૂછપરછને સમજવાની, મદદ પ્રદાન કરવાની અને વ્યવહારુ સૂચન કરવાની ક્ષમતા છે.

ઇન્ટરનેટની પહોંચ, લાંબા અને ટૂંકા ગાળાની મેમરી મેનેજમેન્ટ, લખાણ તૈયાર કરવાની ક્ષમતાઓ અને બહુવિધ વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સની પહોંચથી સજ્જ, ઑટોજીપીટી ગ્રાહક સેવાના ક્ષેત્રમાં લાખો નોકરીઓ ગુમાવવાની ચિંતા હોવા છતાં, ગ્રાહક સેવાના વ્યવસાયમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે. આજના ડિજિટલ લેન્ડસ્કેપમાં તમામ કદના વ્યવસાયો માટે મજબૂત ઑનલાઇન હાજરી આવશ્યક બની ગઈ છે, જે કુશળ સોશિયલ મીડિયા મેનેજરની ભૂમિકાને વધુ ને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. યુ.એસ.માં ૨૭,૦૦૦ થી વધુ સોશ્યલ મીડિયા મેનેજરો કાર્યરત છે અને આગામી દાયકામાં આ સંખ્યામાં ૧૦ % વધારો થવાની ધારણા છે. સોશ્યલ મીડિયા મેનેજરોમાં મહિલાઓનો હિસ્સો ૬૧.૧ % છે, જ્યારે પુરુષો ૩૮.૯ % છે.

સોશ્યલ મીડિયા મેનેજરોની વધતી જતી માંગ હોવા છતાં, ઑટોજીપીટીનો ઉદ્ભવ આ વ્યવસાયના ભવિષ્ય વિશે પ્રશ્નો ઊભા કરે છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રી તૈયાર કરવાની, પોસ્ટ શેડ્યૂલ કરવાની અને ગ્રાહકની પૂછપરછનો જવાબ આપવાની તેની ક્ષમતા સાથે, ઑટોજીપીટી સામાન્ય રીતે સોશ્યલ મીડિયા મેનેજર દ્વારા કરવામાં આવતાં ઘણાં કાર્યોને અસરકારક રીતે કરી શકે છે. જેઓ સોશ્યલ મીડિયા મેનેજરોને રોજગારી આપવા માટે ભારે રોકાણ કરે છે, તેવા મોટા વ્યવસાયોને ઓટોજીપીટી એક સસ્તો વિકલ્પ પ્રદાન કરી શકે છે.

આ કંપનીઓ માટે નફો સર્વોપરી હોવાથી, તેઓ તેમના એઆઈનો ઉપયોગ નોકરીઓ ઘટાડવા માટે કરી શકે છે. ઓટોજીપીટી નાના વ્યવસાયોને પણ ફાયદો પહોંચાડી શકે છે કે જેમાં સોશ્યલ મીડિયા મેનેજરોને નોકરીમાં રાખવા માટે નાણાંકીય સંસાધનોનો અભાવ હોય છે. નાણાંકીય સલાહકારો, વ્યક્તિઓ અને વ્યવસાયોને રોકાણની વ્યૂહરચના, જોખમનું સંચાલન, નિવૃત્તિનું આયોજન, કરનું આયોજન અને સંપત્તિ મેનેજમેન્ટ અંગે સલાહ પ્રદાન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નાણાંકીય બજારોની જટિલતા અને નાણાંકીય લક્ષ્યો હાંસલ કરવાની ઈચ્છા સાથે તાજેતરનાં વર્ષોમાં નાણાંકીય સલાહકારની નોકરીઓનું મહત્ત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે.

એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં, બેંકો, રોકાણ કંપનીઓ, વીમા કંપનીઓ અને સ્વતંત્ર સલાહકાર કંપનીઓ સહિત વિવિધ સંસ્થાઓ માટે ૨,૪૧,૨૨૫ થી વધુ નાણાં સલાહકારો કામ કરે છે. આ નોકરીઓ માટે ઉચ્ચ સ્તરનું શિક્ષણ અને કુશળતા જરૂરી છે અને તેમાં મોટા પોર્ટફોલિયોનું સંચાલન અને કસ્ટમાઇઝ્ડ રોકાણ સલાહ પ્રદાન કરવી જેવી નોંધપાત્ર જવાબદારીઓ શામેલ છે. ઑટોજીપીટી એ એક અદ્યતન તકનીક છે જે નાણાંકીય ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. ઇન્ટરનેટ પર શોધખોળ કરી શકે છે અને ટોચનાં સંશોધન અને લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મેમરી મેનેજમેન્ટ પર આધારિત ભલામણો કરી શકે છે.

તેની વિશેષતાઓમાં ઓછી કિંમતે અને વધુ કાર્યક્ષમતા સાથે સમાન સેવાઓ પ્રદાન કરીને નાણાંકીય સલાહકારોની નોકરીઓ છીનવી લેવાની ક્ષમતા છે. જો કે નાણાંકીય સલાહકારો ટેબલ પર માત્ર ડેટા વિશ્લેષણ કરતાં વધુ કામ કરે છે. વ્યક્તિગત સલાહ, ભાવનાત્મક સમર્થન અને જટિલ નાણાંકીય નિર્ણયો કરવામાં કુશળતા એ પણ તેમની નોકરીનાં નિર્ણાયક ઘટકો છે. ઑટોજીપીટી મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે, પણ તે નાણાંકીય સલાહના માનવીય તત્ત્વનો વિકલ્પ બની શકતું નથી. એઆઈ ઐતિહાસિક ડેટા અને વલણો પર આધારિત છે. તે રાજકીય અથવા આર્થિક કટોકટી જેવી અણધારી ઘટનાઓની આગાહી કરી શકતું નથી. આ નોકરીઓમાં સંબંધો બાંધવા, વ્યક્તિગત જરૂરિયાતોને સમજવા અને અનન્ય સંજોગોમાં નિર્ણય કરવાનો સમાવેશ થાય છે, જે કામ એઆઈ કરી શકતું નથી.

Most Popular

To Top