Top News

More Posts

   The Latest

Most Popular

આણંદ : ધંધુકામાં કિશન ભરવાડની કટ્ટરવાદી મૌલવીઓના ઈશારે વિધર્મી  યુવકોએ કરેલ હત્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.સામાન્ય ઝગડો લાગતો કિસ્સો પોલીસ તપાસ દરમ્યાન વિધર્મી  કટ્ટરવાદી તત્વોનું ષડયંત્ર રાજ્યના સામાન્ય નાગરિકોમાં પણ રોષ ભભૂકયો છે.હત્યાના આરોપીઓને સજા અપાવવા આણંદના તારાપુરમાં નગર બંધ નું એલાન આપવામાં આવ્યું હતું.નગરમાં આહવાનનો સજ્જડ પ્રતિસાદ જણાયો હતો. ધંધુકામાં કિશનભાઇ ભરવાડની વિધર્મી  કટ્ટરપંથી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેને લઈ તારાપુર માં ગત રોજ હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રીત થઈ મૌન રેલી યોજી તારાપુર મામલતદાર ને આવેદન પત્ર આપી આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી ઝડપી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી હતી. અને આજ રોજ તારાપુર બંધ નું એલાન પણ આપવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે  આજે ધંધુકાના કિશનભાઈ ભરવાડની  હત્યા બાબતે તારાપુર પંથકમાં ઉગ્રતા જણાઈ રહી છે. તારાપુર શહેર તથા તાલુકા મૃતક પ્રત્યે લોકલાગણી અને સંવેદના વધી રહી છે.તારાપુરના વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા ગામના બજારો સ્વયંભૂ સજજડ બંધ રાખી વિધર્મી ઓ પ્રત્યે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.હત્યાના આરોપીઓ અને ષડયંત્રમાં ઝડપાયેલા વિધર્મી  કટ્ટરપંથી તત્વો અને હત્યારાઓને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી હતી. આણંદ જિલ્લામાં  ધંધુકા હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જિલ્લામાં વલ્લભ વિદ્યાનગર  શહેરમાં માલધારી સમાજ અને વિશ્વહિન્દુ પરિષદ સહિત હિન્દૂ સંગઠનો મોટી સંખ્યામાં એકઠા થઇ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો અને રોષ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળના સ્થાનીક અગ્રણી હોદેદારો અને જિલ્લાના હોદેદારો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કલેકટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરી હતી.

To Top