SURAT

વેસુમાં 19 વર્ષના યુવકનું ઊંઘમાં મોત, હાર્ટઅટેકની આશંકા

સુરત: સુરતના વેસુમાંથી (Vesu) એક ચોંકાવનારો (Shocking) કિસ્સો સામે આવ્યો છે. પહેલી વાર (FirstTime) પોતાના બનેવીના (Brother in law) ઘરે ફરવા (Tour) સુરત આવેલા યુવકનું મોત (Death) થયું હતું. યુવકનું મોત રહસ્યમય (Mysterious) રીતે થયુ હતું. મૃત્યુનું કારણ (Reason) હજી સુધી જાણી શકાયુ નથી. હરતોફરતો યુવક ઊંઘી (Sleep) ગયા બાદ ઉઠ્યો જ નહીં અને હોસ્પિટલ (Hospital) લઈ જવાતા મૃત (Died) જાહેર કરાયો હતો. હાલ વેસુ પોલીસે પોસ્ટમોર્ટમની (Postmortem) કાર્યવાહી હાથ ધરી છે.

મળેલ માહિતી અનુસાર, સુરત વેસુમાં બનેવીના ઘરે ફરવા આવેલા સાળાનું ગઇકાલે અચાનક રહસ્યમય મોત નિપજ્યુ હતું. પરિવારને મેહુલ (મૃતક)ના મોતની જાણ કરતાં પરિવારનો શોકમાં ગરકાવ થયો હતો. મેહુલ માલિવાડ ધોરણ-10નો વિદ્યાર્થી અને દાહોદનો વતની હતો. જણાવી દઈએ કે મેહુલના પિતા નાથુભાઈ મજૂરી કામ કરી 6 દીકરીઓ અને બે દીકરાઓનું ભરણ-પોષણ કરતા હતા. દીકરાના મોતની ખબર સાંભડ્યા બાદ તેઓને ઊંડો આઘાત લાગ્યો હતો. હાલ પોલીસે મેહુલ મૃત્યુ કેસમાં મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

જીગ્નેશ (બનેવી)એ જણાવ્યું હતું કે ઘટના ગુરુવારની સાંજે 7:30 વાગ્યાની હતી. અચાનક ઉંઘમાંથી જગાડ્યા બાદ પણ આંખ નહિ ખોલતા મેહુલને તાત્કાલિક ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરનાં તબીબ દ્વારા મેહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સૌને આશ્ચર્ય થયુ હતું કે, હરતો ફરતો મેહુલનું અચાનક કઈ રીતે મોત થયું હશે? આગળ બનેવીએ કહ્યું કે, મેહુલ સુરતમાં અંતિમ શ્વાસ લેશે એવું અમે ક્યારેય વિચાર્યું ન હતું. પરિવારને જાણ કરાતા પરિવારના લોકો મેહુલના મૃતદેહને લેવા સુરત માટે રવાના થયા છે.

વધુમાં બનેવીએ જણાવ્યું હતું કે મેહુલ દાહોદના ઝાલોલનો રહેવાસી છે. મેહુલના 6 બહેન અને એક નાનો ભાઈ છે. માતા-પિતા મજૂરી કામ કરે છે. મેહુલ 5 દિવસ પહેલા જ સુરત મારી પાસે (બનેવી પાસે) ફરવા માટે આવ્યો હતો. મેહુલને કોઈ પણ બીમારી ન હતી, તે હરતોફરતો હતો. અને અચાનક જ તેનું મોત થઈ ગયું. આ ઘટના સાંજે બની હતી ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી. હાલ મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવવા કહ્યું છે. હાલ સિવિલના તબીબો પોસ્ટમોર્ટમ કરી રહ્યા છે. અમને આશા છે કે પોસ્ટમોર્ટમ બાદ મેહુલના મૃત્યુનું કારણ અમને જાણવા મળશે.

Most Popular

To Top