Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં કોરોનાના (Corona) કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ખાસ કરીને શાળાઓમાં (School) પણ બાળકો (Children) સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ કાર્ય અંગે સવાલો ઉભા થયા છે. બીજી તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) આજે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ કરવામાં નહિ આવે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જણાવ્યું હતું કે શાળાઓમાં ઓનલાઇન (Online) અને ઓફલાઇન (Offline) શિક્ષણકાર્ય ચાલશે. જે વિદ્યાર્થીઓને ઓફલાઈન અભ્યાસ કરવો હોય તે કરી શકશે. કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સાથે જ ઓફલાઈન શિક્ષણ માટે વાલીઓના (Parents) ફરીથી સહમતી પત્રક મેળવવામાં આવશે. શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ ચાલુ રહેશે. જેથી જે વિદ્યાર્થીઓએ ઓફલાઈન શિક્ષણ મેળવવું હોય અને જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ મેળવવું હોય તે મેળવી શકશે.

અમદાવાદમાં વધુ બે ખાનગી શાળાઓમાં બે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા
અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ શાળાએ જતાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદ શહેરની વધુ બે ખાનગી શાળાઓ જેમાં મહારાણા અગ્રસેન અને સત્વ વિકાસ શાળાના એક-એક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે, જેના પગલે શાળાઓમાં કોરોનાની ગાઇડ લાઇનને ચુસ્ત બનાવવામાં આવી છે. સાથે આ બંને શાળાઓને દસ દિવસ સુધી બંધ રાખવાની સુચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં શાળાઓમાં 6 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંક 100ને પાર થઈને 111 પર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 43 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર મનપામાં અને આણંદમાં એક –એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ રાજ્યમાં કુલ મૃત્યુ આંક 10,108 થયો છે. રાજ્યમાં આજે કોરોનાના 78 દર્દી સાજા પણ થયા છે. ઓમિક્રોન સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે તેનો રાજ્યમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો છે. આ સ્થિતમાં માત્રને માત્ર સતર્ક રહીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર છે. આ ચિંતાગ્રસ્ત સ્થિમાં ધણાં રાજયમાં લોકડાઉન તેમજ રાત્રિ કર્ફયું જેવા કડક પગલાઓ પણ લેવામાં આવ્યા છે.

To Top