Vadodara

ખાનગી સ્કૂલ દ્વારા લેટ ફીના નામે વાલીઓ પાસેથી વસૂલાતો ચાર્જ

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત

પ્રિન્સિપાલે ભૂલ થઈ હોવાનું સ્વિકારી વસૂલવા આવેલી લેટ ફી પરત આપવાની ખાતરી આપી

વડોદરા શહેરની અક્ષર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની બાકી ફી અંગે વસૂલવામાં આવતા દંડ વિરુદ્ધ ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે ભૂલ સ્વિકારી હતી અને જે લેટ ફી નો ચાર્જ વસૂલવામાં આવ્યો છે તે પણ વાલીઓને પરત કરવાની બાંહેધરી આપી હતી.

તરસાલી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે વાલીઓ પાસેથી લેટ ફીના નામ પર દંડ વસુલવામાં આવતો હતો. જેની જાણ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ દિપક પાલકરને કરતા તેઓએ વાલીઓને સાથે રાખી પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. જ્યાં સ્કૂલના પ્રિન્સિપાલે મેં સ્વિકાર્યું કે અમારી ભુલ થઈ ગઈ છે હવે એવું નહીં થાય. જ્યારે દિપક પાલકરે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી કે અત્યાર સુધી જેટલા વાલીઓ પાસેથી લેટ ફીના ના રૂપિયા લીધા છે. એ તાત્કાલિક પાછા કરો તેમજ સ્કૂલના ટીચર અને પ્રિન્સિપાલ બન્ને માં સંકલનનો અભાવ છે. જેના કારણે વાલીઓની રજૂઆત પ્રિન્સિપાલ સુધી પહોંચતી નથી.

દિપક પાલકરની આગેવાનીમાં પ્રિન્સિપાલની ઓફિસમાં વાલીઓને લઈ ગયા તો ઘણી એવી ચોંકાવનાર બાબત બહાર આવી હતી. જેમકે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે, આઈ કાર્ડ કાઢીને વિધાર્થીઓને હેરાન કરવામાં આવે છે અને ફી બાબતે નાના બાળકોને ટોર્ચર કરવામાં આવે છે. જોકે સમગ્ર રજૂઆતને પગલે સ્કૂલના આચાર્યએ પોતાના ટીચરથી ભૂલ થઈ ગઈ છે હવેથી આવી ભૂલ નહિ થાય તેમ જે લેટ ફીના નામે ચાર્જ વસૂલવામાં આવ્યો છે તે પણ પરત કરવામાં આવશે.

Most Popular

To Top