uncategorized

પેપરો ફૂટવાની પરંપરા ચાલુ જ છે

ફરી એક સરકારી પરીક્ષાનું પેપર લીક થયું! જો કે ગુજરાત માટે આ કાંઇ નવી વાત નથી. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક સરકારી પરીક્ષાનાં પેપરો ફૂટયાં છે અને પરીક્ષાઓ રદ કરવી પડી છે. તો યે સરકાર આમાંથી કાંઇ શીખતી નથી! રૂપાણીની સરકાર ગઇ અને ભૂપેન્દ્રભાઇની સરકાર આવી. નવી સરકારે જે વચનો આપ્યાં અને નવા મંત્રીઓએ ખુરશી ઉપર બેઠા પછી જે ઢોલનગારા વગાડયા એ જોતાં એવું લાગતું હતું કે ભૂપેન્દ્રભાઇની નવી સરકાર ગુજરાતને સ્વચ્છ શાસન આપશે પણ પેપરો ફૂટવાની પરંપરા નવી સરકારમાં ચાલુ જ રહી છે. અત્યંત ઉહાપોહ થતાં સરકારે હાલ આ કિસ્સામાં જાતજાતના કાયદાઓ લગાડાશે અને કોઇ કૌભાંડીઓને બક્ષવામાં નહીં આવે એવી જાહેરાતો કરી છે પણ આ તો ઘોડા છોડયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ છે! જે પ્રેસોમાં પરીક્ષાનાં પેપરો છપાય છે તે જ પ્રેસમાંથી પેપરો લીક થાય છે. તો આ બધી સરકારી પરીક્ષાઓની વિશ્વસનીયતા કયાં આવી? આ પરીક્ષા જો રદ થશે તો લાખો ઉમેદવારોનું ભાવિ અંધકારમય બનશે અને એમના માતા પિતાએ તેમનાં બાળકો માટે જે આર્થિક શારીરિક તકલીફો વેઠી હશે તેનો જવાબ ભૂપેન્દ્ર દાદાની સરકાર આપી શકશે? એક વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે ગાંધીનું ગુજરાત હવે ગંદુ ગોબરું બની ગયું છે અને એ દુ:ખદ છે!
સુરત     – ભાર્ગવ પંડયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top