World

અંતિરક્ષમાં જવા માટે તૈયાર છે નાસાનો જેમ્સ વેબ, બ્રહ્માંડની ખાસ તસવીરો લેશે

બ્રહ્માંડની (universe) ઉત્પતિ સંદર્ભની અત્યાર સુધીની સૌથી મજબૂત સિદ્ધાંત બિગ બેંગ થીયરી (Big Bang Theory) છે. બિંગ બેન્ગ પહેલાં સમય અને સ્પેસ (Time and space) જેવી કોઈ ચીજ નહોતી. આખુંય બ્રહ્માંડ એક બિન્દુમાં કેદ હતું. અચાનક થયેલા મહાવિસ્ફોટ પછી આ દુનિયા અસ્તિત્વમાં (world exists) આવી છે. આ મહાવિસ્ફોટ પછી ધીરે ધીરે અનેક આકાશગંગા (Galaxy) બનવા માંડી અને બ્રહ્માંડના ફેલાવાની ગતિમાં ઝડપ આવી. બિંગ બેંગ પછી આ આકાશગંગાઓનું નિર્માણ કેવી રીતે થયું? તે અંગે આપણી પાસે કોઈ માહિતી નથી.

આ રહસ્ય જાણવા માટે NASAનું જેમ્સ વેબ ટેલિસ્કોપ (James Webb Telescope) અંતિરક્ષમાં જવા માટે તૈયાર થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હબ્બલ ટેલિસ્કોપ ની (Hubble Telescope) જગ્યા લેશે. જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડના અનેક રહસ્યોને ઉકેલવાનું કામ કરશે. આ એ આકાશગંગાઓ વિશે જાણકારી મેળવશે જે બિંગ બૈંગ પછી ઉદ્દભવી છે. આ જેમ્સ વેબ ટેલિસ્કોપના નિર્માણમાં અંદાજે 9.7 બિલિયન ડોલરનો ખર્ચો થયો છે. આ ટેલિસ્કોપ અંગે વિસ્તૃતમાં જાણીએ.

  • જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડના અનેક રહસ્યોને ઉકેલવાનું કામ કરશે.
  • જેમ્સ વેબ ટેલિસ્કોપના નિર્માણમાં અંદાજે 9.7 બિલિયન ડોલરનો ખર્ચો થયો છે.
  • જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આવનારા સમયમાં અંતિરક્ષ સંબંધિત રિસર્ચમાં અનેક નવા રસ્તા ખોલશે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ આવનારા સમયમાં અંતિરક્ષ સંબંધિત રિસર્ચમાં અનેક નવા રસ્તા ખોલશે. આ ડાર્ક એનર્જી, ગેલેક્સી ફોર્મેશન, તારાના જીવનચક્ર વિગેરે જટીલ વિષયો વિશે સુક્ષ્મ માહિતીઓ ભેગી કરશે. આ વિશાળ ટેલિસ્કોપમાં અનેક પ્રકારના ઉપકરણો મુકવામાં આવ્યા છે. આ ખૂબ જ લાંબું અંતર કાપીને આવતા ઈન્ફ્રારેડ તરંગોને (Infrared waves) ઝડપવામાં પણ પાવરધું છે.

આ ટેલિસ્કોપની સૌથી મોટી ખાસિયત એ છે કે તે વાદળો પાછળ છૂપાયેલા તારાને જોવામાં પણ સક્ષમ છે. તે ઉપરાંત ખૂબ જ દૂરથી આવતી તરંગોને પણ ખૂબ જ સરળતાથી ડિટેક્ટ કરી શકે છે. આ ટેલિસ્કોપને હબ્બલ ટેલિસ્કોપનું અપગ્રેડેડ વર્ઝન પણ કહેવામાં આવે છે. ઉપરાંત તારાઓનું જીવનચક્ર વિશે પણ આ ટેલિસ્કોપની મદદથી જાણવા મળશે.

ખગોળવિદ્દોનું (Astronomer) કહેવું છે કે, આપણું બ્રહ્માંડ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી બ્રહ્માંડના ફેલાવાની ગતિનો અંદાજ લગાવી શકાયો નથી, પરંતુ કેટલાંક વૈજ્ઞાનિકો (Scientists) અનુસાર બ્રહ્માંડ પ્રકાશની ગતિથી પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડ ફેલાવા પાછળ ડાર્ક એનર્જી (Dark Energy) જવાબદાર છે. ડાર્ક એનર્જી પણ એક ખૂબ મોટું રહસ્ય છે. આ સ્થિતિમાં જેમ્સ વેબ ટેલિસ્કોપ રહસ્યોને ઉકેલવામાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.

નાસા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપને 25 ડિસેમ્બર 2021ના રોજ લોન્ચ કરવામાં આવશે. હબ્બલ ટેલિસ્કોપનો ઉત્તરાધિકારી કહેવાતો આ ટેલિસ્કોપ લોન્ચ થયા પછી આપણે દૂર સુધીના અંતરિક્ષની તસ્વીરો બતાવશે. જે આપણે હજુ સુધી ક્યારેય જોઈ શકયા નથી.

Most Popular

To Top