Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: ખરચ (Kharch) ગામે આવેલી બિરલા ગ્રુપની (Birla Group) કંપની બિરલા સોલ્યુલોસિક કંપનીના સીઈટીપીથી ટ્રીટેડ કેમિકલ વેસ્ટ વોટર (Chemical waste water treated by CETP of Birla Solulosic Company) દરિયામાં છોડવા માટે નાખવામાં આવેલી પાઇપ લાઈનમાં ભંગાણ થતા મોડી રાતે ઔઉદ્યોગિક કેમિકલ વેસ્ટ વોટર કીમ (Kim) નદીમાં જાણે પુર આવ્યા હોય તેમ હાંસોટ (Hastot) અને ઓલપાડ (Olpad) તાલુકાના કીમ નદીના કાંઠા વિસ્તારોમાં આવેલા ગામોની કોતરોમાંથી ઘોડાપૂરની જેમ ઘૂસી ખેતરોમાં પ્રવેશ્યા હતા.

ખેડૂત અગ્રણી અને સુરત જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા દર્શન નાયકે જણાવ્યું હતું કે જૂના આશરમાં અને નવા આશરમાં વચ્ચે મેઈન રોડ પર આવેલા નાળાઓ પાસેથી પસાર થતી બિરલા સોલ્યુલોસિક કંપનીની વેસ્ટ વોટર નિકાલ માટેની દરિયામાં જતી લાઇન તૂટી જતા હાંસોટ અને ઓલપાડ તાલુકાના કીમ નદીના કાંઠે આવેલા ગામોના ખેતરો નજીકથી પસાર થતી કોતરોમાં જાણે પુર આવ્યા હોય તેમ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વેસ્ટ વોટર વહી રહ્યું છે. ગ્રામીણ લોકોની ફરિયાદ મળતાં આ મામલે સ્થળ નિરીક્ષણ કરી જીપીસીબીનીના વિભાગીય નિયામક જિજ્ઞાબેન ઓઝાને ફરિયાદ કરી છે. કીમ નદીના કાંઠે આવેલા હાંસોટ અને ઓલપાડ તાલુકાના ગામોના ખેડૂતો કોતર મારફત ખેતીના ઉપયોગ માટે કોતરના પાણીનો ઉપયોગ કરે છે.

ઢોર-ઢાંખરને પણ કોતરનું પાણી પીવડાવે છે. તે જોતા કોતરો પ્રદૂષિત થઈ છે. ગ્રામીણ લોકોએ મોડી રાતે જીપીસીબીના અધિકારીને ફરિયાદ કરી હતી. તેમણે પાણીની ફ્લો પહેલા બંધ કરાવવા ખાતરી આપી હતી. મોડી રાતે અંધકાર વધુ હોવાથી વહેલી સવારે ટીમ મોકલી નવા અને જૂના આસરમાં ગામે તપાસ કરાવવા ખાતરી આપી છે. નાયકે કહ્યું હતું કે કોતરો ઉભરાતા ગંદુ પાણી ખેતરોમાં ઘુસ્યું છે જેનાથી ખરીફના પાકોને નુકશાન થવાની ભીતિ ઊભી થઈ છે. આ મામલે ભરૂચ અને સુરતના જિલ્લા વહીવટી તંત્રની જાણ કરવાં આવી છે.

To Top