ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો કડકડતી ઠંડીમાં લાશ્કરો સાથે 2 કલાક વિતાવી બતાવે..!!

વડોદરા : વડોદરા શહેરના મધ્યમાં દાંડિયાબજાર સ્થિત ફાયર બ્રિગેડની બિલ્ડીંગ તોડી પાડયા બાદ ફાયર બ્રિગેડના જવાનો માટે સ્ટેશન બનાવવામાં ન આવતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ફાયર બ્રિગેડના લાશ્કરો માટે અગ્નિ શમન કેન્દ્રને પુનઃજીવિત કરી લાશ્કરોને બેસવા તેમજ કુદરતી ક્રિયા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવે આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ વડોદરા શહેર ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને  પણ પડકાર ફેંકી કહ્યું હતું કે કડકડતી ઠંડીમાં ફાયર બ્રિગેડના જવાનો સાથે બે કલાક બેસી બતાવે પછી તેમને ફાયર બ્રિગેડના જવાનોની તકલીફો અને મુશ્કેલીઓની ખબર પડશે.

 શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં ફાયર બ્રિગેડનું સ્ટેશન કાર્યરત હતું જે બિલ્ડીંગ ધરાશાયી કરી દેવાઈ હતી ત્યારબાદ વડોદરા શહેરનું ફાયર બ્રિગેડ સ્ટેશન ખુલ્લામાં કાર્યરત છે સ્માર્ટ સિટીમાં જીવ ને  જોખમમાં મૂકી લોકોના જીવ બચાવતા ફાયર લાશ્કરોની હાલત અત્યંત દયનીય છે કડકડતી ઠંડીમાં પણ પણ ફાયર બ્રિગેડના જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે એસી કેબિનમાં બેસી વડોદરાનો વહીવટ કરતા સ્માર્ટ અધિકારીઓ અને  સત્તાધીશોને જવાનોને લગીરયે  ચિંતા ન હોય તેમ ફાયર સ્ટેશનમાં  ફરજ બજાવતા જવાનો માટે કોઈ સુવિધા ઊભી કરાઈ નથી કુદરતી ક્રિયા માટે પણ કોઈ વ્યવસ્થા નથી પાણીની પણ કોઇ વ્યવસ્થા નથી જે ખૂબ જ શરમ જનક કહેવાય, આ મુદ્દે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને આવેદનપત્ર આપી ફાયર બ્રિગેડના જવાનોને સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ ફરીથી દાંડિયા બજારમાં  ફાયર સ્ટેશનને જીવિત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઇ હતી.આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ વડોદરા શહેરના ધારાસભ્યોને પડકાર ફેકયો હતો કે  જવાનો ની તકલીફ જાણવા ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ બે કલાક તેમની સાથે વિતાવી બતાવે.

Most Popular

To Top