Dakshin Gujarat

સાયણમાં ફ્લેટમાં ચાલી રહ્યું હતું કુટણખાનું, પોલીસે પહોંચીને જોયું તો..

સાયણ: (Sayan) સાયણ ટાઉનમાંથી પોલીસે બાતમીના આધારે કુટણખાનું (Brothel) ઝડપી દેહવિક્રયનો ધંધો કરતા ઓરિસ્સાવાસી દલાલ રતિકાંત જેનાને રૂ.૧૪,૪૬૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. જો કે કુટણખાના ઉપર પોલીસની રેઇડ પડતાં એક ગ્રાહક અને લલના મળી આવી હતી.

  • સાયણમાં ફ્લેટમાં ચાલતા કુટણખાનામાં પોલીસની રેઇડ, લલના સાથે ગ્રાહક ઝડપાયો
  • દેહવિક્રયનો ધંધો કરતા ઓરિસ્સાવાસી દલાલ રતિકાંત જેનાને પોલીસે રૂ.૧૪,૪૬૦ના મુદ્દામાલ સાથે દબોચી લીધો

મૂળ ઓરિસ્સાના બાલેશ્વરના રાજેન્દ્રપુર ગામનો વતની રતિકાંત હરિકૃષ્ણા જેના (ઉં.વ.૪૭) હાલ સાયણ-સિવાણ રોડ ઉપર આવેલ ઓમ સાંઇ શ્રદ્ધા કોમ્પ્લેક્સમાં શ્રીજી મોલની ઉપર ફ્લેટ નં.એ-૯ના બીજા માળે અજય જેના નામના ઈસમના ફ્લેટમાં ભાડેથી રહે છે. રતિકાંત જેના દેહવિક્ર્ય કરતી લલનાઓને પૈસા આપવાનું પ્રલોભન આપી વાસનાભૂખ્યા ગ્રાહકોને શોધી પોતાના ભાડાની રૂમમાં કુટણખાનું ચલાવી દલાલીનો ધંધો કરતો હતો. આ શખ્સ ગ્રાહકો પાસેથી રૂ.૧,૦૦૦ વસૂલી લલનાઓ સાથે શરીર સુખ માણવા સગવડ કરી આપતો હતો. જો કે, આ બાબતની બાતમી ઓલપાડ પોલીસને મળતાં પોલીસે રતિકાંત ઉપર વોચ ગોઠવી હતી. ગત બુધવારે પોલીસને બાતમી મળતાં બપોરે ૩:૧૫ કલાકે ફ્લેટ ઉપર રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ગુના સ્થળે વાસનાભૂખ્યો પન્ટર મેઘનાથ પાત્ર ૨૬ વર્ષની લલના સાથે મળી આવ્યો હતો.

પોલીસની તપાસમાં આ લલના મૂળ પશ્ચિમ બંગાળના બારોસાઇટના દત્તુપરાની વતની અને હાલ માંગરોળના મોટા બોરસરાની સીમમાં કીમ ચાર રસ્તા નજીક આવેલા દરબાર પેલેસના આવેલી દરબાર હોટલમાં રહે છે. જ્યારે પોલીસે લલનાઓના દલાલ રતિકાંત હરિકૃષ્ણા જેના ફ્લેટમાં હાજર મળતાં તેને દબોચી લીધો હતો. પોલીસે ગુના સ્થળેથી રૂ.૧,૦૦૦ તથા અન્ય રોકડા રૂ.૧,૨૨૦, બે મોબાઇલ કિં.રૂ.૭,૦૦૦ અને રૂ.૫૦૦૦ તથા રૂ.૨૪૦ની કિંમતનું ૮ કોન્ડમવાળું ૧ પેકેટ મળી કુલ ૧૪,૪૬૦ રૂ.નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ બાબતે ખુદ પીએસઆઇ યુ.કે.ભરવાડ ફરિયાદી બનતાં ઓલપાડ પોલીસમથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

Most Popular

To Top