National

વડાપ્રધાન મોદીએ દેશની પહેલી RapidX ટ્રેનને લીલી ઝંડી દેખાડી

નવી દિલ્હી: (New Delhi) દેશની પ્રથમ RapidX ટ્રેન (Train) નમો ભારત (Namo Bharat) તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરે આ નમો ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. દિલ્હીથી મેરઠ વાયા ગાઝિયાબાદ સુધીના કોરિડોર પર હાલમાં કામ ચાલી રહ્યું છે જેનો 17 કિમીનો રૂટ 21 ઓક્ટોબરથી સામાન્ય લોકો માટે કાર્યરત થશે. નરેન્દ્ર મોદી આ સેક્શનની ટ્રેનનું ગાઝીયાબાદથી ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે.

દેશની પ્રથમ RapidX ટ્રેનને PM મોદી શુક્રવારે લીલી ઝંડી દેખાડશે. નમો ભારતના નામે ઓળખાશે આ ટ્રેન. PMO દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર 30,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. આ કોરિડોર દિલ્હીને મેરઠથી જોડશે. આ ટ્રેન દ્વારા દિલ્હીથી મેરઠનું અંતર એક કલાકથી પણ ઓછા સમયમાં કવર કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ને સેમી-હાઈ-સ્પીડ રેલ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિસ્ટમમાં ટ્રેન 180 KMPHની ઝડપે પહોંચી શકે છે. નેશનલ કેપિટલ રિજનમાં કુલ આઠ RRTS કોરિડોર નાખવાનું કામ ચાલી રહ્યું છે, જેમાંથી ત્રણ કોરિડોરના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ ત્રણ કોરિડોરમાંથી એક કોરિડોર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર છે.

Most Popular

To Top