SURAT

નાગરિક સુવિધા કેન્દ્રોમાં હવે સર્ટિફિકેટ્સ પર અધિકારીની સહી કરાવવા ધક્કાં નહીં ખાવા પડે

સુરત(Surat) : નાગરિકોને (Citizens) વિવિધ પ્રમાણપત્રો (Certificates) મેળવવા માટે અનેકોવાર નાગરિક સુવિધા કેન્દ્રોના ધક્કા ખાવા પડે છે. અધિકારીઓ પાસે કામગીરીનું ભારણ હોય તેઓ પ્રમાણપત્રો પર સહી કરવા માટે સમય ફાળવી શકતા નહીં હોય સરવાળે પ્રજાનો સમય વેડફાતો હોય છે. આ સમસ્યાના નિવારણ માટે હવે રાજ્ય સરકારે નાગરિક સુવિધા કેન્દ્રોની કામગીરી ઈ ગર્વનન્સ (E Governance) એપ્લિકેશન હેઠળ આવરી લેવાનું નક્કી કર્યું છે, તેના ભાગરૂપે અધિકારીઓની ઈ સાઈન (E Sign) અને ઈલેક્ટ્રોનિક સીલનો (E Seal) ઉપયોગ કરવા નક્કી કરાયું છે.

ગુજરાત સરકારના (Gujarat Government) સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અનુસાર હવેથી નાગરિકોને સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા માટે કેટલાંક નિર્ણયો લેવાયો છે. તે અંતર્ગત નાગરિક સુવિધા જન સેવા કેન્દ્રમાંથી પુરી પાડવામાંથી આવતી સેવાઓના પ્રમાણપત્રો સમક્ષ સત્તાધિકારીએ ઈ સાઈન કરી પુરા પાડવાના રહેશે.

આ સાથે જ મહેસુલ વિભાગે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જિલ્લાઓની પસંદગી કરી તબક્કાવાર સમગ્ર રાજ્યના જનસેવા કેન્દ્રોમાં આ વ્યવસ્થા દાખલ કરી તેનું સંચાલન તેમજ મોનિટરીંગ કરવાની સૂચના અપાઈ છે.

જનસેવા કેન્દ્રોમાંથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએથી આપવામાં આવતા પ્રમાણપત્રો, દાખલા પાયલોટ પ્રોજેક્ટ જિલ્લાઓમાં હાઈબ્રીડ મોડમાં ચાલુ રાખવા અને જન સેવા કેન્દ્રોમાંથી આપવામાં આવતા પ્રમાણપત્રો, દાખલા ઈ સાઈન, ઈ સીલ સ્વરૂપમાં આપવા માટે અલર્ટનેટ ઓફિસરને પણ અધિકૃત કરવાના રહેશે.

ગુજરાતના રાજ્યપાલ દ્વારા કરાયેલા આ આદેશના પગલે નાગરિકોની સુવિધામાં વધારો થશે. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે, નોન ક્રિમીલેયર જેવા સર્ટિફિકેટ મેળવવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી. નાગરિક સુવિધા કેન્દ્રો પર ભીડ જામતી હતી. અધિકારીઓ પર કામનો બોજો વધતો હતો. હવે ઈ સાઈન સિસ્ટમના લીધે અધિકારીઓની કામગીરી સરળ બનશે અને નાગરિકોને ઝડપી સેવા મળતી થશે.

અધિકારીઓની સહી બાકી હોવાના લીધે પ્રમાણપત્રો મેળવવા માટે રાહ જોવી પડતી હતી
રાજ્ય સરકારે નાગરિકોની ફરિયાદ, અરજીનો સમયમર્યાદામાં નિકાલ કરવા તથા વહીવટી તંત્રને વધુ અસરકારક અને પારદર્શી બનાવવાના ઉદ્દેશથી રાજ્યમાં નાગરિક અધિકાર પત્ર કાર્યક્રમ અમલમાં મક્યો છે. તથા નાગરિક અધિકાર પત્ર કાર્યક્રમ હેઠળ કચેરીઓની મુલાકાતે જતા નાગરિકોની સુવિધા માટે જનસેવા કેન્દ્રો ઉભા કર્યા છે. જિલ્લા તથા તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રમાંથી મેળવાતી સરકારી સેવાઓ મંજુર થયા બાદ છેલ્લાં તબક્કે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી કક્ષાએથી પ્રમાણપત્રમાં સહી સિક્કા કરી, પોસ્ટ, રજિસ્ટર એડી થકી કે રૂબરૂ ઈસ્યુ કરવામાં આવે છે, જેના કારણે પ્રમાણપત્રને ઈસ્યુ કરવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે તથા તેનો ખર્ચ નાગરિક અને સરકારે ભગોવવો પડે છે.

તેથી નાગરિકલક્ષી સેવાઓના સરળીકરણ માટે આઈટી એક્ટ 2000 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008માં કરેલી જોગવાઈઓને ધ્યાને લઈ તા. 6 સપ્ટેમ્બર 2021ના ઠરાવ અનુસાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ઈ ગર્વનન્સ એપ્લિકેશનમાં ઈ સાઈન અને ઈ સીલ લાગુ કરવા ઠરાવ કરાયો હતો, જે મુદ્દો સરકારની વિચારણા હેઠળ હતો. વિચારણાના અંતે હવેથી ઈ સાઈન અને ઈ સીલ સિસ્ટમ શરૂ કરવા સૂચના અપાઈ છે.

Most Popular

To Top