આઝાદી પછી આપણે ત્યાં પહેલી ચૂંટણી 1951 52 માં થઈ ત્યારે યુરોપના જે જે દેશો લોકશાહી ધરાવતા હતા તેઓ હસતા હતા કે...
આજકાલ મોંઘી થઈ રહેલી વીજળી અને બે મહિને અપાતાં વીજળી બિલ યુનિટ વધી જતાં ખૂબ જ મોંઘી પડે છે. વિદેશથી આયાત થતો...
શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે આપણે સજાગ છીએ, પરંતુ માનસિક સ્વાસ્થ્ય તરફ કોઈનું ધ્યાન જતું નથી.કોઈ એક વ્યક્તિ આત્મહત્યા શા માટે કરે છે? શું...
ઔદ્યોગિક વિકાસ સાથે ભૌતિક સુખ સગવડોમાં વધારો થાય છે. લોકોમાં ખુશાલી આવે છે. નાણાં કમાઈને સારી કારકિર્દી નિર્માણ કરવાની મહેચ્છા વધે છે....
એક મોટીવેશનલ સ્પીકર બોલવા ઉભા થયા તેમનો વિષય હતો ‘તમારા જીવનની નવી ખુશીઓ ’ સ્પીકર બોલવા ઉભા થયા તે પહેલા જ વિષય...
જો સાંસદો અને ધારાસભ્યોને સંસદ અથવા વિધાનસભામાં તેમના મત અને ભાષણ માટે નાણાંકીય લાભ મળતો હોય તો તેના પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ...
હાલમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના ઝારખંડમાં બની ગઇ્ પોતાના પતિ સાથે બાઇક પર કેટલાક એશિયન દેશોના પ્રવાસે નીકળેલી સ્પેનની એક...
લોકસભાની ચૂંટણી પહેલાં ભારતમાં ભગવા રંગનું સામ્રાજ્ય જે રીતે ફેલાઈ રહ્યું છે તે જોઈને વિપક્ષી નેતા તેમ જ અભિનેતા ઉપરાંત હાઈ કોર્ટના...
નવી દિલ્હી: દેશભરના ખેડૂત (Farmer) સંગઠનો દિલ્હીના જંતર-મંતર (Jantar-Mantar) પર એકઠા થશે. પરંતુ પંજાબ-હરિયાણાની શંભુ અને ખનૌરી બોર્ડર પર ખેડૂતો છેલ્લા 23...
લકનૌ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌમાં (Lucknow) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કાકોરીના હાતા હઝરત સાહેબ વિસ્તારમાં મંગળવારે રાત્રે...
નવી દિલ્હી: ભારત સહિત વિશ્વના કેટલાક ભાગોમાં મંગળવારે સાંજે થ્રેડ (Thread), જી-મેલ (G-mail), યુટ્યુબ (Youtube) અને સોશિયલ નેટવર્ક ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ...
સુરત: (Surat) મોડલ તાન્યા સિંહ આપઘાત કેસમાં (Suicide Case) આજે સુરત વેસુ પોલીસ મથક ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ઓલરાઉન્ડર...
સુરત: (Surat) કાપોદ્રા વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરી કોલેજથી (College) ઘરે જતી હતી ત્યારે 50 વર્ષીય અજાણ્યો ઈસમ બાઈક (Bike) ઉપર આવીને...
કાલોલ પોલીસ મથકે પતિ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ ગોધરામાં પરીણીતાને ત્રણ વખત તલ્લાક બોલીને રૂમમાં બહારથી બંધ કરીને પતિ નાસી ગયો...
ગોધરામાં મહિલા ને અમદાવાદ ની પ્રાઇવેટ કંપની દ્વારા મેમ્બર શીપ લેવડાવી કાશ્મીર ખાતે ટૂર માં મોકલી મહિલા તેમજ પરિવાર જનોને રહેવા,જમવા વગેરેની...
ગોધરા જીઆઈડીસી ખાતે આવેલી મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરીમાં જીપીસીબીના દરોડા, પાણીના નમુના ફેઈલ આવતા સીલ કરવાની કાર્યવાહી કરાઈ ગોધરા...
નવી દિલ્હીઃ (New Delhi) દેશમાં આર્થિક વૃદ્ધિના પ્રભાવશાળી આંકડાઓ બાદ હવે વધુ એક પ્રોત્સાહક ડેટા સામે આવ્યો છે. આ અંતર્ગત ભારતનો બેરોજગારી...
પિતા – પુત્રે અહીં આવવુ નહીં તેમ કહી હુમલો કર્યો મહુધા તાલુકાના હેરંજ ગામમાં રહેતા યુવકે ઘરથાળની જમીન રાખી હતી. આ જગ્યા...
સાપુતારા: (Saputara) રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં (Dang District) ઈતિહાસમાં પોતાના માટે નહી પરંતુ પ્રવાસન સ્થળનાં વિકાસ માટે અધિકારીની બદલી રદ કરવા...
ઉત્તર પ્રદેશ: જૌનપુરના (Jaunpur) પૂર્વ સાંસદ અને જેડીયુના (JDU) રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહ (Dhananjay Singh) વિરુધ્ધ જૌનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ચુકાદો આપ્યો છે....
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પૂરક વ્યવસાય તરીકે પશુપાલન છે, ખાસ કરીને પાટીદાર સમાજ ખેતી સાથે જ્યારે રબારી, કોળી પટેલ અને...
લગ્નમાં જતા હોવાથી દસ તોલા જેટલું સોનાના દાગીના લઇને નિકળ્યાં હતાં આણંદ શહેરનું નવું બસ સ્ટેન્ડ પર પોલીસની ગેરહાજરીથી તસ્કરોએ મોકળુ મેદાન...
નવી દિલ્હી: સ્પેનિશ વિદેશી દંપતી (Spanish Couple) આજે ઝારખંડના દુમકાથી કડક સુરક્ષા વચ્ચે તેમની આગળની યાત્રા માટે રવાના થયું હતું. પીડિતાએ મીડિયા...
ડીએમકે નેતા (DMK Leader) એ રાજાએ (A Raja) ભગવાન રામ અને ભારતને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ભાજપના નેતાઓએ તેમના નિવેદનની આકરી...
વડોદરા શહેરના કાશી વિશ્વનાથ મંદિરની સામે આવેલા રાજમહેલના જંગલમાં મંગળવારે અચાનક આગ ફાટી નીકળી હતી. રોડ પાસેના ઝાડી ઝાંખરામાં લાગેલી આગ અંદર સુધી...
નવી દિલ્હી: ડિજીટલ પેમેન્ટ (Digital payment) કંપની પેટીએમ (Paytm) ભારતમાં નિયમનકારી પડકારોનો સામનો કરી રહી છે ત્યારે કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્માએ...
ગુરુગ્રામ (પંજાબ): દિલ્હીના (Delhi) પાડોશી શહેર અને સાયબર સિટી તેરીકે ઓળખાતા ગુરુગ્રામના (Gurugram) સેક્ટર 90માંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં...
ગોવાના પ્રોજેકટમાં રોકાણ કરવા બહાને 29.75 લાખ પડાવ્યાં વડોદરા તા.5 પૂર્વ રણજી પ્લેયર અને કોચ તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠે સામે ઠગાઇની...
નવી દિલ્હી: સંદેશખાલી કેસમાં પશ્ચિમ બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અગાઉ ED અધિકારીઓ પર હુમલાના કેસમાં કોલકાતા...
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર-પશ્ચિમ હિમાલય વિસ્તારમાં (Northwestern Himalayan Region) સક્રિય પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) હતો. સોમવારથી તેની ગતિવિધિ થોડી ઘટી ગઈ હતી...
વધારાની સોલાર વીજળી બીજા વીજ બિલોમાં એડજસ્ટ થશે
ગાંધીનગર રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ૨૯ મે થી ૨ જૂન દરમિયાન ચોથી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે
સાબરમતી જેલના અધિકારીના નામે છેતપપિંડી
ઊંઝામાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી : કલર ભેળવેલી 3,548 કિલો વરિયાળી અને 140 કિલો લીલો કલર જપ્ત
કચ્છના સરહદી વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન મળતાં ચકચાર- સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છને દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી : ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનનો ભવ્ય પ્રારંભ
119 કરોડની ઠગાઇમાં CBIની સાત ઠેકાણે તપાસ
4000 DNA સેમ્પલથી બનશે ટ્રાયબલ જિનોમ ડેટાબેઝ
ગુજરાતમાં ઇંધણની માંગમાં જંગી વધારો : જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્રારા પેટ્રોલ-ડીઝલ અને LPGનો અવિરત પુરવઠો યથાવત
ગાંધીનગર પાસે કોબા જૈન તીર્થ ખાતે મહાવીર સ્વામીના ભાલે દિવ્ય સૂર્ય તિલક થયુ , અલૌકિક નજારો નિહાળવા હજારો ભાવિકો ઉમટ્યા
આજે બેંક હોલીડે? શનિવાર, 23 મેના રોજ SBI, HDFC સહિત બેંકો ખુલ્લી રહેશે કે બંધ? જાણો RBIના નિયમો
ઓડિશામાં 1500 સીટના યોગ અને મેડિટેશન હોલ પાછળ કોણ છે રાસેશ્વરી દેવી? જાણો આધ્યાત્મિક નેતૃત્વની સંપૂર્ણ કહાની
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભાનું પુનઃમતદાનનું પરિણામ આવતી કાલે જાહેર થશે
GTUની 28 મેની પરીક્ષા બકરી ઈદના કારણે સ્થગિત
હરણીમાં કન્સ્ટ્રક્શન સાઇટ ‘અમરદીપ ઇન્ફીનિટી’માં મોટી દુર્ઘટના, 5 મા માળેથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત
ત્રણ વખતમાં ₹5 સુધી મોંઘું થયું પેટ્રોલ-ડીઝલ!
દિલ્હી-NCRમાં ઝાપટેદાર વરસાદથી વાતાવરણ ખુશનુમા
વડોદરા : ગોવાથી ગુજરાતમાં દારૂ સપ્લાયનો પર્દાફાશ, રૂ.96.59 લાખના દારૂ સાથે રૂ.1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત
હમજાના જનાજામાં પણ ‘અજ્ઞાત’નો ખૌફ
ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાંકા ટ્રમ્પની હત્યાની સાજિશનો ખુલાસો
લેહમાં મોટો સૈન્ય હેલિકોપ્ટર અકસ્માત ટળ્યો!
પંજાબમાં રસ્તાઓ પરથી રખડતા શ્વાન ને હટાવવાની કાર્યવાહી વચ્ચે સોનુ સૂદની અપીલ!
પીએમ મોદીની બેઠકમાં મંત્રાલયોના ‘રિપોર્ટ કાર્ડ’ રજૂ!
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ભારે બખેડો!
અમેરિકી ગુપ્તચર વિભાગની ચીફ તુલસી ગબાર્ડે આપ્યું રાજીનામું
મણિપુરમાં ફરી ભડક્યો જાતીય તણાવ
ઈરાન પર ફરી હુમલાના વિરોધમાં UAE-સાઉદી-કતાર એકસાથે! ટ્રમ્પને ‘કૂટનીતિને તક આપો’ની અપીલ
રાજકીય ગરિમા વિરુદ્ધ સિસ્ટમ સામેનો કટાક્ષ: લોકશાહીની બદલાતી તસવીર
પાકિસ્તાન સાથે શાંતિ વાર્તા માટે RSSની હાકલથી સૌ આશ્ચર્યમાં
યુવાવર્ગના આક્રોશનું પરિણામ કોકરોચ જનતા પાર્ટી રાજનેતાઓ સામે લાલબત્તી છે
આઝાદી પછી આપણે ત્યાં પહેલી ચૂંટણી 1951 52 માં થઈ ત્યારે યુરોપના જે જે દેશો લોકશાહી ધરાવતા હતા તેઓ હસતા હતા કે ભારતમાં 60 ટકા લોકો નિરક્ષર છે. તેઓ ઉમેદવારોને નામથી કેવી રીતના ઓળખી શકશે અને કેવી રીતે મત આપી શકશે? ભારતનાં કેટલાંક બુદ્ધિજીવી લોકોએ તેનો પણ સરળ રસ્તો શોધી કાઢ્યો અને ચૂંટણીના ઉમેદવારના નામ સાથે ચિહ્ન તરીકે મરઘાં બતક હાથી બળદ જેવાં પ્રાણીઓનાં ચિહ્નો મૂકવામાં આવ્યાં, જેથી કરી અભણ લોકો પણ પ્રાણીનાં ચિહ્ન જોઈ સરળતાથી પોતાના ઉમેદવારને ઓળખી શકે અને સરળતાથી મત આપી શકે અને આવી રીતે ચૂંટણી સફળતાપૂર્વક પાર પાડી હતી. ચૂંટણી માંટે ભારતે શોધેલી આ પદ્ધતિથી એશિયા આફ્રિકાના નિરક્ષરો દેશો માટે કહો ને કે લોકશાહીનો દરવાજો ખુલી ગયો અને અનેક દેશોએ ભારતની ચૂંટણીની નકલ કરી પોતાના દેશમાં આવી રીતે ચૂંટણી યોજી હતી. 1951 52 થી ભારતમાં અવિરત દર પાંચ વર્ષે લોકસભાની તેમજ વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય છે તે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે.
કોઈ પણ પક્ષ ગમે તેટલો તાકાતવાળો હોય પરંતુ દર પાંચ વર્ષે ચૂંટણી આવે અને ફરી ચુંટાવું પડે ત્યારે ચૂંટણી જીતવા મત માટે તેઓએ પ્રજા સમક્ષ આવવું જ પડે છે. નેતાઓને પણ હારવાની સતત બીક રહેતી હોય તેવો રેલીઓ અને ભાષણો તેમજ ટી. વી. પર કે અખબારોમાં આખેઆખા પાના પર પોતાના પક્ષે કરેલાં કામોના ગુણો ગાતાં રહેતાં હોય છે. ટૂંકમાં એટલું કહી શકાય કે ભારતમાં લોકશાહી પ્રજાના મતોથી સફળતાપૂર્વક ચાલી રહી છે અને ભારતની પ્રજા પોતાના હિત માટે સતત સજાગ રહેશે તો આગળ પણ આવી જ રીતે લોકમતથી ચૂંટાયેલી સરકાર બનતી રહેશે. આપણે લોકશાહી સ્વીકારેલી છે અને દરેક નાગરિકને સમાન હક આપેલો છે અને તેથી જ દુનિયામાં વિશાળ જનસમૂહ ધરાવતા દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે.
સુરત – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.