Madhya Gujarat

તલ્લાક..તલ્લાક..તલ્લાક બોલી ગોધરામાં પતિએ પત્નીને માર મારીને રૂમમાં પુરી દીધી


કાલોલ પોલીસ મથકે પતિ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ

ગોધરામાં પરીણીતાને ત્રણ વખત તલ્લાક બોલીને રૂમમાં બહારથી બંધ કરીને પતિ નાસી ગયો હતો. પરીણીતાની સાસુ અને નણંદ એ પણ તલ્લાક આપી જતી રહે તેમ કહેતા કાલોલ પોલીસ મથકે મુસ્લીમ મહિલા લગ્ન અધિનીયમની કલમ સહિતના ગુનાની ફરિયાદ નોંધાઈ હતી.
ગોધરામાં જુની પોસ્ટ ઓફિસ પાસે રહેતા ઇમરાનશા મહેમુદશા દીવાન તેની પત્નીને અવાર નવાર ઝધડો કરીને અપશબ્દો બોલીને ગડદાપાટુનો માર મારતા હોવાથી કાલોલ કોર્ટમાં ધરેલું હિસા અને ખાધા ખોરાકીનો કેસ દાખલ કર્યો હતો. બાદમાં કોર્ટના બે કેસનું સમાધાન થતા 3 માસથી પરીણીતા તેના પતિના ધરે રહેવા અવી ગઇ હતી. તેમ છતાં ઇમરાનશા દિવાન તેની પત્નીને મારઝુડ કરીને માનસીક અને શારિરીક ત્રાસ આપતો હતો.પતિઍ પત્નીને ત્રણ વખત તલ્લાક બોલીને તલ્લાક આપીને કોઇને કહિશ તો મારી નાખવાની ધમકી આપીને ધરના રૂમનો દરવાજો બહારથી બંધ કરીને પતિ નાસી ગયો હતો.પરિણીતાની બહેને આવીને રૂમનો દરવાજો ખોલ્યો હતો. પરીણીતાની સાસુ મેહમુદબીબી મેહમુદશા દિવાન અને નણંદ સરતાજ સાજીદ દીવાનને બનાવની જાણ કરતા સાસુએ ત્રણ તલ્લાક આપ્યા છે , તો તું જતી રહે તેમ કહીને બંને જતા રહ્યા હતા. પરીણીતાઍ કાલોલ પોલીસ મથકે પતિ, સાસુ તથા નંણદ સામે પોલીસ ફરીયાદ નોધાવી હતી.

Most Popular

To Top