Vadodara

કેનેડા મોકલવાના સપના બતાવી યુવક પાસેથી ઠગોએ રૂ.12.50 લાખ ખંખેરી લીધા

વિઝા એજન્ટ સહિત ત્રણ શખ્સે વર્ક પરમિટ સાથે સારી કંપનીમાં નોકરી અપાવવાની ખાતરી આપી જાળમાં ફસાવ્યો

વિઝા માટેની અરજી અરજી વિથડ્રો કરાવ્યા બાદ પણ રકમ પરત ન આપી ઠગાઈ

વડોદરા તા.18

કેનેડામાં સારી નોકરી અને વર્ક પરમિટનું સપનું બતાવી દાહોદના યુવક પાસેથી રૂ.12.50 લાખ પડાવી લીધા બાદ વર્ષો સુધી અલગ-અલગ બહાના વિઝા બનાવી આપ્યા ન હતા. વિઝા માટેની અરજી વિથડ્રો કરાવી દસ દિવસમાં નાણાં પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી તેમ છતાં રકમ પરત ન મળતાં યુવકે એજન્ટ સહિતની ત્રિપુટી સામે શખ્સ સામે છેતરપિંડીનો જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
વડોદરા તા.18

કેનેડા જવા માટે વિઝા એજન્ટની શોધ કરી રહેલા સુભાનપુરા વિસ્તારમાં રહેતા આશિષકુમાર કનુભાઈ પરમારનો નવેમ્બર-2022માં તેમના ઓળખીતા નીતિનભાઈ પરમાર મારફતે નીતિશ રાજપુત સાથે સંપર્ક થયો હતો. બાદમાં આશિષભાઈ વાસણા રોડ ખાતે આવેલી નીતિશ રાજપુતની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં નીતિશ રાજપુત ઉપરાંત સમર્પિત શુક્લા અને હાર્દિક ગોહીલ હાજર હતા.
ત્રણેયે પોતે ઇમિગ્રેશન ક્ષેત્રે કામ કરતા હોવાનું જણાવી આશિષભાઈને કેનેડા વર્ક પરમિટ અપાવી સારી કંપનીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. દસ્તાવેજો ચકાસ્યા બાદ સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ રૂ.25 લાખ હોવાનું કહી એડવાન્સ રકમ માંગવામાં આવી હતી.
15 માર્ચ 2023ના રોજ આશિષભાઈના પિતાના બેંક ખાતાના ચેક મારફતે નીતિશ રાજપુતે રૂ.9.50 લાખ અને રૂ.1 લાખ મેળવ્યા હતા, જ્યારે સમર્પિત શુક્લાએ રૂ.2 લાખ રોકડા લીધા હતા. આમ રૂ.12.50 લાખ મેળવ્યા બાદ વિઝાની કામગીરીના નામે અલગ-અલગ વાયદા કરવામાં આવ્યા હતા. નીતિશે કેનેડા વિઝા સંબંધિત ઇવેલ્યુએશન રિપોર્ટ પણ આપ્યો હતો.
લાંબો સમય વીતી ગયો છતાં વર્ક પરમિટનું કામ પૂર્ણ ન થતાં આશિષભાઈએ રકમ પરત માંગી હતી. ત્યારે નીતિશે અરજી વિથડ્રો કરી નવી પ્રક્રિયા કરાવવાની વાત કરી હતી. ફરી અરજી કરાવવામાં આવી છતાં વિઝાનું કામ આગળ વધાર્યું ન હતું અંતે નીતિશે મેઇલ કરીને અરજી વિથડ્રો કરાવવા અને દસ દિવસમાં રૂ.12.50 લાખ પરત આપવાની ખાતરી આપી હતી.
અરજી વિથડ્રો થયા બાદ પણ રકમ પરત ન મળતાં આશિષભાઈએ નીતિશ રાજપુત, સમર્પિત શુક્લા અને હાર્દિક ગોહીલનો સંપર્ક કર્યો હતો. જોકે યોગ્ય જવાબ ન મળતાં ત્રણેય સામે કેનેડા વર્ક પરમિટ અપાવવાના બહાને રૂ.12.50 લાખની છેતરપિંડી કર્યાની જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Most Popular

To Top