Madhya Gujarat

ગોધરાની મહિલા પાસેથી રૂ.1.21 લાખ પડાવી કાશ્મીર પ્રવાસમાં કોઈ સુવિધા આપી નહિ

ગોધરામાં મહિલા ને અમદાવાદ ની પ્રાઇવેટ કંપની દ્વારા મેમ્બર શીપ લેવડાવી કાશ્મીર ખાતે ટૂર માં મોકલી મહિલા તેમજ પરિવાર જનોને રહેવા,જમવા વગેરેની કોઈ સુવિધા નહિ આપી વિશ્વાસઘાત કર્યો હતો.મહિલા પાસેથી રૂ.૧,૨૧,૦૦૦ મેમ્બર શીપ નાં લેવામાં આવ્યા હતા.
ગોધરા શહેરના પ્રભા રોડ,આઇ.ટી.આઇ પાસે તુલસી સોસાયટી ખાતે રહેતા મયુરાબેન વસંત કુમાર ધાનેકર દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૩.૭.૨૦૨૩ થી ૧૬.૧૧.૨૦૨૩ દરમિયાન અમદાવાદની ધી પાર્ક પ્રિવેરા હોસ્પીટાલીટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા અમને ફરિયાદી તેમજ સાહેદો ને વિશ્વાસમાં લઈ તેમની કંપનીની મેમ્બર શીપ લેવડાવી ફરિયાદી તેમજ સાહેદો ને કંપની તરફથી આઉટ ઓફ સ્ટેટમાં ટૂરમાં મોકલવાનો પાક્કો વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી મેમ્બર શીપ નાં રૂ.૧,૨૧,૦૦૦ લઈ ફરિયાદી ને તેમના પરિવારજનો સાથે કાશ્મીર ખાતે ટૂર માં મોકલી કાશ્મીર ખાતે રહેવા, જમવા વગેરેની કોઈ સુવિધા નહિ આપી વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો હતો.ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top