Vadodara

પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના ઠગ પુત્ર રીષી આરોઠે સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

ગોવાના પ્રોજેકટમાં રોકાણ કરવા બહાને 29.75 લાખ પડાવ્યાં

વડોદરા તા.5

પૂર્વ રણજી પ્લેયર અને કોચ તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠે સામે ઠગાઇની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોવામાં પ્રોજેકટ શરૂ કરવાનુ કહીને રીષિ સહિત ચાર લોકોએ માંજલપુરના બિઝનેશમેન સહિતના લોકો પાસેથી રૂપિયા 29.75 લાખ પડાવી લીધા હતા. જે રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં પરત નહી આપતા રીષી આરોઠ સહિત ચાર લોકો સામે ઠગાઇનો ગુનો નોંધાતા માંજલપુર પોલીસ તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પૂર્વ ક્રિકેટર અને કોચ તુષાર આરોઠેને તાજેતરમાં કરોડો રૂપીયાની રોકડ સાથે તેના ઘરેથી એસઓજીની હાથ ઝડપાઇ ગયો હતો. જેમાં તેનો પુત્ર રીષી આરોઠેએ રૂપિયા મોકલાવ્યા હોવાની વિગતો ખુલી છે.ત્યારે ક્રિકેટ સટ્ટો તથા ઠગાઇના ગુનામાં સંડોવાયેલા પુર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર રીષી આરોઠે સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. માંજલપુર વિસ્તારમાં આવેલા ડ્રીમ લેન્ડ કોમ્પલેક્ષમાં રહેતા ગૌરવ પ્રમોદ નાડકરે ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2019થી અત્યાર સુધીમાં રીષી આરોઠે ગોવામાં ધ રશનો પ્રોજેક્ટ શરૂ કરવાનો હોવાનું જણાવી તેના રૂપિયાનું રોકાણ કરશો તો સારું એવો ફાયદો થશે તેવી લાલચ આપી હતી. જેમાં રીષી આરોઠેએ ધ રશ પ્રોજેક્ટના ડાયરેક્ટર તરીકે રુતિકા પરમાર, નવરોહીસિંગ, શ્રીનુ ઝા સહિતના લોકોને બતાવ્યા હતા. જે તમામ લોકોએ ભેગા મળીને અલગ અલગ વ્યક્તિઓને ગોવાના પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરવાનું કહીને રૂ. 29.75 લાખ પડાવી લીધા હતા. અરુર સુધી કોઈ નફો કે તેમની રોકેલી મૂડી પણ પરત આપી હતી. જેથી બિઝનેસમેન સહિતના લોકો રીષિ આરોઠે પાસે રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં નહી આપીને ચાર લોકોએ અમારી સાથે છેતરપિડી આચરી છે. રીષિ ના માતા અને પિતા પણ તેને સપોર્ટ કરતા હોવાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે. માંજલપુર પોલીસ ગુનો નોંધી ચારેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.



Most Popular

To Top