નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬...
લુણાવાડા : મહીસાગર જિલ્લામાં શુક્રવારે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ લુણાવાડાના વીરણીયા પ્રાથમિક શાળા ખાતેથી કલેક્ટર મનીષકુમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો....
આણંદ : નદીમાં ગંગાજી તેવી જ રીતે બાર મહિનામાં કાર્તિક મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાર્તિક મહિના દરમિયાન વિવિધ ઉત્સવ કૃષ્ણલીલામાં...
દાહોદ, સીંગવડ : દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો છે. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કરતાં...
ગોધરા: મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પઆરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે જણાના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો...
ગાંધીનગરમાં હવે સ્વર્ણિમ સંકુલમાં સીએમ કાર્યાલયમાં ઉદ્યોગો ગૃહો તેમજ બિલ્ડરોની ફાઈલો લઈને ફરતાં વચેટિયા દલાલોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. મહેસુલ વિભાગની જમીનોની...
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ મુખ્ય નહેર, શાખા, વિશાખા, પ્રશાખા, પ્ર.પ્ર શાખાના ૯૦ ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાની પકડ મજબુત બની હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત, વલસાડ, નવસારીમાં કોરોનાના કેસ જોવા મળી રહ્યા...
આગામી 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફાર આવી રહ્યા છે. ખાસ કરીને શુક્રવારે નવી દિલ્હીમાં કોંગ્રેસના...
અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર...
સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર...
મુંબઇ : IPLની બે નવી ટીમો માટે 25 ઓક્ટોબરે યોજાનારી હરાજી પ્રક્રિયા રસપ્રદ બની રહેવાની સંભાવના છે. IPLમાં સામેલ થનારી બે ટીમો...
પારડી : પારડીની નામાંકિત નાડકર્ણી ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.પૂર્ણિમા નાડકર્ણીનું કેન્સરની લાંબી માંદગી બાદ શુક્રવારે બપોરે 2 વાગ્યે ગોવામાં...
આજે ન્યૂયોર્કમાં (New york) ઉઘડતા બજારે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency crash) ક્રેશ થઈ ગઈ હતી. ન્યૂયોર્કના બાઈનાન્સ ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ (Bainanc cryptocurrency exchange) ખૂલ્યું...
પાકિસ્તાનના (Pakistan) માજી કેપ્ટન વસીમ અકરમે (Wasim Akram) આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T-20 World Cup) સૂર્યકુમાર યાદવને (Suryakumar Yadav) ભારત (India) માટે...
પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા...
તાઈવાન (Taiwan) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મોટું નિવેદન આપ્યું છે. તેમણે...
ભાવનગર/સુરત : ઘોઘાથી હજીરા (Ghogha-Hazira) વચ્ચે ત્રણ માસના અંતરાલ બાદ રો-પેક્સ ફેરી (Ro-Pax Ferry) પુનઃ શરૂ થઈ હતી. જો કે, સેવા શરૂ...
સુરત: દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution) મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ એક અહેવાલ મુજબ હવાના પ્રદૂષણને કારણે અનિયમિત...
સુરત : છેલ્લાં એક-દોઢ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસની (Petrol, Diesel, CNG) કિંમતોમાં કમ્મરતોડ વધારો થયો છે. વાહનચાલકોની હાલત કફોડી બની...
સુરત : પર્યાવરણના કારણોસર ચીનની (China Government) સરકારે કોલસાની (Coal) ખાણોમાં ખનન કામ અટકાવી ઈન્ડોનેશિયાથી આવતો કોલસો ખરીદવાનું શરૂ કરતાં ભારત સહિત...
સુરત: સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થઇ ચૂકેલા સુરત શહેરમાં બાવા આદમના જમાનાથી ચાલતી આવતી અમુક સમસ્યાઓનો હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો...
સુરત: મળ સાફ કરવાના કોન્ટ્રાક્ટમાં ડ્રેનેજ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં આખરે ત્રીજા પ્રયત્ને આવેલા ટેન્ડરોમાં પ્રાઈસ બીડ ખોલીને કોન્ટ્રાક્ટ આપવાનો તેમજ...
રાજકોટ: હવે રાજકોટમાં (Rajkot) પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર (Cricketer)...
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 60 માળની (Mumbai Fire) ઈમારતમાં શુક્રવારે આગ લાગી હતી. લાલબાગ (Lalbaug Area) વિસ્તારમાં કરી રોડ પર આવેલા...
હવે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) અનન્યા પાંડેની (Ananya Pandey) મુશ્કેલીઓ વધતી જણાય છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન (Aryan...
ભારતમાં (India) 100 કરોડ રસીઓના (Vaccination) લક્ષ્યાંકને પૂર્ણ કરવાના પ્રસંગે પીએમ મોદીએ (PM Narendra Modi) આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ...
દિવાળીના આગમનની તૈયારી થાય ઘરની સાફ-સફાઈથી. ગૃહિણીઓ માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની મહારાણી દિવાળીને પોંખવાની તૈયારીઓ...
દિવાળી નજીક આવી રહી છે. દિવાળી હોય એટલે ઉજવણીમાં કોઈ કચાસ સુરતીઓ રાખતા નથી. અવનવી મીઠાઈઓ, નાસ્તાને કેમ ભૂલાય ? ત્યારે હાલ...
કંટેશ્વર ગામમાં 5 દિવસથી પાણીની વિકટ સમસ્યા: ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું
આજે પેટ્રોલ-ડીઝલના નવા દર જાહેર: તમારા શહેરમાં કેટલો થયો ફેરફાર? જાણો તાજા ભાવ
સ્વચ્છતા, હરિયાળી અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ ગણાતું ભરૂચ જિલ્લાનું ગામ :નંદેલાવ
તમિલનાડુમાં ‘થલપતિ’નો ધમાકો
મહી નદીના કિનારે કોટણા બીચ પર દુર્ઘટના,ન્હાવા ગયેલા બે યુવકનું ડૂબી જતા મોત
પ્રતાપનગરના સિનેમા હોલમાં બાળકી સાથે છેડતીના આક્ષેપ, વડોદરામાં રોષ
વિશ્વ મીડિયા પણ ચકિત: બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતે દુનિયાનું ધ્યાન ખેંચ્યું
હોર્મુઝમાં અમેરિકી હુમલો: 5ના મોતનો ઈરાની દાવો
ઇરાનના હુમલાથી યુએઈના ફુજૈરાહમાં તણાવ, 3 ભારતીય ઘાયલ, ભારતે કહ્યું ‘અસ્વીકાર્ય’
સ્વચ્છતા, હરિયાળી અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ ગણાતું ભરૂચ જિલ્લાનું ગામ :નંદેલાવ
સુખસર–ફતેપુરા–સંજેલીમાં વન સંપતિનો વિનાશ, લાકડા ચોરો સામે તંત્ર નિષ્ક્રિય
હાલોલ-ટીંબી નજીક બે બાઈક વચ્ચે ભયાનક અથડામણ, એકનું મોત – બે ગંભીર ઈજાગ્રસ્ત.
અંકોડિયામાં યુવતીની હત્યા બાદ લાશ ખેતરમાં ફેંકી દેવાઈ
તામિલનાડુનાં મતદારો હવે ફિલ્મસ્ટાર વિજયને પોતાના તારણહાર માનવા લાગ્યા છે
સલમાન-કરીનાની જોડીનો ફરી જાદુ ચાલશે
ડિજિટલ એરેસ્ટના દૂષણને નાથવાના બહુપક્ષીય પ્રયાસો આવકાર્ય
શેર બજારમાં ધડાકો: શું ફરી યુદ્ધના વાદળો?
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકા પાસે વિચિત્ર અકસ્માત,2 કિમી લાંબી વાહનોની કતારો
પરિવારને સમય આપો
વાતાવરણમાં પલટો,પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે શહેરમાં કેટલાક વિસ્તારોમાં છાંટા પડયા
શિક્ષણ ક્ષેત્રે ઊંચાં પરિણામો નહીં, સાચાં પરિણામો આવે તેવું કોણ માને છે?
પાપડ તારાં સંભારણાં….!
બહેરિનમાં રેડ એલર્ટ મધ્યપૂર્વમાં ફરી તણાવ ઉગ્ર
દીવ-દમણના બદલાયેલા રંગ!
ભારત માટે વિદેશથી ચેતવણી
વડીલોની ભૂલ – નથી ગુનો કે કસર, એ છે વધતી વયની અસર
બંગાળમાં ભાજપનો ભગવો:પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી પદ માટે આ ૫ નામોની જોરદાર ચર્ચા, જાણો કોણ છે રેસમાં સૌથી આગળ?
પ્રવાસન સ્થળોને પ્રવાસન તરીકે જ રહેવા દો
વૈશ્વિક તેલ બજારમાં ભડકો: ઈરાન-UAE તણાવને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં 6%નો જંગી ઉછાળો
ઈતિહાસનું ‘રીલીકરણ’: સંશોધન કે બૌદ્ધિક ચોરી?
નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં દાખવવામાં આવતી બેદરકારીને કારણે રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વોર્ડ નંબર ૬ નો રસ્તો અત્યંત ધુળિયો હોવા બાબતે નગરપાલિકા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં, આ મામલે હવે રહીશોમાં રોષ ભરાયો છે. ધુળિયા રસ્તાની સમસ્યાનો ઉકેલ જો ૨૪ કલાકમાં લાવવામાં નહીં આવે તો રસ્તો રોકીને અનશન પર ઉતરવાની ચિમકી રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
નડિયાદ શહેરના કેટલાક વિસ્તારો પરત્વે પાલિકા તંત્ર દ્વારા ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. જેને લઇને રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરના વોર્ડ નંબર ૬ ના મરીડા ભાગોળ રોડ ઉપર છેલ્લા લાંબા સમયથી અત્યંત ધૂળ ફેલાયેલી હોવાથી રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેને લઇને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હોવાછતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આ બાબતે શેખ ગુલામહુસેન ગુલામ મુસ્તુફા દ્વારા વારંવાર પાલિકાના ચીફ ઓફિસરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓએ પોતાના ખર્ચે નડિયાદ ફાયર બ્રિગેડમાંથી પાણી લાવી, ધૂળ ઉપર તેનો છંટકાવ કરાવવામાં આવ્યો હતો.
રહીશો ખુદ પોતાના ઘરની આસપાસમાં સતત પાણીનો છંટકાવ કરતાં રહે છે, જેથી કરીને ધૂળ ન ઉડે. જોકે, વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં અંતે આ મામલે શુક્રવારે લિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક અસરથી ધૂળિયા રસ્તાની સમસ્યાનું નીરાકરણ લાવવા રજૂઆત કરી, જો ૨૪ કલાકમાં સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો રસ્તો રોકીને અનશન પર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. શનિવાર સુધીમાં પાલિકા તંત્ર ધુળિયા રસ્તાની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી રહીશોને પોતાનું કામ કરાવવા માટે અનશન – આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તે જોવું રહ્યું.