National

પાકિસ્તાનની મહિલા પત્રકાર સાથે કેપ્ટનના ગાઢ સંબંધનો ઘટસ્ફોટ થયો, નવજોતસિંહ સિદ્ધુનું નામ પણ ઉછળ્યું

પંજાબમાં (Punjab) રાજકારણ શાંત પડવાનું નામ લઈ રહ્યું નથી. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amrindar sinh) પાસેથી રાજીનામું લઈ લીધા બાદ હવે તેમના ISI કનેકશનનો મુદ્દો ઉછળ્યો છે. પાકિસ્તાનની (Pakistan) મહિલા પત્રકાર (Women journalist) સાથેના તેમના સંબંધોનો મામલો ઉછાળવામાં આવ્યો છે અને હવે પંજાબની કોંગ્રેસ (Congress) સરકાર દ્વારા કેપ્ટનના ISI કનેકશન વિશે તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે નવજોત સિંહ સિદ્ધુને (Navjot sinh sidhdhu) પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Pakistan PM Imran Khan) અને આર્મી ચીફ જનરલ બાજવાની (Pakistan Army Chief General Bajwa ) નજીક ગણાવ્યા હતા. હવે પાકિસ્તાન સાથેના સંબંધોના મુદ્દે ચન્ની સરકારે અમરિંદરસિંહને ઘેરવાની તૈયારી કરી છે. પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવાએ શુક્રવારે કહ્યું કે તેમની સરકાર અમરિંદરની કથિત મિત્ર આરૂસા આલમની (Aroosa Aalam) ISI સાથેની કડીઓની તપાસ કરશે. અરુસા પાકિસ્તાનની સંરક્ષણ પત્રકાર છે.

અરુસા આલમ અને ISI વચ્ચેની કડી અંગે મંત્રીએ કહ્યું કે તેમની સરકાર તેની તપાસ કરાવશે. કેપ્ટને આરુસા આલમની ISI સાથેની લિંક વિશે કહ્યું હતું કે, કેપ્ટને આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પંજાબમાં BSF તૈનાત કરવામાં આવ્યું હતું. અમે DGPને આ મામલાની તપાસ કરવા કહીશું.” તેમણે વધુમાં કહ્યું, “હવે કેપ્ટન કહી રહ્યા છે કે ISI તરફથી ધમકી છે. તેથી અમે મહિલાનું ISI સાથે જોડાણ તપાસીશું.

ચન્ની સરકારે એવા સમયે અમરિંદર પર પ્રશ્નો ઉઠાવ્યા છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી સતત પંજાબની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે અને નવજોત સિંહ સિદ્ધુને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. અમરિંદરે કહ્યું છે કે સિદ્ધુના પાકિસ્તાન અને ISI સાથે ગાઢ સંબંધો છે. કેપ્ટને તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોભાલને પણ મળ્યા હતા.

કોંગ્રેસમાં પોતાને અપમાનિત ગણાવતા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર કેપ્ટન અમરિંદર સિંહે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તેઓ તેમની નવી પાર્ટી બનાવવા જઈ રહ્યા છે. કેપ્ટને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાણની વાત પણ કરી છે. જોકે, તેમણે આ માટે ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવા માટે એક શરત મૂકી છે.

કોણ છે અરુસા આલમ?

પાકિસ્તાની રાજકારણી અક્લીમ અખ્તરની પુત્રી અરુસા આલમ પત્રકાર છે. અહેવાલો અનુસાર, કેપ્ટન પાકિસ્તાન ગયા હતા ત્યારે અમરિંદર સિંહ 2004 માં અરુસા આલમને મળ્યા હતા. આ પહેલીવાર નથી કે પાકિસ્તાનના રાજકારણમાં આરુસાનું નામ ઉછળ્યું હોય. હકીકતમાં, આ વર્ષે ઓગસ્ટમાં સિદ્ધુના તત્કાલીન સલાહકાર માલવિંદર સિંહ માલીએ અમરિંદર અને આરુસાની તસવીર શેર કરીને પ્રશ્નો ઉભા કર્યા હતા. માલીએ લખ્યું, હું વિચારતો હતો કે આ તમારો અંગત મુદ્દો છે, પરંતુ તમે નવજોત સિંહ સિદ્ધુના સલાહકારને કોંગ્રેસની રાજનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડી દીધા છે. તેથી હું આ પોસ્ટ કરવા મજબૂર છું.

Most Popular

To Top