Top News

તાઈવાન પર ચીન હૂમલો કરે તો અમેરિકા જવાબ આપશે, જો બિડેનની આ વાતથી ચીન ગિન્નાયું, કહી દીધી મોટી વાત

તાઈવાન (Taiwan) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ચીન તાઇવાન પર હુમલો કરે તેવી સ્થિતિમાં અમેરિકા તાઇવાનને બચાવવા આવશે. સીએનએન (CNN) ટાઉનહોલમાં 21 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં તેમણે આ વાત કરી હતી. બેઠક દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો શું અમેરિકા તાઈવાનનો બચાવ કરશે? આનો જવાબ આપતા બિડેને કહ્યું કે હા, અમે તાઈવાનનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જો બિડેનના નિવેદનનું તાઇવાનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. તાઇવાન રાષ્ટ્રપતિ કાર્યાલયના પ્રવક્તા ઝેવિયર ચાંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકી સરકારે તાઇવાન માટે પોતાનો નક્કર ટેકો દર્શાવ્યો છે. જે આવકાર્ય છે. તમને જણાવી દઈએ કે ચીનથી પોતાને બચાવવા માટે, તાઈવાને આંતરરાષ્ટ્રીય જોડાણોને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. જો બિડેનના નિવેદન બાદ ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાને તાઇવાન પર સાવચેત રહેવા કહ્યું છે. તૈવાને કહ્યું છે કે ચીન પાસે તેના મૂળ હિતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર સમાધાન કરવાની કોઈ જગ્યા નથી.

ચીન ફરી એકવાર તાઈવાનને લઈને ગુસ્સે ભરાયું છે. આ ગુસ્સાનું કારણ આગામી સપ્તાહે યુરોપના પ્રવાસે તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વુની સ્લોવાકિયાની મુલાકાત છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને તાઇવાનના વિદેશ મંત્રીના યુરોપ પ્રવાસ અંગે વ્યાપક અસંતોષ વ્યક્ત કર્યો હતો. વાંગે યુરોપિયન દેશોને દ્વિપક્ષીય સંબંધોના રાજકીય પાયાને નબળો ન પાડવા વિનંતી કરી છે.

એક મહિનામાં 200 ચીની ફાઇટર પ્લેન તાઇવાનમાં પ્રવેશ્યા

તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં લગભગ 200 ચીની ફાઈટર એરક્રાફ્ટ તાઈવાનના એર ડિફેન્સ ડિટેક્શન એરિયામાં પ્રવેશી ચૂક્યા છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ચીનના યુદ્ધ વિમાનો દ્વારા 9 ઘુસણખોરી કરવામાં આવી છે. ચાઇનીઝ વિમાનો દ્વારા તાઇવાનમાં રેકોર્ડ સંખ્યામાં ઘુસણખોરી કર્યા બાદ તાઇવાનના સંરક્ષણ મંત્રી ચિઉ કુઓ-ચેંગે જણાવ્યું હતું કે ચીન સાથે તાઇપેઇનું સૈન્ય તણાવ 40 વર્ષોમાં સૌથી ખરાબ છે.

તાઇવાન અમેરિકાને ફાઇટર એરક્રાફ્ટ આપવા વિનંતી કરે છે

ચીનના વધતા ખતરા વચ્ચે તાઇવાને અમેરિકાને F-16 ફાઇટર જેટ વહેલી તકે પહોંચાડવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે 2019 માં તાઈવાને અમેરિકાથી F-16 ફાઈટર જેટ ખરીદવાનો સોદો કર્યો હતો, જે લગભગ 10 વર્ષમાં પૂર્ણ થશે. ચાઇનીઝ ઉશ્કેરણી અને ધમકીને જોતા તાઇવાનને વાસ્તવિક ડિલિવરીનો સમય ઝડપી બનાવવાની અપેક્ષા છે

Most Popular

To Top