Gujarat

કાગળ પર કામ કરો, ઉબડખાબડ રસ્તા ઠીક કરો: મનપાને હાઇકોર્ટની ફટકાર

અમદાવાદમાં બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપા સામે લાલ આંખ કરતા ફટકાર લગાવી હતી કે ‘માત્ર કાગળ ઉપર કામ નહીં ચાલે, કામ રસ્તા ઉપર દેખાવું જોઈએ.’અમદાવાદમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ, રખડતા ઢોરો અને પાર્કિંગની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી અરજીની સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફટકાર લગાવી હતી.

સાથે જ કોર્ટે પ્રાથમિક અવલોકનમાં નોંધ્યું હતું કે અમદાવાદમાં ૬૦ ટકા જેટલા રસ્તાઓ ખરાબ હાલતમાં છે. માત્ર સોગંદનામુ કરી દેવાથી નહીં ચાલે. જે રસ્તાઓ છે તે રસ્તાઓ શું સરકારના અધિકારી અને કોર્પોરેશનને યોગ્ય લાગે છે ? તેની ગુણવત્તાથી અધિકારીઓ ખુશ છે, તેવો વેધક સવાલ પણ કર્યો હતો.

અરજદાર દ્વારા કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જો મનપા સત્તાવાળાઓ લોકોને સારા રસ્તા ન આપી શકતા હોય તો લોકોને ટેક્સના પૈસા પાછા આપવા જોઈએ. મેટ્રો રેલની કામગીરી ચાલે છે, ત્યાં રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે.

આ રજૂઆત સામે મનપા સત્તાવાળાઓએ એવી દલીલ કરી હતી કે મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં રોડ ખરાબ થાય તો તેની જવાબદારી કોર્પોરેશનની નથી આવતી. આથી હાઈકોર્ટે કડક વલણ અપનાવી મનપાના સત્તાવાળાઓને ટકોર કરી હતી કે મેટ્રો રેલની જ્યાં કામગીરી ચાલે છે તે રસ્તાઓ શું કોર્પોરેશનની હદમાં નથી આવતા. રસ્તા તો ઠીક કરાવવા જ પડે.

Most Popular

To Top