સુરતના ધારાસભ્ય ઝંખના પટેલની ઓફીસ પાસે જ કૂટણખાનું ઝડપાયું : મુંબઈથી કોલર્ગલ આવતી હતી…

સુરત : ધારાસભ્ય ઝંખના પટેલની (MLA Zankhna Patel) VIP રોડ પર આવેલી ઓફીસની બાજુમાંજ ઓસન નામનુ કૂટણખાનુ ઝડપાયું હતું. આ કૂટણખાનાનું ઇન્ટરીયર લાખ્ખો રૂપિયાનું હોવાનું મનાય છે. આ મામલો એટલે ચોંકાવનારો છે કેમ કે ખુદ મહિલા ધારાસભ્યની ઓફીસની બાજૂમાં જ ઓસન નામનું કૂટણખાનું ઝડપાયું છે. એન્ટી હયુમન ટ્રાફિકીંગ વિભાગ દ્વારા 6 છોકરીઓને મુકત કરાવવામાં આવી છે.

  • વીઆઇપી રોડ અને વેસુ પર 100 કરતા વધારે કૂટણખાના, આ કૂટણખાનામાં કરોડો રૂપિયાનું ઇન્ટરીયર, મુંબઇથી કોલગર્લ્સને બોલાવી હતી: 6 યુવતીઓને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવી

શુક્રવારે બપોરના અઢી વાગ્યાના સુમારે આ દરોડા કાર્યવાહી થઇ હતી. આ મામલો એટલે પણ ગંભીર છે કે ઝંખનાબેન દ્વારા વારંવાર આ મામલે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ઉમરા પોલીસનો માથાભારે ડીસ્ટાફ અને તેમાં પણ સાગર નામના હેડ કોન્સ્ટેબલની ભૂમિકા વિવાદીત માનવામાં આવે છે. આ કિસ્સામાં 6 છોકરી ઝડપાતાની સાથે જ ઉમરા ડીસ્ટાફની પોલ ખુલ્લી પડી ગઇ છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.

કૂટણખાનામાં કરોડો રૂપિયાના ઇન્ટીરીયરથી આકર્ષક બનાવાય છે

વીઆઇપી રોડ, વેસુ, ખટોદરા, ઉમરા વિસ્તારમાં સો કરતા વધારે કૂટણખાના હાલમાં સક્રિય છે. સુરત પોલીસ માટે સૌથી મોટી કલંકની વાત એ છે કે છેલ્લાં કેટલાક મહિનાઓથી અહીં હપ્તા સિસ્ટમ શરૂ થઇ ચૂકી છે. એેટલે કે દરોડા પાડવા કે નહીં પાડવા તે માટે હાલમાં 15,000થી 40,000નો કૂટણખાના દીઠ હપ્તો શરૂ થઇ ગયો હોવાની વાત પોલીસબેડામાં છે. અત્યાર સુધી સુરત પોલીસ માટે એવું કહેવાય છે કે સુરત પોલીસ ગમે તેવી હોય પણ લોહીના વેપારના નાણાં અડકતા નથી. તેમાં ઉમરા પોલીસના ડીસ્ટાફની ભૂમિકા ઉપરાંત ખટોદરા ડીસ્ટાફની ભૂમિકા ચર્ચામાં છે.

વીઆઇપી રોડ કોલગર્લ માટે થઇ રહ્યો છે બદનામ

વીઆઈપી રોડ પર પચાસ કરતા વધારે આ ઉપરાંત વેસુમાં સો કરતા વધારે કૂટણખાના સક્રિય થયા છે. તેમાં કરોડો રૂપિયાનું ઇન્ટરીયર કરીને બેરોકટોક મુંબઇથી કોલગર્લ બોલાવાઇ રહી છે. આ ઉપરાંત ખટોદરા પોલીસ અને ઉમરાપોલીસની ભૂમિકા આ મામલે શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે.

શું કહે છે ધારાસભ્ય ઝંખના પટેલ ?

ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું કે તેઓની બિલ્ડીંગમાં કૂટણખાનું ચૂપચાપ ચાલતું હતું. તેઓ દ્વારા આ મામલે વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. આ ઉપરાંત જેની શોપ છે તેને પણ આ મામલે વોર્નિંગ આપવામાં આવી હતી. આખરે તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસે 40000 સુધીનો હપ્તો નક્કી કર્યો છે.

શહેર પોલીસનો ચાલીસ હજાર સુધીનો હપ્તો આ કૂટણખાનામાં હોવાની ચર્ચા છે. તેમાં હવે પોલીસ અત્યારસુધી દારૂના હપ્તા લેતી હતી હવે લોહીના વેપારમાં મુંબઇને પાછળ પાડવા માટે સુરત પોલીસ જાણે મદદ કરતી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દરમિયાન કરોડો રૂપિયાનુ ઇન્ટરીયર કરીને ધંધો કરનારા આ દેહના વેપારીઓ જો ધારાસભ્યને ગાંઠતા ન હોય તો તેઓની પહોંચ મોટા પોલીસ અધિકારીઓ સાથે હોવાની ચર્ચા છે.

Related Posts