Vadodara

બરોડા ટેક્ષ બાર એસોશીએશનના વર્ષ 2026-2027 માટેના નવા હોદ્દેદારોની વરણી

પ્રમુખ પદે નિરંજન વૈદ્યની સર્વાનુમતે પસંદગી

(પ્રતિનિધિ), વડોદરા. તા.4

વડોદરા શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા બરોડા ટેક્ષ બાર એસોશીએશનની વર્ષ 2025-2026ની વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં રિવાઈવલ લોર્ડસ ઇન ખાતે ઉત્સાહભેર સંપન્ન થઈ હતી. આ બેઠકમાં આગામી વર્ષ 2026-2027 માટે એસોશીએશનના નવા સુકાનીઓ અને હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.

સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણય મુજબ, સંસ્થાના પ્રમુખ તરીકે નિરંજન વૈદ્યની વરણી કરવામાં આવી છે. તેમની સાથે અન્ય મહત્વના હોદ્દાઓ પર અનુભવી સભ્યોને જવાબદારી સોંપાઈ છે, જેની વિગત નીચે મુજબ છે.

  • 1) નિરંજન વૈદ્ય – પ્રમુખ
  • 2) પ્રકાશ ગાંધી – ઉપ પ્રમુખ
  • 3) લલિત શાહ – માનદ મંત્રી
  • 4) મનોજ પંચાલ – માનદ સહ મંત્રી
  • 5) મુકેશ શર્મા – ખજાનચી

વર્ષ 1951 થી કાર્યરત આ સંસ્થા ટેક્સ પ્રેક્ટિશનરો અને વ્યાપારી જગત વચ્ચે સેતુરૂપ કાર્ય કરે છે. 25-04-2026 ના રોજ મળેલી આ સભામાં તમામ હોદ્દેદારોની પસંદગી કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે કરવામાં આવી હતી. જે એસોશીએશનની એકતા અને મજબૂતી દર્શાવે છે. નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમ આગામી વર્ષ દરમિયાન કરવેરા ક્ષેત્રે આવતા ફેરફારો અને સભ્યોના હિત માટે વિવિધ કાર્યક્રમો તથા સેમિનારનું આયોજન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થાના માનદ મંત્રી લલિત શાહ દ્વારા આ નિમણૂંકો અંગેની સત્તાવાર જાહેરાત પ્રેસ નોટ દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top