સુરતઃ (Surat) સહારાદરવાજા ખાતે રહેતા કાકાએ (Uncle) તેની ભત્રીજીને (Niece) મીથુન નામના યુવક સાથે હરવા ફરવા માટે ના પાડી ઠપકો આપ્યો હતો....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડીનો (Cold) પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જશે તેવી ચેતવણી આજે હવામાન વિભાગે આપી...
વાપી: (Vapi) વાપીના યુવકને વોટ્સએપ (Whatsapp) પર મહિલા સાથે થયેલી મિત્રતા (Friendship) ભારે પડી હતી. યુવક અને મહિલા વચ્ચેના સંબંધો વધતાં આ...
નવી દિલ્હી: (New Delhi) દુનિયાની સાથે સાથે કોરોનાનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ભારતમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં આ...
પલસાણા, બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના અંચેલી અને પથરાડિયા ગામે પડાવમાં રહેતા શેરડી કાપતા મજૂરોમાં (Labor) ઝાડા-ઊલટીનો વાવર ફેલાતાં આરોગ્ય તંત્ર અને સુગર...
સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોમ્પ્લાયન્સના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતની...
નવી દિલ્હી: ભારતીય સેનાએ રવિવારે (Sunday) 1:09 મિનિટનો એક વીડિયો વાયરલ કર્યો છે જેમાં જનરલ રાવતે 1971ના યુદ્ધની 50મી વર્ષગાંઠ પર સશસ્ત્ર...
સુરત: (Surat) 2018ની કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં (Table tennis) ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમીત દેસાઈએ શનિવારે કોલકાતાની...
સુરતઃ (Surat) વેડ રોડ પર ટી.પી.ના 36 મીટર રસ્તાને ખુલ્લો કરવા રજાના દિવસે પણ ડિમોલિશન (Demolition) ચાલુ રહ્યું હતું. ભાજપના (BJP) જ...
સુરતઃ (Surat) રાજમાર્ગ (Raj Marg) પર મેટ્રો રેલના (Metro Rail) અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટે 100 વર્ષ જુની મોચીની ચાલનું ડિમોલિશન વિવાદ વચ્ચે મનપા...
સુરત: (Surat) ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ના અધિકારીઓ દ્વારા શુક્રવારે સચીન જીઆઇડીસીને (Sachin GIDC) અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)...
અમદાવાદ (Ahmedabad): મહેસાણાના(Mehsana) ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલનું (Dr. Aasha Patel) 44 વર્ષની ઉંમરે રવિવારના (Sunday) રોજ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Zydus Hospital)...
નવી દિલ્લી (New Delhi): એક બાજુ જયાં ઓમિક્રોન (Omicron) હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં એક ખુશીના સમાચાર મળી રહ્યાં છે. ઓમિક્રોનથી સંક્રમિત...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ટ્વિટર એકાઉન્ટ હેક (Hack) થયાના સમાચાર (News) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું...
સુરત: (Surat) ઓમીક્રોનની વધી રહેલી દહેશત વચ્ચે શહેરમાં કોરોનાનું સંક્રમણ (Transition) ફરીથી વધી રહ્યું છે. કોરોનાની (Corona) બીજી લહેર પૂર્ણ થતા શહેરીજનોએ...
અમદાવાદના સોલા ખાતે 1500 ખર્ચે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજિત ઉમિયાધામ મંદિર અને કેમ્પસ નો શિલાન્યાસ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો....
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર-પૂર્વના પવનને કારણે ગુજરાતમાં (Gujarat) શનિવારે ઠંડીનો (Cold) પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. શીતલહેરની અસરના કારણે હવે ગુજરાતમાં...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. સાથે જ રાજ્યમાં...
બોસ્ટન: એક વ્યાપકપણે વપરાતું સોફ્ટવેર (Software) ટૂલ – કે જે ઓનલાઇન ગેમ (Online Game) માઇનક્રાફ્ટમાં ઝડપથી વપરાતું થયું છે – તે વિશ્વભરની...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં “બાલકૃષ્ણ પોઈન્ટ” શોપિંગ કોમ્પ્લેક્સની આગળ પતરાના શેડમાં કાચી દુકાનના દસ્તાવેજમાં ઉલ્લેખ કરી સ્થળ પર બિલ્ડરે પાકી આરઆરસીની હોટલ...
નવી દિલ્હી: (Delhi) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના (Bipin Rawat) નિધન પર સમગ્ર દેશ શોક વ્યક્ત કરી...
ભરૂચ: (Bharuch) સાતપુડા વિસ્તારમાં આવેલા નેત્રંગના નાના જાબુંડા ગામે આદિવાસી ખેડૂત (Farmer) તેના મોતિયા જંગલ વગામાં આવેલા ખેતરમાં (Farm) પત્ની સાથે તુવેર...
વ્યારા: (Vyara) સોનગઢમાં બુટલેગર (Bootlegger) પોલીસની (Police) ખાનગી ગાડીને ટક્કર મારી ભાગી છૂટ્યા બાદ પીછો કરતી પોલીસને જોઈ ગાડીઓ રસ્તે મૂકી ગયા...
સાપુતારા: (Saputara) શિયાળાની (Winter) ફુલગુલાબી ઠંડીમાં (Cold) ગિરિમથક સાપુતારા સહિત ડાંગનાં પ્રાકૃતિક સ્થળોનું (Natural places) વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ છે. જેને...
સુરત: (Surat) હાલમાં ક્રિપ્ટો કરન્સી અને ઇન્ટરનેશનલ ટોકનના (Cryptocurrency and International Token) નામે રોજના એક ટકા થી ચાર ટકા વ્યાજ મેળવવાની લાલચે...
સુરત: (Surat) સમયાંતરે આકાશમાં બનતી ખગોળીય ઘટના જોવા મળે છે. ત્યારે આગામી રવિવારે (Sunday) સૂર્યાસ્ત બાદ આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશ...
સુરત: (Surat) શહેરના સિંગણપોર ખાતે એમ્બ્રોઈડરીના કારખાનેદારને (Embroidery machine) મામા-ભાણેજે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 4 લાખ રૂપિયામાં તથા તેના મિત્રને સોનાની (Gold)...
સુરત: (Surat) સુરત શહેરના તાપી નદીના (Tapi River) પ્રતિબંધિત વિસ્તારો રેતીચોરી કરનારા તત્વો ઉપર ફરી એક વખત ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી છે....
સુરત: (Surat) મુંબઇ અને સુરત આવકવેરા વિભાગની (Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત સપ્તાહે સુરતના સંગીની,...
સુરત: (Surat) શહેરના સરથાણા ખાતે એક તરફી પ્રેમમાં (Love) પાગલ બનેલા રત્નકલાકારને (Diamond Worker) યુવતીએ મચક નહીં આપતા તેના ઘરમાં ઘુસીને હાથ...
મચ્છરજન્ય રોગચાળા સામે મનપાનું અભિયાન, ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી યોજાઈ
દારૂના નશામાં ધૂત વડોદરાના યુવાનોનો હાઈવે પર હંગામો : પોલીસ સાથે ઘર્ષણ બાદ ચારની અટકાયત
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIએ આપ્યો મોટો સંકેત
‘લોકોને બસ બોલતા આવડે છે!’ માતા બન્યા બાદના દબાણ પર કિયારા અડવાણીનો આક્રોશ
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, સંવેદનશીલ જિલ્લાઓમાં એર વોર્નિંગ સિસ્ટમ
શું વિદેશ મુસાફરી સસ્તી થશે? જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો
પુતિન માનવોને ‘અમર’ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ₹2.2 લાખ કરોડ ખર્ચ કર્યા
પશ્ચિમ બંગાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ: 35 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત
‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’, NEET વિવાદ બાદ CJPના અભિજીત દિપકે યુવાનોને દિલ્હી પહોંચવા કરી અપીલ
લોહીલુહાણ હાલતમાં પણ ન હારી હિંમત : બહાદુર મહિલાએ હુમલાખોરને જ પકડી પાડી પોલીસને સોંપ્યો
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
સુરતઃ (Surat) સહારાદરવાજા ખાતે રહેતા કાકાએ (Uncle) તેની ભત્રીજીને (Niece) મીથુન નામના યુવક સાથે હરવા ફરવા માટે ના પાડી ઠપકો આપ્યો હતો. ત્યારે ભત્રીજીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને જાહેર રસ્તા પર કાકાને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં કાકાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા બાદ મહિધરપુરા પોલીસે તેમના નિવેદનના આધારે ભત્રીજી તેમજ તેના બોય ફ્રેન્ડ (Boy Friend) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર સહારાદરવાજા સ્થિત સંગમ ટેકરી પાસે 30 વર્ષીય હરકેશભાઈ સતનામ ગુપ્તા રહે છે. બે વર્ષ પહેલાં તેમના મોટા ભાઈ કેસરી સતનામ ગુપ્તાનું બે વર્ષ પહેલા નિધન થયું હતું. તેમના મોટાભાઇના પત્ની વંદનાબેન અને પુત્રી કિંજલ (નામબદલ્યું છે) (ઉ.વ.17) તથા મિત્તલ (નામબદલ્યું છે) (ઉ.વ.15) ગોડાદરા ખાતે રહે છે. હરકેશભાઈની ભત્રીજી કિંજલ સંગમ ટેકરી ખાતે એકલા રહેતા મિથુન નામના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. મીથુન પણ હરકેશની ભાભી વંદનાબેનની સાથે છેલ્લા 6 મહિનાથી રહે છે. કિંજલ મીથુનની સાથે હરતી ફરતી હોવાથી તેને મીથુન સાથે નહીં ફરવા માટે કાકાએ સમજાવી હતી. ગઈકાલે બપોરે કિંજલને ફોન કરીને ફરી એક વખત કાકા હરકેશભાઇએ તેને મીથુન સાથે નહીં ફરવા માટે સમજાવી હતી. ત્યારે ફોન પર કિંજલે તેના કાકાને જે થાય તે કરી લેવા કહ્યું હતું.
રાત્રે જમીને હરકેશભાઈ સહારા દરવાજા ગરનાળા પાસે ફૂટપાથ ઉપર ઊભા હતા. ત્યારે મોપેડ પર મિથુન અને કિંજલ આવ્યા હતાં. જેથી હરકેશે કિંજલને આ રીતે નહીં ફરવા માટે સમજાવી ઠપકો આપ્યો હતો. ત્યારે અચાનક મીથુન અને ભત્રીજી કિંજલે ચપ્પુ કાઢ્યું હતું. કિંજલે કાકા હરકેશને પેટમાં ચપ્પુ મારી દીધું હતું. મીથુને પણ પગના સાથળના ભાગે ચપ્પુ મારી દીધું હતું અને ત્યાર બાદ બંને જણા ભાગી ગયા હતા. થોડીવારમાં તેના પરિવારના સભ્યો અને મિત્રો આવી જતા હરકેશને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મહિધરપુરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.