Madhya Gujarat

કોરોના વેક્સિનનો ડોઝ સમયસર લઇ લવા અનુરોધ

ગોધરા: મોરવા હડફ ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પઆરોગ્ય રાજ્યમંત્રી   નિમિષાબેન સુથારનાં અધ્યક્ષસ્થાને  યોજાયો હતો. મોરવા હડફ સીએચસી ખાતે ટૂંક સમયમાં ડાયાલિસીસની સુવિધા કાર્યરત કરવામાં આવનાર છે. મોરવા હ઼ડફ ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને  યોજાયો હતો. કેમ્પનું ઉદઘાટન કરતા આરોગ્યમંત્રીએ  જણાવ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકા મથકોએ આપ કે દ્વાર આયુષ્માન અંતર્ગત પીએમજેએવાય-મા કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પો યોજીને 31 ઓક્ટોબર સુધી 2 કરોડથી વધુ વ્યક્તિગત કાર્ડ ઈશ્યુ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

પૈસાના અભાવે ખાનગી કે એડવાન્સ સારવાર ન મેળવી શકતા નાગરિકોના લાભાર્થે બનાવેલ મા યોજનાને આગળ વધારતા જરૂરતમંદ એવા તમામ લોકોને આવરી લેવાનાં ઉદેશ્ય સાથે કામગીરી કરવામાં આવી રહી છે અને આ યોજના લાભાર્થીઓને અનુકૂળ બનાવવા અને મહત્તમ લોકોને આવરી લેવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ આપવા, તબીબી સહિતના પગલા સરકારે લીધા છે. આજે હેલ્થ કેમ્પમાં સ્તન કેન્સરની ચકાસણી કરવાના મેમોગ્રાફી અને સર્વાઈકલ કેન્સર માટેના પેપ સ્મીયર ટેસ્ટ વિનામૂલ્યે કરવાની સુવિધા સંજીવની રથના માધ્યમથી કરવામાં આવી છે કોઈને પણ વેક્સિનના બે પૈકી જે પણ ડોઝ લેવાનાં બાકી હોય તે સમયસર લઈ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ કોરોના વોરિયર્સને સન્માનપત્રો, લાભાર્થીઓને પીએમજેએવાય-મા કાર્ડ, નિક્ષય પોષણ સહાય યોજનાના લાભાર્થીઓને રોકડ સહાયના ચેક, વિકલાંગતાના પ્રમાણપત્રો, વોકર-વ્હીલચેર, ન્યુબોર્ન બેબી કીટનું વિતરણ પણ કર્યું હતું.

Most Popular

To Top