પહેલા દીવ-દમણ “ગંદી જગ્યા” હતી. ત્યાં જનારો “બગડેલ, નાલાયક” કહેવાતો. બાપ દીકરાને ધમકાવે – “દીવનું નામ લીધું તો ઘરમાંથી કાઢી મૂકીશ!” આજે?! એ જ દીવ “મીની સ્વિત્ઝરલેન્ડ” છે! હવે ફેમિલી સાથે “સેફ સાઈડ” પીવા જાય છે. સેલ્ફી પડે, સ્ટેટસ મુકાય! “Blessed!” મહારાજ-બાપજી પણ ત્યાં “વિહાર” કરે છે! પૂછો તો કહે – “કૃષ્ણ કરે એ લીલા!” અરે, કૃષ્ણે તો છાનુંછપનું કંઈ નહોતું કર્યું. આ તો *”દિવસે ઉપદેશ, રાતે દીવ”* વાળો દંભ છે! ગુજરાતમાં પાપ, દીવમાં પુણ્ય!? દારૂ જો દુર્ગુણ છે તો દરિયો ઓળંગવાથી ગુણ ન થઈ જાય! સુરા બદનામ થઈ ગઈ, હવે તો બધા જ પીતા થઈ ગયા, દંભીઓ સેફ સાઈડમાં ઈજ્જતદાર થઈ ગયા!કાં તો દારૂનો વિરોધ છોડો, કાં દીવ જવાનું છોડો! કથની-કરણી એક કરો. ઉપરવાળો તો “સેફ સાઈડ” નો હિસાબ પણ રાખે છે! નર્યા દંભનું પૂછડું છોડો! ધર્મને સાચવો અને પકડો! સત્ય બોલો અને જીવો!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે