નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બિનજરૂરી ખર્ચમાં (expenses) કાપ મૂકવા માટે ગંભીર બની છે. ખર્ચમાં કાપ મૂકવાની કવાયતને કારણે નાણા મંત્રાલયે (Ministry of Finance)...
નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે તેમની માતા હીરાબેનને (Hirabaa) તેમના 100માં જન્મદિવસ પર મળ્યા હતા અને તેમના...
ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (UP) અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો (Video) વાઇરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ સ્તબઘ થઈ જશો. એક દંપતી હોસ્પિટલથી...
ભારતીય-અમેરિકન મહિલા રાધા આયંગર પ્લમ્બને પેન્ટાગોનમાં મોટી જવાબદારી મળી છે. તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને...
તમિલનાડુ: આમ તો સમગ્ર દેશમાં શિક્ષિત બેરોજગારીનું (Educated unemployment) પ્રમાણ ઊંચુ છે. મોટેભાગના યુવક-યુવતીઓએ યોગ્ય શિક્ષણ (Education) લીઘા પછી પણ બેરોજગારીનો સામનો...
વાંસદા: વાંસદાના (Vansada) ગંગપુર ગામે ખેડૂતો માટે સરકારી યોજનામાંથી (Yojana) બનાવવામાં આવેલા કોઢારના કામમાં કોન્ટ્રાકટરે (contractor) બેદરકારી રાખી છે, તેમજ અનેક લાભાર્થીઓના...
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં કાર્તે પરવાન ગુરુદ્વારામાં આતંકીઓએ શનિવારના રોજ હુમલો (Attack) કર્યો હતો. કર્તે પરવાન ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી...
શ્રીલંકા: શ્રીલંકા (Srilanka) તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી (Economic Crisis) પસાર થઈ રહ્યું છે. ખાદ્ય કટોકટીથી લઈને ઈંધણની (Fuel) કટોકટીનું...
અમદાવાદ: મહિલાઓ (Women) મોટેભાગે જાહેરમાં ટોઈલેટ (Toilet) જવાનું પસંદ કરતી નથી. ઘણીબઘી સમસ્યાઓ તેઓને ટોઈલેટ અંગે સતાવતી હોય છે. આ માટે ગુજરાતના...
સુરત: પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા કેટલીક મહત્વની 5 ટ્રેનો એક મહિના માટે રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી...
પટના: પટના (Patna) એરપોર્ટ (Airport) પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં (Palne) આગ (Fire) લાગવાની માહિતી મળી આવી...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) દ્વારા જાહેર કરાવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રૂ. 920 કરોડથી વધુના ખર્ચે બનેલ આ ઈન્ટીગ્રેટેડ...
રશિયાનું યુક્રેન સાથેનું યુદ્ધ યુરોપના દેશોને નડ્યું છે પણ ભારત માટે તે ફાયદાનો સોદો બની રહ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો...
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સસ્પેન્ડ (Suspend) કરાયેલા બીજેપી નેતા (BJP...
આસામ: આસામમાં (Assam) ભારે વરસાદને (Heavy Rain) કારણે નદીઓ (River) વહેતી થઈ છે અને પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે, રાજ્યના...
દોસ્તો, આપને યાદ હશે અનિરુદ્ધ બહલે સાંસદોના લાંચ કૌભાંડનું નામ ‘ઓપરેશન દુર્યોધન’ આપ્યું હતું. અખબારોમાં એક સાથે 11 સાંસદોના ફોટા છપાયા હતા....
આમ તો મનુષ્યનો જન્મ આ પૃથ્વી ઉપર એકથી સો વરસના ભાડાપટ્ટે જ હોય છે. 9 મહિનાના એડવાન્સ રેન્ટ સાથે માના પેટમાં તમારો...
વ્યારા: કુકરમુંડાના (kukarmunda) ગોકુળ ફળિયાના યુવક જગન તાપસિંગ પાડવીને લગ્નપ્રસંગમાં “કેમ બહુ નાચતો હતો અને એટિટ્યૂટ બતાવતો હતો’’ કહી ફળિયાના જ ચાર...
માતૃભાષા એ માતા સમાન છે. તે વ્યકિત, કુટુંબ અને સમાજની આગવી ઓળખ છે. આજે ગુજરાતી ભાષા દેશવિદેશમાં બોલાય છે. પરાપૂર્વથી ગુજરાતીઓએ દરિયો...
બાળમિત્રો, હવેનો યુગ એવો છે કે ભણવા સિવાય ઉધ્ધાર નથી. અત્યાર સુધી ઓછા ભણતરથી પણ જેમતેમ નોકરી મળી જતી હતી પણ કૂદકે...
નવી દિલ્હી: અગ્નિપથ (Agneepath) યોજનાને (Yoajana) લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ દરમિયાન રવિવારે ત્રણેય સેનાઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી....
એક હતી રાજકુમારી. એનું નામ હીરા. પોતે બહુ રૂપાળી. પોતાના રૂપનો એને બહુ જ અહંકાર. કોઈની વાત સાંભળે નહિ. મનમાં આવે તેમ...
ભારતીય રંગભૂમિ વાસ્તવિક રીતે, વ્યાપક રીતે, વૈવિધ્યની રીતે જોવી – સમજવી હોય તો ભરત દવેના ‘બૃહદ નાટયકોશ : ભારતીય રંગભૂમિ’નું અધ્યયન કરો....
સૌથી પહેલાં એક ડિસક્લેમર એટલે કે અસ્વીકરણ કે,– આ લેખને કહેવાતા ગૉડમેન સદગુરુના ‘માટી બચાવો’ એટલે કે ‘સેવ ધ સૉઇલ’ અભિયાન સાથે...
જ્યારથી ઇન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી એટલે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના લોકોમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય ડેની સમજ થોડી વધી ગઇ...
રાજસ્થાનનું એક કુટુંબ મુંબઇ ફરવા આવ્યું. ચોપાટીથી ચાલીને તેઓ છેક નરીમાન પોઇન્ટ સુધી ગયા. રસ્તામાં પાણીની એક પણ પરબ ન આવી. બાજુમાં...
વિશ્વના સૌથી ધનાઢય એવા ઉદ્યોગ સાહસિક એલન મસ્ક અવારનવાર સાચા – ખોટા કારણોસર સમાચારમાં ગાજતા રહે છે. નેટવર્કિંગ સોશ્યલ સાઈટ ‘ટ્વિટર’ ખરીદી...
કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા પછી માથું શરીરનું મહત્ત્વનું – શીર્ષ અંગ હોવા વિશે શંકા જાગે છતાં તેમાં રહેલી સચ્ચાઈ નકારાય એવી નથી....
યા સપ્તાહે એક અંગ્રેજી શબ્દ બહુ ચર્ચામાં હતો – ‘ફ્રિન્જ એલિમેન્ટ.’ BJPની (ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી BJPના પ્રવકતા નવીનકુમાર...
ભરૂચ: (Bharuch) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસેને “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસ (International Yog Day) તરીકે ઉજવવામાં આવે છે .ભારત સરકાર તથા રાજય સરકાર...
75 હજાર શિક્ષકો માટે એલર્ટ! સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 31 ઓગસ્ટ 2028 સુધી TET પાસ કરવી ફરજિયાત
ભારતનો દબદબો: ડેબ્યુટન્ટ માનવ સુથારે સર્જ્યો ઇતિહાસ, અફઘાનિસ્તાન 152 રનમાં ઓલઆઉટ
ગુજરાતની રાજ્યસભા ચૂંટણી : ભાજપના ચાર નવા ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરશે
કંડારીની નવીનગરીમાં તસ્કરોનો તરખાટ: 25 લાખના ઘરેણાંની ચોરીથી ખળભળાટ
સાયરન ગૂંજ્યા છતાં એમ્બ્યુલન્સને ન મળ્યો રસ્તો, દર્દીઓ અને સ્વજનોના જીવ થયા અધ્ધર
કોણ છે શ્રીરામ કૃષ્ણન? ચેન્નઈથી વ્હાઇટ હાઉસ સુધીનો સફર, ટ્રમ્પના AI સલાહકાર અને એલોન મસ્કના સહયોગી હવે પદ છોડશે
ક્યાંક પાણી માટે હાહાકાર, ક્યાંક હજારો લીટરનો બેફામ બગાડ! પૂર્વ ઝોનમાં પાલિકાની બેદરકારીથી જનતા ત્રાહિમામ
આશારામ આશ્રમની બાજુમાં 37 પરિવારો માટે નવા આવાસ સાથે ભાડા સહાયની પણ વ્યવસ્થા
વાઇબ્રન્ટ સમિટ અને વિધાનસભા ચૂંટણી પહેલાં સરકારની તૈયારી તેજ, ડઝન જેટલી નવી નીતિઓની જાહેરાતની સંભાવના
ચમારડી સબ-સેન્ટરના નબળા બાંધકામ મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી, જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ
13 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ, બાળકોના કલરવથી ગુંજશે શાળાઓ
વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસે જાગૃતિનો સંદેશ : વહેલું નિદાન અને અદ્યતન સારવારથી બ્રેઈન ટ્યુમર સામે જીત શક્ય
ગુજરાતના 16 સરહદી ગામોમાં પહોંચશે 8 સિનિયર આઈપીએસ અધિકારીઓ, સ્થાનિક પરિવારો સાથે કરશે રાત્રિ રોકાણ
ગુજરાતની NFSUનો વૈશ્વિક ડંકો: 96 દેશોના પ્રતિનિધિઓને આપી રહી છે તાલીમ, 13 કેમ્પસ સાથે વિશ્વસ્તરે વધારી રહી છે પહોંચ
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉથલ પાથલ: ક્યાંક તેજી તો ક્યાંક ઘટાડો, રોકાણકારો અને ખરીદદારો માટે મહત્વપૂર્ણ સપ્તાહ
વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું સમયની માંગ : મોઢવાડિયા
જૂની ભાટમાં આગનો કહેર: પળવારમાં ઘરવખરી ખાખ, પરિવાર પર આફતનો પહાડ
અમદાવાદમાં ‘સાયક્લોથોન’ને મેયર હિતેશ બારોટે લીલી ઝંડી આપી, 1,000થી વધુ નાગરિકો જોડાયા
7 દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય
ગુજરાતમાં રક્તપિત્ત નિર્મૂલન માટે મેગા અભિયાન શરૂ
વર્લ્ડ યોગાસનમાં ગુજરાતની હીના રાજગોરે ગોલ્ડ જીતી આગેકૂચનું કર્યું નેતૃત્વ
ઈરાન-ઇઝરાયલ યુદ્ધની આશંકાથી શેરબજારમાં ભૂકંપ: ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ધરાશાયી ઘટાડો
‘હુમલા વધશે તો બીજો દરિયાઈ માર્ગ પણ બંધ કરી દેશું’ ઇઝરાયલને ઈરાનની કડક ચેતવણી
ટ્રમ્પના વિરોધ છતાં ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા કર્યા, ચાર શહેરોમાં ભયંકર તબાહી
વણનોતાર્યા મહેમાન
ડીઝલ સંકટ:- કૃષિ ક્ષેત્રે સંકટ અને ઉકેલ
ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા કાર્યવાહી કરે તે જરૂરી
અધિકારીઓની લાંચખોરી અને જનતાની વ્યથા
LPG સિલિન્ડર ₹942 એ પહોંચ્યો, છતાં ભારત વિશ્વના સૌથી સસ્તા દેશોમાં સામેલ;પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં કેટલી છે કિંમત?
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર બિનજરૂરી ખર્ચમાં (expenses) કાપ મૂકવા માટે ગંભીર બની છે. ખર્ચમાં કાપ મૂકવાની કવાયતને કારણે નાણા મંત્રાલયે (Ministry of Finance) નોકરિયાતો માટે વટહુકમ બહાર પાડ્યો છે. નાણા મંત્રાલયે સરકારી કર્મચારીઓને કહ્યું છે કે તેઓ જે પ્રવાસના વર્ગ માટે હકદાર છે તેમાં ‘સૌથી સસ્તું ભાડું’ પસંદ કરે. ઉપરાંત જો તેઓ પ્રવાસ પર જઈ રહ્યા હોય, તો તમારી મુસાફરીની તારીખના (Date) ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા પહેલા એટલે કે 21 દિવસ અગાઉ ટિકિટ બુક કરો. એટલું જ નહીં, જો સરકારી કર્મચારીઓ કે જેઓ રજાઓમાં મુસાફરી કરવા માટે એલટીસી એટલે કે મુસાફરી ભથ્થું મેળવે છે અને જેઓ હવાઈ મુસાફરી માટે પાત્ર છે, તો તેઓએ તેમની ટિકિટ ત્રણ અઠવાડિયા અગાઉથી બુક કરાવી લેવી જોઈએ. આ આદેશોનો સત્તાવાર પત્ર ખર્ચ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
કર્મચારીઓએ મુસાફરીના દરેક તબક્કા માટે માત્ર એક જ ટિકિટ બુક કરવી જોઈએ અને જ્યારે પ્રવાસની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે બુકિંગ કરી શકાય છે. જો કે, કર્મચારીઓએ ટાળવું જોઈએ કે કોઈપણ કારણ વગર ટિકિટો કેન્સલ ન થાય. હાલમાં, સરકારી કર્મચારીઓ માત્ર ત્રણ અધિકૃત ટ્રાવેલ એજન્ટો પાસેથી જ હવાઈ ટિકિટ ખરીદી શકે છે જેમાં બોમર લોરી એન્ડ કંપની, અશોક ટ્રાવેલ એન્ડ ટુર્સ અને આઈઆરસીટીસીનો સમાવેશ થાય છે. જો મુસાફરી માટે બુકિંગ 72 કલાકથી ઓછા સમયમાં થાય છે અથવા જો મુસાફરીના 24 કલાકથી ઓછા સમયમાં ટિકિટ કેન્સલ થાય છે, તો તેના માટે કર્મચારીએ કારણ રજૂ કરવું પડશે.
માર્ગદર્શિકામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ‘કર્મચારીઓએ તેમની મુસાફરીની શ્રેણીમાં ઉપલબ્ધ સૌથી સસ્તી ફ્લાઈટ્સ પસંદ કરવી જોઈએ.’ કોઈપણ એક પ્રવાસ માટે તમામ કર્મચારીઓની ટિકિટ એક જ ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરાવવી જોઈએ અને આ બુકિંગ એજન્ટોને કોઈ ફી ચૂકવવી જોઈએ નહીં. સરકારની તિજોરી પરનો બોજ ઘટાડવા માટે, કર્મચારીઓએ સૌથી વધુ સ્પર્ધાત્મક ભાડું પસંદ કરવું જોઈએ અને તે જ 21 દિવસ અગાઉથી પસંદ કરવું જોઈએ.