Business

ડીઝલ સંકટ:- કૃષિ ક્ષેત્રે સંકટ અને ઉકેલ

ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ઈધણ માત્ર પરિવહનનું સાધન રહ્યું નથી પરંતુ તે ખેતીની જીવાદોરી બન્યુ છે. હાલના ઈરાન-ઈઝરાઈલ યુધ્ધના કારણે તેના પુરવઠા પર નિયમન મુકાયું છે વત્તા અછતની અફવાથી ખેલી ક્ષેત્ર ગંભીર સંકટ પેદા થયું છે. વળી હાલ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં રીફ વાવણીની મોસમ ચાલતી હોવાથી ડિઝલની માંગ વધી છે પરિણામે ખેડૂતને હાલ મર્યાદિત પ્રમાણમાં ડિઝલ મળતું હોવાથી ખેડૂત પાસે ટ્રેકટર હોવા છતાં તે બળદનો ઉપયોગ કરવા મજબુર બન્યો છે. આ માટે સરકારે નીચે જણાવેલ પગલાઓ લેવાવા જોઈએ.

(1) પેટ્રોલ પંપ પર ખેડૂતો માટે અલગ લાઈન બનાવી કૃષિકાર્ડ આપી સરળતાથી ઝડપથી વઝુ ડિઝલ મેળવે તેવી વ્યવસ્થા થવી જોઈએ. 2) ઈલેક્ટ્રિક ટ્રેકટર્સ ઈલેક્ટ્રિક બાઈકની માફક ટ્રેકટર્સનું ઉત્પાદન કરી તેની સરળતાથી ચાર્જિંગ થાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ. 3) ડિઝલના કાળાબજાર રોકવા પંપ પર સતત તપાસ કરતા રહી પારદર્શક વિતરણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. 4) ખેતી ઈંધણની ગુલામીમાંથી કાયમી મુક્તિ અપાવવા સોલાર પંપ અને સોલાર ઈરિગેશન સિસ્ટમ વ્યવહારમાં મૂકી તે માટેની સબસિડી વધારવી. ખેડૂત જગતનો તાત છું વળી આ ખરીદ વાવણીની મોસમ ચાલી રહી છે ત્યારે સરળતાથી, ઝડપથી પુરતુ ઈંધણ મળે તેવી વ્યવસ્થા સત્વરે હાથ ધરાય એ સૌના હિતમાં છે.
વ્યારા    – પ્રકાશ સી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top