વર્તમાન સમયના સમાચાર મુજબ દેશમાં વિકાસ મંદ પડશે અને મોંઘવારી અતિશય વધી જશે. હાલ કોઈપણ ધંધામાં તેજી નથી, દરેક ધંધા મંદા ચાલે છે. તેમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં તકલીફ વધુ છે. યાર્નના વધેલા ભાવ છતા તૈયાર કપડાના પોષણ ભાવ મળતા નથી. ભાવ ના મળતા વિવર્સોને ખોટમાં અને લાંબી ઉધારીમાં માલ વેચવા પડે છે. જો આમ જ ચાલશે તો ટેક્સ્ટાઇલ ઉદ્યોગનો મુત્યુઘંટ વાગી જશે. ખેતીવાડી પછીનો સૌથી વધુ રોજગાર આપનારો ધંધો ટેક્સટાઇલ ઉદ્યોગ છે. જો સરકાર આ ઉદ્યોગને બચાવવા યોગ્ય માર્ગદર્શન કે મદદ નહીં કરે તો ખોટમાં ચાલતો આ ઉદ્યોગ ટૂંક સમયમાં જ બંધ કરવો પડે તેવી નોબત આવી શકે છે અને ત્યારે લાખો કામદારો બેરોજગાર થાય તેવો પ્રશ્ન ઊભો થાય એમ છે. સરકાર સમયસર યોગ્ય પગલા લઈ ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા કાર્યવાહી કરે તે જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.