World

શ્રીલંકામાં ઈંધણ બચાવવા માટે સરકારે શાળા-ઓફિસ બંધ કરાવી

શ્રીલંકા: શ્રીલંકા (Srilanka) તેની આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી (Economic Crisis) પસાર થઈ રહ્યું છે. ખાદ્ય કટોકટીથી લઈને ઈંધણની (Fuel) કટોકટીનું પણ સંકટ ઘેરાયેલું છે. જેના કારણે હવે શ્રીલંકાની સરકારને ઈંધણની સમસ્યાને પહોંચી વળવા આગામી સપ્તાહથી ઓફિસો (office) અને શાળાઓ (School) બંધ (Closed) કરવાની ફરજ પડી છે. શ્રીલંકાની સરકારે આગામી સપ્તાહથી શાળાઓ અને ઓફિસો બંધ રાખવાની જાહેરાત કરી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે સોમવારથી સરકારી કર્મચારીઓ ઓફિસમાં નહીં આવે. ઈંધણની તીવ્ર અછતને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતા લોકો ઓફિસમાં કામ કરવાનું ચાલુ રાખશે. આ સિવાય નોન-ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે લાંબી રજાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.શ્રીલંકાનું કુલ વિદેશી દેવું $51 બિલિયન છે.

શ્રીલંકાના શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી કે કોલંબો શહેરમાં તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળાઓ આવતા સપ્તાહથી બંધ રહેશે અને શિક્ષકો ઑનલાઇન ભણાવશે. આ ઉપરાંત, ખાદ્ય કટોકટી ઘટાડવા માટે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સરકારી અધિકારીઓને આગામી ત્રણ મહિના સુધી દર અઠવાડિયે એક રજા આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

ઈંધણ માટે લાંબી કતારો
ઇંધણના સ્ટોકમાં તીવ્ર ઘટાડો થતાં શ્રીલંકા આયાત માટે વિદેશી હૂંડિયામણ મેળવવા માટે તીવ્ર દબાણ હેઠળ છે. તેની અસર તેની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. લોકો ઈંધણ માટે પોતાના વારાની રાહ જોતા કલાકો સુધી લાઈનોમાં ઉભા જોઈ શકાય છે.

પાવર કટના કારણે લોકોની હાલત કફોડી બની
વર્તમાન રોકડ-સંકટગ્રસ્ત સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં કંપનીઓ પર તેમના ટર્નઓવરના આધારે 2.5 ટકા સામાજિક યોગદાન કર લાદવા અને મોટાભાગના જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે શુક્રવારને રજા જાહેર કરવા સહિતના ઘણા પગલાંને મંજૂરી આપી હતી. તે જ સમયે, શ્રીલંકાના લોકોની હાલત પાવર કટના કારણે કફોડી બની રહી છે. તેઓ દરરોજ એક દિવસમાં 13 કલાકના કાપના વિનાશનો સામનો કરી રહ્યા છે. શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે દેશની 220 મિલિયન વસ્તીમાંથી લગભગ 5 મિલિયન લોકો ખોરાકની અછતથી સીધી અસર કરી શકે છે.

Most Popular

To Top