World

“રશિયન-યુક્રેનિયન નાગરિકોએ બે અઠવાડિયામાં દેશ છોડી દેવો” શ્રીલંકાએ બંને દેશોના પ્રવાસીઓને આદેશ આપ્યો

રશિયા અને યુક્રેન (Russia And Ukarain) વચ્ચેના યુદ્ધ વચ્ચે શ્રીલંકાએ (Sri lanka) મોટું પગલું ભર્યું છે. આ પગલા હેઠળ શ્રીલંકાએ રશિયા અને યુક્રેનના હજારો પ્રવાસીઓને બે સપ્તાહની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે. 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ લગભગ 3 લાખ રશિયન અને 20 હજાર યુક્રેનિયનો શ્રીલંકા પહોંચી ગયા છે. બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાના કારણે રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓને વિસ્તૃત વિઝા હેઠળ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે હવે તેઓને દેશ છોડવા કહેવામાં આવ્યું છે.

વિઝાની મુદત પૂરી થવા પર આ નિર્ણય લેવાયો છે. હાલમાં વિસ્તૃત વિઝા પર ટાપુ દેશમાં રોકાયેલા પ્રવાસીઓની સંખ્યા ઉપલબ્ધ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ઇમિગ્રેશન કંટ્રોલરે પર્યટન મંત્રાલયને નોટિસ જારી કરીને કહ્યું છે કે રશિયન અને યુક્રેનિયન પ્રવાસીઓએ 23 ફેબ્રુઆરીથી બે અઠવાડિયાની અંદર દેશ છોડવો પડશે. તેના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે.

રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ તપાસના આદેશ આપ્યા
બીજી તરફ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના કાર્યાલયે નોટિસ જારી કરીને તપાસના આદેશ આપ્યા છે. અગાઉના વિસ્તરણને રદ કરવાના કેબિનેટના નિર્ણય વિના તેમને દેશ છોડવા માટે કહેવાનો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો તેની તપાસ માટે આદેશમાં કહેવામાં આવ્યું છે.

Most Popular

To Top