Business

Lenovo એ લોન્ચ કર્યું વિશ્વનું પહેલું ટ્રાન્સપરન્ટ સ્ક્રીન લેપટોપ, ડિસ્પલેની આરપાર જોઈ શકાશે!

નવી દિલ્હી: જાણીતી લેપટોપ ઉત્પાદક કંપની લેનોવોએ (Lenovo) પારદર્શક લેપટોપ (Transparent Laptop ) લોન્ચ કરી ટેક્નોલોજીની દુનિયામાં આશ્ચર્ય સર્જયું છે. આ અદ્દભૂત લેપટોપની ડિસ્પ્લેની આરપાર જોઈ શકાય છે. કંપનીએ એમડબ્લ્યુસી 2024 ફેરના (MWC 2024) પહેલા દિવસે જ આ લેપટોપ રજૂ કરી લોકોને હેરાન કરી દીધા છે.

આ લેપટોપ 17.3 ઈંચના બેઝલ લેસ ડિસ્પ્લે સાથે આવે છે. આ ડિસ્પ્લેની આરપાર જોઈ શકાય છે. આ ડિસ્પ્લે 55 ટકા ટ્રાન્સપરન્સી સાથે લોન્ચ કરાયું છે. આ ડિવાઈસમાં માઈક્રો એલઈડી સ્ક્રીનનો ઉપયોગ કરાયો છે, જે 720 પિક્સલ રિઝોલ્યુશન સાથે આવે છે. તેનું કિબોર્ડ પણ ટ્રાન્સપરન્ટ છે.

લેનોવો કંપની અહીં જ નથી અટકી. કંપનીએ આ લેપટોપમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ કન્ટેન્ટ (AIGC) ઈન્ટિગ્રેટ કર્યું છે. આ ટેક્નોલોજીની મદદથી યુઝર્સ નેક્સ્ટ લેવલનો અનુભવ મેળવી શકશે. આ એક ખ્યાલ છે અને હજુ સુધી ખરીદી માટે ઉપલબ્ધ નથી.

આમાં માત્ર ડિસ્પ્લે જ નહીં પરંતુ કીબોર્ડ પેનલ પણ પારદર્શક છે. તેના પર ચાવીઓ લેસર વડે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તેનો ઉપયોગ સ્કેચપેડ તરીકે કરી શકાય છે, જે સ્ટાઈલસ સપોર્ટ સાથે આવે છે. જો કે, એ પણ સાચું છે કે તમને સ્ટાન્ડર્ડ કીબોર્ડની જેમ બટન દબાવવાનો અનુભવ નહીં મળે. તે સપાટ સપાટી પર ટાઇપ કરવા જેવું હશે.

આ લેપટોપમાં કેમેરો ચેસીસની ટોચ પર ફીટ કરાયો છે. આ કેમેરા AI નો ઉપયોગ કરીને ઇમેજ રેકગ્નિશન કરે છે. સોફ્ટવેરની વાત કરીએ તો તેમાં વિન્ડોઝ 11 ઓએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, અત્યાર સુધી કંપનીએ તેના હાર્ડવેર વિશે વધુ માહિતી શેર કરી નથી.

Most Popular

To Top