Vadodara

વડોદરા લોકસભાની ચૂંટણી માટે સેન્સ લેવા નિરીક્ષકોના ધામા

  • દાવેદારો અને ભાજપાના હોદ્દેદારોના અભિપ્રાય મેળવાયા
  • રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, ભાવનાબેન દવે અને ધર્મેશ શાહે પ્રક્રિયા હાથ ધરી

આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સોમવારે વડોદરા ખાતે બપોરના સમયે ત્રણ નિરીક્ષકો આવી પહોંચ્યા હતા અને તેઓએ જિલ્લા તેમજ શહેરના આગેવાનો પાસે અભિપ્રાય મેળવ્યા હતા.

લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવાર કોણ હોવો જોઈએ તે માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાતની 26 એ 26 બેઠકો ઉપર સોમવારે નિરીક્ષકો ને મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના તુરત જ બાદ રાતે નક્કી થયું અને સવારે તમામ નિરીક્ષકોને જાણ કરવામાં આવી જેના પગલે સોમવારે બપોર બાદ અભિપ્રાય લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે વડોદરા ખાતે રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા, ભાવનાબેન દવે અને ધર્મેશ શાહ જિલ્લાના આગેવાનોને સાંભળવા અને તેઓના અભિપ્રાય મેળવવા માટે પહોંચ્યા હતા. સૌ પ્રથમ જિલ્લાના આગેવાનોને સાંભળ્યા બાદ શહેરના આગેવાનોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. નિરીક્ષકો સમક્ષ ટિકિટ વાંચ્છુઓએ પોતાની દાવેદારી નોંધાવી હતી. પૂર્વ સાંસદ જયાબહેન ઠક્કર, સાંસદ રંજનબહેન ભટ્ટ, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા, મેયર, ધારાસભ્યો સહિતના આગેવાનોએ પોતાની વાત નિરીક્ષકો સમક્ષ રજુ કરી હતી
જૂથબંધી સામે આવે તેવી શક્યતા

વડોદરા ભાજપા માટે સેફ સીટ માનવામાં આવે છે ત્યારે મહત્વકાંક્ષી લોકોનું લાબું લિસ્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા પણ અચાનક જ ગોઠવી દેવામાં આવી છે જેથી કોઈને લોબિંગ કરવાનો સમય પણ ન મળે. બપોર સુધી કોઈને ખ્યાલ ન હતો કે નિરીક્ષકો આવશે. ત્યારે હવે જૂથબંધી સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ટિકિટ મેળવવા માટે હાલથી જ લોબિંગ તો શરુ થઇ જ ગયું છે પરંતુ કેટલાક ઉમેદવાર પોતાના સમર્થનમાં કેટલા લોકો છે તે દર્શાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

Most Popular

To Top