ટર્નઓવરના આંકડામાં છેડછાડ કરી ગ્લોબલ એન્ટરપ્રાઇઝે રૂ. 46 લાખનો કોન્ટ્રાક્ટ પચાવ્યો; હવે થશે બ્લેકલિસ્ટ વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ હસ્તકના અતિથિગૃહોમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ...
પ્રતિનિધિ, વડોદરા | તા. 12માંજલપુર વિસ્તારમાં બનેલી કરુણ ઘટનામાં ખુલ્લી અને ઊંડી ગટરમાં પડી જવાથી નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું દુર્ભાગ્યવશ મોત...
વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ 2025 માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉ. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં...
તંત્રનો અજીબ તર્ક: ગટરની ગંદકી વચ્ચે પેવર બ્લોકનો દેખાડો કરવા જતાં પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરો સામે જનતાનો જોરદાર વિરોધ વડોદરા: શહેરના વોર્ડ...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટી20 વર્લ્ડ કપ 2026 માં ગુરુવારે નામિબિયા સામેની મેચ પહેલા બુધવારે સાંજે યોજાયેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઇન્ડિયાના ઓપનર...
ગુજરાતમાં વીજળી ક્ષેત્રમાં ખાનગીકરણ અને પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ 2025 સામે આજે ઉર્જા કર્મચારીઓ અને અધિકારીઓએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ઓલ...
સુરત શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંતધારા હેઠળ આપવામાં આવેલી એક મિલ્કત મંજૂરીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે અન્ય કોઈ નહીં...
બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પુરું થયું છે. 13મી સંસદીય ચૂંટણી અને લોકમત માટે મતદાન પૂર્ણ થયું છે. છૂટાછવાયા બનાવો વચ્ચે ગુરુવારે...
13 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધીનો સમય અત્યંત સંવેદનશીલ : જ્યોતિષી જીગર ઠક્કરવડોદરા: વર્તમાન ગ્રહયોગોને આધારે આવનારા દિવસોમાં દેશ અને દુનિયામાં મોટી ઉથલપાથલ...
વાઘોડિયા રોડ સ્થિત કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકના કર્મચારીઓ શંકાના દાયરામાંબેંકના કર્મચારી દ્વારા ગ્રાહકને ઉડાઉ જવાબ આપ્યાનો આક્ષેપ(પ્રતિનિધિ), વડોદરા. તા.12નાગરિકો પોતાની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા...
પ્રોફિટ બતાવી વિશ્વાસ જીત્યો, રૂ.20.87 લાખ ડૂબ્યા(પ્રતિનિધિ) વડોદરા, તા.12વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના સેલ્સ મેનેજર સાથે યુએસ ડોલરમાં...
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના તાજેતરના ભાષણને લઈને રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. જોકે હવે સ્પષ્ટ થઈ ગયું...
ભારતીય વાયુસેના તેની તાકાત વધારવા માટે તૈયાર છે. આ હાંસલ કરવા માટે મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ જેટ ખરીદવાને મંજૂરી આપી...
મહિનાઓ સુધી ચાલેલી હિંસા, રસ્તા પર વિરોધ પ્રદર્શન અને રાજકીય ઉથલપાથલ પછી બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને દેશની...
ડિરેકટર આદિત્ય ધર અને રણવીર સિંધ, અક્ષય ખન્ના, સંજય દત્ત, રાકેશ બેદી અર્જુન રામપાલ, આર માધવન અભિનિત બહુવખણાયેલી અને બોકસ ઓફિસ પર...
એઆઈનો ઉપયોગ આજે સૌકોઈ કરતા થયા છે. એના ફાયદા પણ છે અને નુકસાન પણ. ભારતમાં લગભગ એક અબજ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. યુવા...
બેદરકારીથી દોડતા ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ(, શિનોર)શિનોર તાલુકાના સાધલી ગામના મેઈન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને દોડતા ટ્રેક્ટરોના...
પ્રતિનિધિ ગોધરા તા.12 ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર, ગોધરા સહિત દેશભરના આશરે 27 લાખ વીજ કર્મચારીઓ અને...
ત્રણ મહિનામાં વિઝા અપાવવાનો ખોટો વાયદો, રૂપિયા ન પરત આપતાં ફરિયાદ(પ્રતિનિધિ) વડોદરા, તા. 12વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહેતા દંપતીને યુકે અને ઓસ્ટ્રેલિયાના...
સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતા અને ‘તાલીબાની’ ઢબે અત્યાચાર કરવા માટે કૂખ્યાત બનેલા ચિરાગ ગોટીની મુશ્કેલીઓ હવે દિવસેને દિવસે વધી રહી છે.ભાગીદારની...
આરોપીઓની ધરપકડ ન થતાં પ્રશાસન–પોલીસ સામે સૂત્રોચ્ચાર, ચક્કાજામની ચીમકી(પ્રતિનિધિ) નડિયાદ, તા. 12નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત કેસમાં પાંચ...
સુરત પાલિકાની ચૂંટણી પહેલા અનેક પ્રોજેક્ટના ધડાધડ લોકાર્પણ થઈ રહ્યા છે, પરંતુ વરાછા ઝોનના વેલંજા વિસ્તારમાં એક એવો પ્રોજેક્ટ છે,જેનું મકાન તૈયાર...
હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી, આરોગ્ય સામે જોખમ(પ્રતિનિધિ) વડોદરા, તા. 12એક તરફ વડોદરા મહાનગરપાલિકા મહાશિવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખી ‘શિવજી કી સવારી’ના...
ફરજ પૂરી કરી ઘરે જતા બાઈક સ્લીપ ખાઈ, સારવાર દરમિયાન નિધન(પ્રતિનિધિ) વડોદરા, તા. 12સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD)ના...
વાહનોની સતત અવર-જવરને પરિણામે આવકમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો : રાજ્યમાં ટોલની મસમોટી કમાણી, એક જ વર્ષમાં રાજ્યના હાઈવે પરથી 5,450 કરોડની...
ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલું ભ્રૂણ ત્યજી દેવાયું, પોલીસે તપાસ શરૂ કરી(પ્રતિનિધિ) ગોધરા, તા. 12પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી...
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ અબોલ જીવોને સુરક્ષિત બહાર કાઢ્યા; સ્થાનિકોએ ટીમની કામગીરીને બિરદાવી વડોદરા: શહેરમાં અવારનવાર માનવતા મહેકી ઉઠતી હોય...
વડોદરામાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન, લેબર કોડ પાછા ખેંચવાની માંગ(પ્રતિનિધિ) વડોદરા, તા. 12કેન્દ્ર સરકારની મજૂર વિરોધી અને આર્થિક નીતિઓના વિરોધમાં આજે...
બ્રિજ મંજૂર થયો, પરંતુ ટ્રાફિકનું શું?વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી યશ કોમ્પ્લેક્ષ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર...
દેશભરમાં કામદાર હક્કોને લઈને ઉઠેલા સ્વરો આજે સુરત શહેરમાં પણ ગાજ્યા. ઓલ ઇન્ડિયા યુનાઇટેડ યુનિયન ટ્રેડ સેન્ટરના આહ્વાન પર દેશવ્યાપી હડતાળનું આયોજન...
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
ટર્નઓવરના આંકડામાં છેડછાડ કરી ગ્લોબલ એન્ટરપ્રાઇઝે રૂ. 46 લાખનો કોન્ટ્રાક્ટ પચાવ્યો; હવે થશે બ્લેકલિસ્ટ
વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ હસ્તકના અતિથિગૃહોમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે નકલી દસ્તાવેજોનો સહારો લેનાર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. પાલિકા સાથે છેતરપિંડી આચરીને ઈજારો મેળવનાર આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
વડોદરા મહાનગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ દ્વારા શહેરના કુલ 19 અતિથિગૃહો અને કોમ્યુનિટી હોલનું સંચાલન કરવામાં આવે છે. આ પૈકી 9 અતિથિગૃહોમાં ઉચ્ચ કક્ષાની સફાઈ અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી હાઉસકીપિંગની કામગીરી માટે વાર્ષિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ઈજારદારોએ ભાગ લીધો હતો અને ત્રણેય ટેકનિકલ બિડમાં ક્વોલિફાઈ થયા હતા.
ટેન્ડર પ્રક્રિયા દરમિયાન રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે બે એજન્સીઓ, ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અને માહી એન્ટરપ્રાઇઝ દ્વારા એકસમાન રૂપિયા 46,59,955 નો ભાવ રજૂ કરવામાં આવ્યો. પાલિકાના નિયમ મુજબ, જ્યારે ભાવ સરખા હોય ત્યારે છેલ્લા ત્રણ વર્ષનું જેનું વાર્ષિક ટર્નઓવર વધારે હોય તેને કામ સોંપવામાં આવે છે. ગ્લોબલ એન્ટરપ્રાઇઝ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં તેમનું ટર્નઓવર અન્ય એજન્સી કરતા વધુ હોવાનું દર્શાવતા તેમને એક વર્ષ માટે હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો.
કોન્ટ્રાક્ટ સોંપાયા બાદ તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે ગ્લોબલ એન્ટરપ્રાઇઝે ટેન્ડર સાથે જોડેલા સ્વ-પ્રમાણિત દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતિ આચરી હતી. સંસ્થાએ પોતાનું ટર્નઓવર અને નેટવર્થ વધારે બતાવવા માટે દસ્તાવેજોમાં આંકડાકીય ફેરફારો કરી ખોટા પુરાવા રજૂ કર્યા હોવાનું સપાટી પર આવ્યું હતું.