Top News

More Posts

   The Latest

Most Popular

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરા શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સવારે ઠંડક અને બપોરે ગરમી અનુભવાય રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ઠંડીનો પારો બે ડિગ્રી જેટલો ગગડ્યો છે. અઠવાડિયા બાદ ગરમી વધે તેવી આગાહી નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરા શહેરમાં મંગળવારે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 59% અને સાંજે 38% નોંધાયું હતું. વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત પલટો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો પરેશાન છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર સીધી ગુજરાતના હવામાન પર પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં વારંવાર મોટા ફેરફારો નોંધાઈ રહ્યા છે.આગામી સાત દિવસમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જોકે, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી શક્યતા છે. હાલ ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુને કારણે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસના કેસોમાં રાજ્યભરની હોસ્પિટલોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોના મતે 14 ફેબ્રુઆરી બાદ વાતાવરણમાં વધુ એક મોટો ફેરફાર આવશે. 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન અનેક પશ્ચિમ વિક્ષેપો સર્જાતા હવામાન પ્રભાવી રીતે બદલાશે.

To Top