નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) ગુરુવારે બ્રહ્મોસ (Brahmos) એર લોંચ મિસાઈલના (Air Launch Missile) અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ (Test) કર્યું....
નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની (Pharmaceutical Company) મેરિયન બાયોટેકે (Marion Biotech) ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપ (Cough Syrup) પીવાથી 18 બાળકોના મોતના સંબંધમાં...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ખાતે આગામી ત્રણ માહીનો સુધી ચાલનારા પ્રમુખસ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) વિવિધ આકર્ષણો (Attractions) ઉભા કરવામાં...
પંજાબ: ગુપ્તચર એજન્સીઓએ નવા વર્ષ પર પંજાબ (Punjab)માં આતંકવાદી હુમલા (terrorist attacks) નું એલર્ટ (Alert) જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એલર્ટમાં...
અમદાવાદ: નર્મદા (Narmada) જિલ્લાના એકતાનગર કેવડીયામાં સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ (Statue of Unity) જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટિની...
કેરળ: નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) આજે કેરળ (Kerala) માં આતંકવાદી ષડયંત્ર અને ટેરર ફંડિંગના સંબંધમાં અનેક સ્થળોએ દરોડા (Raid) પાડ્યા હતા. પ્રતિબંધિત...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media) પર ફ્લાઇટની (Flight) અંદર મારમારીનો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, બેંગકોકથી (Bangkok) ભારત (India)...
કોરોના કેવું કેવું શીખવે છે!હોટલ સ્ટાફ ‘ફાનસ ડાઇનિંગ એક્સપિરિયન્સ’ દર્શાવે છે, જે જાપાનના ટોક્યોમાં કોરોનાવાયરસના ફેલાવા સામે પોતાને બચાવવાની સાથે જમનારાઓને ભોજનનો...
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ના BF.7 વેરિઅન્ટના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર (Central Government) એલર્ટ (Alert) મોડમાં છે. સરકારે ચીન સહિત...
ચીનમાં લોકડાઉન અને જિનપિંગ સામે વિરોધ અને કોરોનાને લીધે ફરી દુનિયાનો જીવ અદ્ધરચીન અત્યાર સુધી ઝીરો કોવિડ નીતિ અપનાવતું અને એકાદ કેસમાં...
યુક્રેન: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના રાષ્ટ્રપતિના એક સલાહકારે દાવો કર્યો છે કે...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ભ્રષ્ટાચારથી ખદબદે છે. દરેક વિભાગમાં નીચેથી લઈને ઉપર સુધી લોલમ લોલ અને પોલમ પોલ ચાલી રહી છે. રોડ,...
વડોદરા: 31 ડિસેમ્બરે દારૂની છોળો ઉડાવવા માટે બહારથી જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસે બૂટલેગરની દરેક તરકીબો પર પાણી ફેરવી...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની બિલ્ડીંગોમાં નવીન ઈલેક્ટ્રીફીકેશન તથા નિભાવણી કરવા માટે રૂપિયા એક કરોડની મર્યાદામાં વાર્ષિક ઈજારો કરવાના કામે લોએસ્ટ ઇજારદારનું...
વડોદરા: શહેર ટ્રાફિક પોલીસમાં 400 ટ્રાફિક પોલીસ જવાનો તગડો પગાર લેતા હોવા છતાં પોતાની ફરજથી કેમ દૂર ભાગી રહ્યા છે. તે સમજાતું...
નડિયાદ,: ખેડા જિલ્લામાં કોરોનાના પ્રથમ કેસની એન્ટ્રી થઈ છે. સંભવિત કોરોનાની ચોથી લહેરથી બચવા સરકારે એક તરફ તૈયારીઓ આરંભી દીધી છે, તેવામાં...
આણંદ : ઠાસરા તાલુકાના નવાકુવા ગામમાં રહેતી પરિણીતાના પતિનું મૃત્યુ એક વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી થયું હતું. આથી, તે બે સંતાનો સાથે...
નડિયાદ: ખેડા જિલ્લામાં ભ્રષ્ટ નેતાઓ તેમજ અધિકારીઓના સીધા આશીર્વાદથી સરકારી જમીનો પચાવી પાડનાર ભુમાફિયાઓ બેફામ બન્યાં છે. ત્યારે ખેડા તાલુકાના કનેરા ગામની...
નવી દિલ્હી: દેશના ટોપ બિઝનેસમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘરે હાલ જશન્નો માહોલ જોવા મળી રહ્યો છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા...
એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવાન પ્રેમમાં પડે ત્યારે ઘણા બધા જટિલ પ્રશ્નો પેદા થતા હોય છે. આખા દેશમાં જ્યારે લવ જિહાદનો...
મેડિકલ સાયન્સ કહે છે કે જીભ પરના ઘાવ જલ્દી રૂઝાઈ જાય છે,જ્યારે મૂલ્ય વિજ્ઞાન કહે છે કે જીભ દ્વારા લાગેલા ઘાવ કાયમી...
આજકાલ નાની નાની વાતમાં છુટ્ટા હાથની મારામારી, ગાળાગાળી કરતાં દૃશ્યો જોવા મળે છે. સી.સી. ટી.વી.કેમેરામાં કેદ દૃશ્યો જુઓ તો મારામારી સમયે હાથવગું...
‘સુરત’સદીઓ થી એક શહેર તરીકેજ ઓળખાય છે.સુરત પહેલા ગામ હતું એવું ધ્યાને નથી.અસ્સલ સુરત એટલે કોટ વિસ્તારમાં જ ફેલાયલું હતું.સુરત એટલે ‘નર્મદ’...
આજકાલ મોસમ છે વેકેશનની. બધા વેકેશન મોડમાં છે અને ક્યાંક ને કયાંક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.રાજ અને નિશાએ પણ મિત્રો...
વિશ્વના મોટા ભાગના ધર્મ ઓછેવત્તે અંશે જૂનાપુરાણા છે. એમ કહેવાય છે કે તમામ ધર્મોનો સાર એક જ છે અને એ છે માનવકલ્યાણનો....
વર્તમાન યુગના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને તેમના ટીકાકારોને સુખદ આંચકો આપ્યો છે અને શાસકોને ઝટકો આપ્યો છે. અમિતાભ બચ્ચન અને આવું...
દુનિયામાં ગ્લોબલ વોર્મિંગને કારણે ક્લાઈમેટ ચેન્જની ધીરેધીરે ગંભીર અસરો થઈ રહી છે. અગાઉ ગરમીએ વિદેશોમાં કેર વર્તાવ્યો હતો અને હવે ઠંડી મારી...
રશિયા-યુક્રેન યુદ્ધઆ વર્ષે ફેબ્રુઆરીમાં 21મી સદીમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તેવું બન્યું હતું. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું...
પાકિસ્તાન: પાકિસ્તાન (Pakistan) માં એક હિંદુ (Hindu) મહિલા (Women) ની ક્રુરતા પૂર્વક હત્યા (Murder) ની ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની (Australia) ટીમે દક્ષિણ આફ્રિકાને (South Africa) તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં (Test series) કારમી હાર આપી છે. ત્રણ ટેસ્ટ...
ગુજરાતમાં ત્રણ બેઠકો પર ફરીથી ચૂંટણી: ઉમેદવારોના નિધનને કારણે પ્રક્રિયા મોકૂફ બાદ નવો કાર્યક્રમ જાહેર
સંખેડા તાલુકામાં ભગવો, જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો ભાજપે જીતી
કરમસદ – આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ 2માં ભાજપની પેનલનો વિજય
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપને 7 વોર્ડમાં જીત, વોર્ડ નં.16માં કોંગ્રેસ આગળ
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો
જીવનનું સૌથી મોટું રિસ્ક
દેખ તેરે સંસારકી હાલત..!
ઉચ્ચ શિક્ષણમાં નવી નીતિના નામે મૂલ્યાંકન કે ધોરણોનું અવમૂલ્યન
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
ફોકલેન્ડ ટાપુના મામલે અમેરિકા હવે આર્જેન્ટિનાને ટેકો આપશે?
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
દક્ષિણ ગુજરાતના ચૂંટણી પરિણામો
શિક્ષક શિક્ષણનો શિલ્પી કે સરકારી કામનો ‘મલ્ટીટાસ્કર’?
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પ્રજા હવે ક્યાં નેતા પર વિશ્વાસ કરશે?
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
લીડર જે હોય નીડર
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
યુધ્ધ એક કરૂણતા
એસ.એમ.સી. ની ત્રીજી શ્રેણી કલાર્ક ભરતી
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
ઈરાને ગલ્ફના ડેટા સેન્ટરો પર ત્રાટકીને અમેરિકાના મિત્રદેશોની કમ્મર તોડી નાખી છે
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) ગુરુવારે બ્રહ્મોસ (Brahmos) એર લોંચ મિસાઈલના (Air Launch Missile) અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ (Test) કર્યું. તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ છે. રક્ષા અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઈલનું પરીક્ષણ સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.આ મિસાઈલના સફળ પરીક્ષણ અંગે સેનાના અધિકારી સૂત્રોએ કહ્યું હતું કે, સુખોઈ એસયુ-30 ફાઈટર એરક્રાફ્ટથી છોડવામાં આવી હતી અને તેણે ચોક્કસ નિશાન પર નિશાન સાધ્યું હતું. અધિકારીએ કહ્યું કે તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું.
મિસાઈલે પરિક્ષણ દરમિયાન ટાર્ગેટ જહાજને નષ્ટ કરી દીધું હતું
વધુમાં અધિકારીઓએ એ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 એમકેઆઈથી બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ એન્ટી શિપ વેરિઅન્ટ હતી. એટલે કે સુખોઈથી આ મિસાઈલ ફાયર કરીને દુશ્મનના યુદ્ધ જહાજોને ડૂબાડી શકાય છે. મિસાઈલે પરિક્ષણ દરમિયાન ટાર્ગેટ જહાજને નષ્ટ કરી દીધું હતું. આ મિસાઈલની રેન્જ 400 કિમી છે.
બ્રહ્મોસના આ સંસ્કરણ સાથે સુખોઈની ફાયરપાવર વધી છે
આ પરીક્ષણ સાથે ભારતીય વાયુસેનાએ સુખોઈ ફાઈટર જેટ સાથે જમીન અથવા સમુદ્ર પર લાંબા અંતરના લક્ષ્યોને નિશાન બનાવવાની ફાયરપાવર મેળવી લીધી છે. ચોકસાઇ પ્રહાર કરવાની ક્ષમતા વધી છે. પરીક્ષણમાં ભારતીય વાયુસેનાની સાથે DRDO, ભારતીય નૌકાદળ, BAPL અને HAL સામેલ હતા. બ્રહ્મોસના આ સંસ્કરણ સાથે સુખોઈની ફાયરપાવર વધી છે.
બ્રહ્મોસ મિસાઇલ વડે આ જ ફાઇટર જેટથી જીવંત ફાયરિંગ કરવામાં આવ્યું
એટલે કે ફાઈટર જેટ દ્વારા સમુદ્રમાં 400 કિલોમીટર દૂર સ્થિત દુશ્મનના યુદ્ધ જહાજને નષ્ટ કરી શકાય છે. એટલે કે આપણા ફાઈટર જેટ્સ હવામાં રહીને આટલા દૂરથી દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે. થોડા મહિના પહેલા ભારતીય નૌકાદળના નિષ્ક્રિય જહાજ પર બ્રહ્મોસ મિસાઇલ વડે આ જ ફાઇટર જેટથી જીવંત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મિસાઈલે જહાજમાં મોટા મોટા છેદ કરી દીધા હતા.
સુખોઇ-30 એમકે-1 ફાઇટર એરક્રાફ્ટમાં સફળતાપૂર્વક પરીક્ષણ
ભારત સરકાર તેની વ્યૂહાત્મક મિસાઈલોની શ્રેણી વધારી રહી છે. બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલો ભારતીય વાયુસેનાના 40 સુખોઇ-30 MKI ફાઇટર જેટ પર તૈનાત છે. ગયા વર્ષે 8 ડિસેમ્બર 2021ના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું વાયુસેનાના સુખોઇ-30 એમકે-1 ફાઇટર એરક્રાફ્ટમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને દેશમાં સંપૂર્ણ રીતે વિકસિત કરવામાં આવી છે. આમાં રામજેટ એન્જિન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેની ઝડપ અને ચોકસાઈ વધુ ઘાતક બની જાય છે.