કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને વિકાસના પંથે દોરી જનાર નેતા નીડર હોય એ અત્યંત જરૂરી છે. આત્મશ્રદ્ધા અને ઈશશ્રદ્ધાથી ભરપૂર એવા લીડરને અનુસરવા માનવ મહેરામણનું પૂર આવે એ સહજ છે. જ્ઞાનવર્ધક સાહિત્યરસના સીંચનથી સ્વયંને સજ્જ કરનાર લીડર જયારે નેતૃત્વ પૂરું પાડે ત્યારે તેનો ચિરંજીવ પ્રભાવ સમગ્ર વિશ્વ ઉપર પડયા વિના રહેતો નથી. એટલું જ નહિ, એક સફળ લીડર દીર્ઘદ્રષ્ટા હોઈ પોતાના જેવા કેટલાંયે કાર્યદક્ષ અને કુશળ નેતાઓનું નિર્માણ કરી વિશ્વને અમૂલ્ય યોગદાન આપ્યા બાદ પૃથ્વી ઉપરથી વિદાય લે છે કે જેથી આવનારી ભાવિ પેઢીઓને માર્ગદર્શન મળતું રહે.
સુરત – દિપ્તી ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.