Vadodara

સ્માર્ટ સીટીમાં દેશી પધ્ધતિથી પુરાતી હાજરી

વડોદરા: વડોદરા મહાનગર પાલિકા ભ્રષ્ટાચારથી ખદબદે છે. દરેક વિભાગમાં નીચેથી લઈને ઉપર સુધી લોલમ લોલ અને પોલમ પોલ ચાલી રહી છે. રોડ, રસ્તા, પાણી, ગટર, તળાવના કામોમાં અધિકારીઓ નેતાઓ અને કોન્ટ્રાકટરના મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. સ્માર્ટ સીટીમાં સ્માર્ટ અધિકારીઓ દ્વારા સ્માર્ટ કાગળો પર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. મહાનગર પાલિકા ના સફાઈ સેવક વિભાગ મા ડમી સફાઈ કામદારો નું મોટુ કૌભાંડ સપાટી પર આવે તે પહેલા હાજરી કૌભાંડ સપાટી પર આવ્યું છે. આવા કૌભાંડો અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાકરો ની મીલીભગત થી થતા હોવાનું કહેવાય છે. વડોદરા મહાનગર પાલિકામા લગભગ બઘું ડિજિટલ જોવા મળે છે નાગરિકો ઓનલાઇન વેરા બીલ ભરતા થયા છે.

ફરીયાદો, અરજી, ટેન્ડરો સહિત ની સેવાઓ ઓનલાઇન થઇ છે. વડોદરા મહાનગર પાલિકા મા ચાલતા ભ્રસ્ટાચાર છાસવારે પ્રકાશ મા આવતા હોય છે આવા ભ્રસ્ટાચાર ના કારણે નિસ્ઠાવાન અધિકારીઓ, નેતાઓ ની છબી ખરડાય છે. જેના કારણે તંત્ર ઉપર થી પ્રજા નો ભરોસો ઉઠી જતો હોય છે. દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ ડિજિટલ ઇન્ડિયા ની વાત કરે છે. પાલિકામાં હાજરીની પોલમ પોલ બહાર આવી છે.

વડોદરા મહાનગર પાલિકા ના પોતાનાજ વિભાગમા 1500 થી વધારે કર્મચારીઓ ની હાજરી પુરવા માટે આ જે બે મશીનો જયારે કાર્યરત હતા ત્યારે આ મશીનો એવી જગ્યાએ મુકવામા આવેલા છે કે કોઈપણ કર્મચારી ગમે ત્યારે હાજરી પુરી ને બારોબાર પાલિકા ના દાદરા ઉતરી જાય તો કોઈ ને ખબર ન પડે. અત્યારે પણ ચોપડા મા હાજરી પુરાય છે. તેમાં પણ કૌભાંડ ચાલતું હોવાનું કહેવાય છે. તો મારી હાજરી પુરી દેવી. એટલે કોઈ ના નામે બીજો કર્મચારી હાજરી પુરી જતો હોવાનું કૌભાંડ ચાલતું જોવા મળે છે. પાલિકા ના સારા કર્મચારીઓ નું કહેવું છે કે પાલિકા મા પોત પોતાની ઓફિસ માંજ ફેસ મશીન હોવા જરૂરી છે ગુલ્લેબાજ ને પકડવા સીસીટીવી મા રોજ તપાસ કરવી જરૂરી છે.

બધા જ મશીનો ચાલુ છે તેનું રટણ
સ્માર્ટ સિટી વડોદરા ની જવાબદારી જે સરકારી બાબુ ના શિરે છે એવા વડોદરા મહાનગર પાલિકા ના આઈ ટી વિભાગ ના ડાયરેક્ટર મનીષ ભટ્ટે એવું જણાવ્યું હતું કે પાલિકા મા તમામ ફેસ રીડીગ થાય તેવા હાજરી મશીન ચાલુ છે. જયારે વડોદરા પાલિકા ના ડેપ્યુટી કમિશનર કહે છે કે કોઈ ડિજિટલ મશીન ચાલુ નથી.આમાં સાચું કોણ અને ખોટું કોણ?? એ તો કમિશનર આઇટી વિભાગ ને પૂછે તો ખબર પડે. મતલબ કે હાજરી મામલે મશીન મામલે મોટો ગોટાળો હોવાની આશંકા ને નકારી શકાય નહીં.
મનીષ ભટ્ટ, આઈ.ટી.વિભાગ

હાજરી મેન્યુઅલ રજીસ્ટરથી પુરાય છે
વડોદરા મહાનગર પાલિકામા ડિજિટલ હાજરી મામલે વડોદરા પાલિકા ના ડેપ્યુટી કમિશનર એચ જે પ્રજાપતિ એ જણાવ્યું હતું કે હાલ ના તબ્બકે વડી કચેરી મા ડીજીટલ હાજરી પૂરાતી નથી મેન્યુલ રજીસ્ટર થી હાજરી પુરવા મા આવે છે. ટૂંક સમય મા ડેટા એકઠા કરી ને ડિજિટલ હાજરી શરૂ કરવામાં આવશે હાલ કોઈ ડિજિટલ મશીન ચાલુ નથી.
-એચ.જે.પ્રજાપતિ, પાલિકાના ડેપ્યુટી કમિશનર

Most Popular

To Top