Vadodara

ગાજરની આડમાં લઇ જવાતો 3.47 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા: 31 ડિસેમ્બરે દારૂની છોળો ઉડાવવા માટે બહારથી જથ્થો શહેરમાં ઘુસાડવામાં આવી રહ્યો છે પરંતુ પોલીસે બૂટલેગરની દરેક તરકીબો પર પાણી ફેરવી રહી છે. અંકોડિયાથી સેવાસી તરફથી આવતી બોલેરો રોકડા ચાલકે દોડાવી હતી પરંતુ પોલીસે તેને ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક મૂકી ભાગી ગયો હતો. તપાસ કરતા ગાજરની આડમાં દારૂનો જથ્થો લઇ જવાતો હતો. તાલુકા પોલીસે 1700 જેટલી દારૂની બોટલ રૂ.3.47 લાખ અને બોલેરો ગાડી રૂ. 7 લાખ મળી કુલ 10.47 લાખનો મુદ્દામાલ કબજે લઇને ચાલકની શોધખોળ હાથ ધરી છે.

31 ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલગેર મોટી સંખ્યામાં દારૂ શહેરમાં ઘુસાડી રહ્યા છે. પરંતુ બૂટલેગરોની દારૂ ઘુસાડવાની દરેક ચાલ પર પોલીસની પાણી ફેરવી રહી છે. તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ સ્ટાફ સાથે પોલોસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પિકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અંકોડિયાથી સેવાસી તરફ આવવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેથી સ્ટાફે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ખાનપુર ગામની સીમમાં રોડની બાજુમાં આવેલા સાંઇસુધા લોન્સ નામના ફાર્મના ગેટની સામે ગાડી મૂકી અંધારામાં ભાગી ગયો હતો.

પોલીસે ગાડીમાં જઇને તપાસ કરતા ગાડીમાં ગાજર ભરેલા પ્લાસ્ટિકના પોટલાની નીચે દારૂના બોક્સ સંતાડી રાખ્યા હતા. પેટીઓના બહાર કાઢી ચેક કરતા તેમાંથી 1700 દારૂની બોટલ કિંમત રૂ. 3.47 લાખ અને બોલેરો પિકઅપ રૂ. 7 લાખ મળી 10.47 લાખના મુદ્દામાલ કબજે લઇને ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

વાઘોડિયા રોડ વિસ્તારમાંથી 1.35 લાખના દારૂ સાથે એક શખ્સ પકડાયો
પાણીગેટ પોલીસે વાઘોડિયા રોડ પર ઉકાજીના વાડિયા પાસે, પરશુરામ ગાર્ડન પાસેથી એક ફોર વ્હીલ ગાડીમાં વિદેશી દારૂ ભરેલો છે. જેના આધારે પીઆઇ એસ એ ગોહિલ સહિતની ટીમે બાતમી મુજબ સ્થળ પર દરોડો પાડીને રૂ.1.20 લાખ તથા ફોર વ્હીલ ગાડી રૂ. 5 લાખ મળી કુલ 6.20 લાખનો મુદ્દામાલ કબજે લઇને દેવેશ ઉર્ફે શીવમ વિનોદ કહાર (રહે, સ્લમ ક્વાટર્સ નાલંદ પાણીની ટાંકી પાસે વાઘોડિયા રોડ)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય બે જણા અજય અલ્પેશ પટેલ અને કમલેશ ઉર્ફે ચકલી દિનેશ રાજપૂત (બંન રહે, ઉકાજીનું વાડિયું વાઘોડિયા રોડ)ને વોન્ટેડ જાહેર કરે તેમની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે પણ વાઘોડિયા રોડ પર વૈકુઠ 1 પાસેના ગજાનંદ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાંથી મોપેડ પર મુકેલી થેલીમાં તપાસ કરતા રૂ.15 હજારની 36 બોટલ મળી હતી. જેથી એક્ટિવા અને દારૂ મળી 30 હજારનો મુદ્દામાલ કબજે કરી પાણીગેટ પોલીસને સોંપ્યો છે.

Most Popular

To Top