2016માં એસ.એમ.સી. દ્વારા ત્રીજી શ્રેણી કલાર્કની ભરતી જાહેરાત બહાર પાડી હતી પછી 10 વર્ષ બાદ આ જાહેરાત પ્રસિધ્ધ થઇ છે પરંતુ આ જાહેરાત બહાર પાડતાં પહેલાં આ અંગેનો સત્તાધીશો દ્વારા કોઇ સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવ્યો જ નથી. કારણ કે 2016ની બધી ટર્મ કન્ડીશન કોપી પેસ્ટ કરી છે. સામાન્ય રીતે 10 વર્ષપછી જાહેરાત બહાર પાડે તો પ્રથમ તો ઉંમરમર્યાદામાં 5 થી 7 વર્ષનો વધારો કરવો જોઇએ. બીજું કે કુલ 717 જગ્યામાંથી જનરલ કેટેગરીનાં ઉમેદવારોને માત્ર 198 જગ્યા ફાળવી છે જે પૂરેપૂરો અન્યાય અને અયોગ્ય નીતિનાં દર્શન થાય છે. આ અંગે સત્તાધીશોએ ફરી વિચારી સુધારા સાથે નોટીફીકેશન બહાર પાડવું તેમની જવાબદારી ફરજ છે.
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.