હાલમાં જ યુધ્ધ ચાલી રહ્યું છે તે દુનિયા માટે કપરો સમય આપવાની નિશાની છે. આધુનિક ટેકનોલોજીને લીધે વિશ્વમાં યુધ્ધની સ્થિતિ વણસી છે. આવતી કાલથી દુનિયાનું ભવિષ્ય યુવા પેઢી છે. જો યુવાનો એક પળ એક યુધ્ધમાં હોમાતા જશે અને શહીદ થતા રહેશે તો ભવિષ્યમાં શાંતિનો ચહેરો ભૂંસાતો જશે. આ બધા દેશો વચ્ચે રાજકારણ છે. અહંકાર છે અને શકિત પ્રદર્શન છે પરંતુ આ બધાની વચ્ચે ખોવાયું છે એ છે સામાન્ય માણસનું જીવન. એક તરફ મિસાઇલ તો બીજી તરફ પ્રાર્થના છે. એક તરફ બોંબ છે તો બીજી તરફ માતા બેનોની આંખમાંથી વહેતો અશ્રુધોધ છે. આપણે તો ફકત ભગવાનને પ્રાર્થના જ કરી શકીએ કે હવે આ યુધ્ધનો અંત લાવે અને વિશ્વ આખુ શાંતિથી સહકારથી જીવે. યુધ્ધથી ખાનાખરાબી અને તારાજી સિવાય કશું જ મળવાનું નથી. વળી પ્રજાની હેરાગતિમાં ઉમેરો થશે. દરેક વસ્તુના અભાવો અને ભાવવધારાથી વિશેષ કાંઇ નથી મળવાનું.
સુરત – શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.