Gujarat

પ્રમુખસ્વામી નગરમાં બનેલી આ ખાસ 9 મુદ્રાઓનું અનેરું આકર્ષણ: જેનું બાપા સાથે ખાસ કનેક્શન

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) ખાતે આગામી ત્રણ માહીનો સુધી ચાલનારા પ્રમુખસ્વામી (Pramukh Swami) શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) વિવિધ આકર્ષણો (Attractions) ઉભા કરવામાં આવ્યાં છે. તે પૈકીનું એક આકર્ષણ એટલે વાંસમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રમુખસ્વામીના જીવનનો સંદેશ આપતી વિવિધ 9 મુદ્રાઓ. જેને જોઈને કોઈપણ વ્યક્તિની આંખો ઠરે છે અને હરિ ભકતોને અનેરી આધ્યાત્મિકતાનો મનમાં સંચાર થાય સાથે-સાથે બાપાના મધૂર સ્મરણો પણ આ મુદ્રાઓને જોઈ ને યાદ આવી જાય. ત્યારે આ તમામ મુદ્રાઓ બનાવવાના વિચારથી લઈને તેના માટે આસામથી વાંસ મંગાવવા તથાં બંગાળથી કુશળ કારીગરોનો સંપર્ક કરવા સુધીની માહિતી સાળંગપુર BAPS મંદિરના સાધુ જ્ઞાન નયનદાસ સ્વામી આપી હતી.

સાદગીના પ્રતિકરૂપે વાંસની પસંદગી થઈ હતી
બાપા સાદગીના ખુબ જ આગ્રહી હતા તેવું સાધુ જ્ઞાન નયનદાસ સ્વામીએ જણાવ્યું હતું. વધુ માહિતી આપતા કહ્યું હતું કે, અમારા વરિષ્ઠ સંતોની એક સમિતિ છે. એમણે ચર્ચા કરી કે સ્વામીબાપાનું જીવન એકદમ સાદું અને સરળ હતું એટલે સાદગીના પ્રતિક રૂપે વાંસની પસંદગી કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ આટલી મોટી સંસ્થાના પ્રમુખ હતાં દેશ વિદેશમાં તેમનું કાર્ય હતું. તેમ છતાં પણ બે જોડી વસ્ત્રોથી જીવનભર ચલાવ્યું છે. એક નાની સરખી ડાયરી પણ તેમની પાસે નહોતી રાખતાં. એટલે તેમની સાદગી ભર્યા જીવનના પ્રતિક રૂપે આ વાંસની મુદ્રાઓને અહીં રાખવામાં આવી છે.જેના માટે સામાન્ય અને સુલબ એવું વાસ એ એક સાદગીનું પ્રતીક સૌ બની ગયું છે.

‘આસામ સરકારે ગુંથણી થઈ શકે તેવા વાંસની ભેટ આપી’
આ મુદ્રા માટે ખાસ ગુંથણી થઈ શકે તે પ્રકારનો આ વાંસ આસામમાં મળે છે. BAPSના સંતો જ્યારે આસામમાં ગયા હતા ત્યારે આસામની સરકારે ખાસ પ્રકારના આ વાંસની ભેટ આપી હતી. જે બાદ આ વાંસમાંથી બંગાળના હરિભક્તોએ 6 મહિનાની મહેનત બાદ પ્રમુખસ્વામી મહારાજના જીવનસંદેશ રૂપે 9 મુદ્રાઓ તૈયાર કરી છે. એક પ્રતિમા તૈયાર થતાં કારીગરોને લગભગ 20 દિવસ જેટલો સમય લાગ્યો હતો.આ ઉપરાંત નગરમાં વિવિધ જગ્યાએ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે લગભગ 100 જેટલા બંગાળી હરિભક્તોએ આ વાંસની મુદ્રાઓ અને વિવિધ વસ્તુઓ તૈયાર કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજના જીવનનો ઉદ્દેશ્ય હતો કે ભજન કરવું અને લોકોને કરાવવું. એટલે તેઓ હંમેશા પોતાની સાથે માળા રાખતાં હતા અને જ્યારે પણ સમય મળે એટલે માળા કરતાં હતા. તેમના જીવનનો આ સંદેશ લોકો સુધી પહોંચે એ માટે શતાબ્દી મહોત્સવના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે તેમની માળા કરતી મુદ્રા મુકાઈ છે.

Most Popular

To Top