સુરત : ખૂબ ઓછા વર્ષોમાં સિન્થેટિક કે, લેબગ્રોન (Lab Grown Diamond) રફ ડાયમંડનાં ઉત્પાદનમાં ભારતની(India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં અમેરિકા...
કર્ણાટક: કર્ણાટક (Karnataka) ના રાયચુરમાં ઝિકા વાયરસ (Zika virus) નો પહેલો કેસ (Case) સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું...
ગાંધીનગર: ગુજરાતના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel) શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના...
સુરત(Surat): મહિધરપુરામાં (Mahidharpura) ગણતરીની મિનીટોમાં ચારથી પાંચ જેટલા ઇસમો ધરમ એમ્પાયરમાં તાળું તોડીને અભેદ્ય સિક્યુરિટીને પણ બીટ કરીને 5.80 લાખનો પિન્ક ડાયમંડ...
સુરત (Surat): રાંદેર વિસ્તારમાં પ્રસૂતાને ડિલિવરી (Delivery) માટે રિક્ષામાં (Auto Rikshaw) હોસ્પિટલ (Hospital) લઈ જવાતી હતી, તે જ સમયે પ્રસૂતાને દુખાવો વધતાં...
નવી દિલ્હી 13 ડિસેમ્બર 2001નો એ દિવસ, દિલ્હીનો આહલાદક શિયાળો. દિવસમાં સુસ્ત તડકો. બધું સામાન્ય રીતે ચાલતું હતું. તે સમયે દિલ્હીમાં દેશભરમાંથી નેતાઓ એકઠા થયા...
સુરત: એક સમયે કૌભાંડનું ઘર બની ગયેલા સુરત મનપાના (SMC) સ્ટ્રીટ લાઇટ (Street Light) વિભાગમાં એસીબીએ ગાળિયો કસતાં એક કાર્યપાલક ઇજનેર સહિત...
પટના: રાષ્ટ્રીય જનતા દળના (RJD) સંરક્ષક અને બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની (Former CM Lalu Yadav) કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) બાદ તેમની...
સુરત (Surat) : ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ તે માત્ર કાગળ પર જ છે. બધા જ જાણે છે કે ગુજરાતમાં દારૂ...
નવી દિલ્હી: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે આજે સંસદમાં વિપક્ષે કેન્દ્ર સરકારને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જ્યારે કોંગ્રેસ...
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) મુખ્ય જાહેર પરીક્ષામાં (Exam) પાસ થવા માટે વિદ્યાર્થીઓ કોઈ કસર છોડતા નથી. ભાઇને બીકોમમાં...
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ (Tawang) બાદ ચીન (China) અન્ય વિસ્તારોમાં પણ હુમલો (Attack) કરી શકે છે. ચીની સેનાના નાપાક...
જમ્મુ -કાશ્મીર: ઉત્તર કાશ્મીરના (Kashmir) બારામુલ્લા (Baramulla) જિલ્લાના સોપોરના તુલીબલ વિસ્તારમાં શંકાસ્પદ IED મળી આવતા અફરાતફરી મચી જવા પામી છે. IEDની જાણ થતા...
નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ મંત્રી રાજા પટેરિયાની (Raja Pateria) ધરપકડ (Arrest) કરવામાં આવી છે. રાજા પટેરિયાએ પીએમ મોદી (PM Modi) પર...
કોરિયા : દક્ષિણ કોરિયા (South Korea) BTS બેન્ડ (BTS Bend) વર્લ્ડવાઈડ તેના ગીતો સાથે ઘણા રેકોર્ડ તોડવા માટે પ્રચલિત છે.ભારતમાં પણ BTS...
નવી દિલ્હી : નવેમ્બર (November) મહિનામાં છૂટક ફુગાવો (Retail inflation) પ.૮૮ ટકાન ૧૧ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે જે મુખ્યત્વે ખોરાકી ચીજવસ્તુઓની...
ગાંધીનગર: રાજ્યમાં નવી સરકારની રચના થઈ ગઈ છે. આજે મુખ્યમંત્રી (CM) તરીકે ફરી ભૂપેન્દ્ર પટેલે શપથ લઈ લીધા હતા. સાથે સાથે 16ને...
નવી દિલ્હી : દેશમાં નોટ બંધી (D Monetization) બાદ શરુ થયેલ ડીઝીટલ લેવડ-દેવળ (Digital transactions) હવે તેજ રફતાર ઉપર છે. અમેરિકા (America)...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભા- 2022ની ચૂંટણીમાં (Election) કોંગ્રેસનો (Congress) કારમો પરાજય થયો છે. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી...
ગાંધીનગર : આજે પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા એનડીએના આખા દેશના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં (Gandhinagar) પદનામિત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનો સતત...
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ જેકલીન ફર્નાન્ડિસ સામે 200 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. નોરાએ આરોપ લગાવ્યો હતો કે જેકલીને તેના વિરુદ્ધ...
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક એકમોથી ભરપૂર એવા ભરૂચ જિલ્લામાં (Bharuch District) અવારનવાર એકમોમાં આગ (Fire) લાગવાની બાબતો સામે આવતી હોય છે. જિલ્લાના દહેજ,...
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં આજે સવારે બાઈક (Bike) પર આવેલા બે અજાણ્યા લૂંટારા હવામાં ગોળીબાર (Firing) કરી આંગડિયા પેઢીના કર્મચારી...
સામાન્ય વપરાશમાં એન્ટિબાયોટિક દવાઓ (Antibiotic medicine) એવી છે જે બેક્ટેરિયાનો (Bacteria) વિકાસ થતાં જ તેને મારી નાખે છે અથવા તેને આગળ વઘતા...
સુરત: (Surat) ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આગામી 22 જાન્યુઆરીએ પ્રાથમિકના ધોરણ-6 અને માધ્યમિકના ધોરણ-9ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તીની (Scholarship) પરીક્ષા લેશે. આ પરીક્ષાના ફોર્મ...
બારડોલી: (Bardoli) બારડોલીના મીંઢોળા નદીના પુલ (Mindhola River Bridge) પર સોમવારે મોડી સાંજે એક કારમાં અચાનક આગ (Fire) લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો...
તવાંગ: તવાંગ સેક્ટરમાં (Tawang Sector) ભારતીય (India) અને ચીની (China) સૈનિકો (Soldiers) વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે.આ ઘટના 3 દિવસ પહેલા...
ચટગાંવ: ભારતના (India) સ્ટેન્ડ-ઈન કેપ્ટન કેએલ રાહુલે સોમવારે જણાવ્યું હતું કે સ્ટાર વગરની ભારતીય ટીમ જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship)...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા પોલીસ (Police) વડાએ ટુંક જ સમયમાં ફરીથી પીઆઇની આંતરિક બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ...
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ઇસ્લામાબાદ બાદ હવે જીનીવા? અમેરિકા-ઈરાન નવા રાઉન્ડ માટે તૈયાર, યુદ્ધવિરામ માટેના પ્રયાસો તેજ
હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ જોખમમાં? સાઉદીની અમેરિકાને ચેતવણી
સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા મુખ્યમંત્રી, કાલે શપથ ગ્રહણ, ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા
નીતિશ કુમારે છોડી CM ખુરશી, ઉત્તરાધિકારીનો નિર્ણય બાકી
ભારત અમારો મિત્ર દેશ, ભારતીય જહાજોની અવરજવર સુરક્ષિત રહેશે, ઈરાનનો મોટો સંદેશ
બિહારમાં CM બદલાશે, પણ સરકાર રહેશે નીતિશ કુમારની જ: સંજય ઝા
મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાનને ઝટકો, શેરબજારમાં 6600 પોઈન્ટનું મહાગાબડું
CBSE Result 2026 પર મોટું અપડેટ: આજે નહીં, પણ એપ્રિલ અંત સુધી રાહ!
ઈન્કમટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર, હવે ITRમાં આપી શકાશે બે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી
ધાવટ ચોકડી પાસે ભયાનક અકસ્માત: કરજણ ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
સ્ટોક માર્કેટ,NSE-BSE હોલિડે લિસ્ટ જાહેર,ટ્રેડર્સ માટે મહત્વપૂર્ણ અપડેટ
IT ઉદ્યોગ પર AIનો ખતરો નહીં, પરંતુ ગોલ્ડન ચાન્સ: TCS
ગઢમાં જ ગાબડું! વડોદરા કોંગ્રેસના બે ઉમેદવારોએ પેનલ તોડી, પક્ષ સામે બળવો કરનાર હરીશ પટેલ સાથે પ્રચાર શરૂ કર્યો
સુરતના મિલેનિયમ માર્કેટમાં ફરી આગનો તાંડવ, વેપારીઓમાં હાહાકાર
દશરથ-1 તાલુકા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવારનું પત્તું કાપી નવા ચહેરાને મેન્ડેટ આપ્યો
સુરત પોલીસ કમિશનરની અનોખી પહેલ
પિતાના અનૈતિક સંબંધો બન્યા મોતનું કારણ
આયરલેન્ડ T20I માટે વૈભવ સુર્યવંશી BCCIની નજરમાં! 15 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયા ડેબ્યુનો મોકો
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે અકસ્માત, બાઈક ચાલકનું મોત
ભાજપના ઉમેદવારોનો પ્રચાર આકરા પાણીએ: અનેક વોર્ડમાં સ્થાનિકોનો ‘ઘેરાવો’ અને સવાલોનો મારો
સુરત : ખૂબ ઓછા વર્ષોમાં સિન્થેટિક કે, લેબગ્રોન (Lab Grown Diamond) રફ ડાયમંડનાં ઉત્પાદનમાં ભારતની(India) સીધી સ્પર્ધા ચીન (China) સાથે થતાં અમેરિકા (America) અને યુરોપની (Europe) મંદીમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ ઘટી છે ત્યારે ચીનના ઉત્પાદકોએ લેબગ્રોન રફના ભાવ તોડવાનો ચક્રવ્યૂહ રચતાં સુરત અને મુંબઈમાં લેબગ્રોન રફનાં ભાવો ક્વોલિટી વાઇઝ 35 થી 50% સુધી તૂટી જતાં બજારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો છે.
અત્યારે વિશ્વના બજારમાં ચાલી રહેલી આર્થિક મંદીને લઈ લેબગ્રોન ડાયમંડની માગમાં ભારે ઘટાડો નોંધાયો છે. કુદરતી હીરાઓની માગ નથી ત્યારે લેબડ્રોન ડાયમંડની માગ ક્યાંથી નીકળે. લેબગ્રોન ડાયમંડનાં ઉત્પાદનમાં સુરત અને મુંબઇ હબ બન્યાં છે. સુરતમાં 10 મોટી કંપનીઓ અને 300 જેટલી નાની-મધ્યમ હરોળની કંપનીઓ રફનું ઉત્પાદન કરી રહી છે. વીતેલા વર્ષોમાં એક્સપોર્ટ પણ રોકેટ ગતિથી વધ્યો હતો. માંગ ઓછી હોવા છતાં મશીનરી થકી રફ હીરાનું ઉત્પાદન તો કરવું જ પડે. જો ઉત્પાદન બંધ કરવામાં આવે તો મશીનરી અને મેન પાવર પાછળનો ખર્ચ પણ વધ્યો હતો.
સુરત-મુંબઈની કંપનીઓએ કરોડોની મશીનરી વિકસાવી છે. ગયા મહિને લેબડ્રોન ડાયમંડની આયાત 45 ટકા ઘટી હતી. નેચરલ હીરાની આયાત 25 ટકા ઘટી હતી. જ્યાં સુધી કુદરતી હીરાઓની માગ નહીં વધે ત્યાં સુધી લેબગ્રોન ડાયમંડની માગ નહીં વધે. ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડનો ભરાવો થઈ ગયો છે. નાના ઉત્પાદકો તથા ટ્રેડર્સો નુકસાન વેઠી રહ્યાં છે. ભારતમાં સુરતમાં લેબમાં તૈયાર થતાં કૃત્રિમ એટલેકે લેબગ્રોન સિવિડી અને એચપીએચટી ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ જોવા મળતાં છેલ્લા 4 મહિનામાં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 78 ટકાનો વધારો નોંધાયો છે.
એપ્રિલથી જુલાઈ દરમ્યાન લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ વધીને 4842 કરોડ થયો હતો. લેબગ્રોન ડાયમંડનું સર્ટિફિકેશન પણ વિશ્વમાં માન્ય રહેતા જાણીતી વિદેશી કંપનીઓ સર્ટિફિકેશનની અને ગ્રેડિંગની કામગીરી કરી રહી છે. કુદરતી હીરાના વેપાર સામે કૃત્રિમ હીરાની ડિમાન્ડ વધી રહી છે. લેબગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગમાં મોટું પરિવર્તન લાવી શકે છે. લેબોરેટરીમાં કેમિકલ વરાળ ડિપોઝિશનથી ક્વોલિટી કૃત્રિમ હીરા ઉગાડવાનું સુરત-મુંબઈમાં જોરશોરથી શરૂ થયું છે.
ગભરાવાની જરૂર નથી : બાબુભાઈ વાઘાણી, સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસો.ના પ્રમુખ
સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનનાં પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ચાઈનીઝ લેબગ્રોન રફનાં ભાવ તૂટતાં એની અસરથી સુરતમાં લેબગ્રોન રફની જુદી જુદી ક્વોલિટીમાં ભાવો 35% થી 50% તૂટી ગયા છે. પણ એમાં ગભરાવા જેવું કંઈ નથી. સુરતમાં લેબગ્રોન રફનું ઓવર પ્રોડક્શન હતું. અને રફના ભાવ પણ વધુ હતાં. આ સ્થિતિમાં લેબગ્રોનનું માર્કેટ સ્ટેબલ થશે. ઘટેલા ભાવે જે રોકાણકારો કે જ્વેલર્સ ખરીદી કરશે એને લોન્ગ ટર્મ ગેઇન થશે. કોરોનાનાં બે વર્ષ પછી અમેરિકા અને યુરોપના દેશોમાં ડિમાન્ડ નીકળ્યા પછી જ ભાવો ઊંચકાયા હતાં.
લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટ્યો, વીતેલા 5 વર્ષમાં 600 % ગ્રોથ નોંધાયો હતો
છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડનાં વેપારમાં 600 % જેટલો ગ્રોથ નોંધાયો છે. વર્ષ 2017-18માં જ્યાં 1404 કરોડનો એક્સપોર્ટ હતો. એ 2021-22 માં 8503 કરોડ પર પહોંચ્યો હતો. સુરતમાં 2500 આધુનિક મશીનરી થકી લેબગ્રોન ડાયમંડનું પ્રોડ્ક્શન ખુબ ઝડપથી વધી રહ્યું છે. સુરતમાં 10 મોટી ડાયમંડ કંપનીઓ અને MSME કેટેગરીના 300 યુનિટ સરેરાશ વર્ષે 2 લાખ કેરેટ લેબગ્રોનનું ઉત્પાદન કરી રહ્યાં છે.