National

અરૂણાચલ: તવાંગમાં ચીનની અવરચંડાઇ, ભારતીય સૈનિકોનો જડબાતોડ જવાબ, LAC પર તનાવ

તવાંગ: તવાંગ સેક્ટરમાં (Tawang Sector) ભારતીય (India) અને ચીની (China) સૈનિકો (Soldiers) વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા છે.આ ઘટના 3 દિવસ પહેલા 9 ડિસેમ્બરે ઘટી હતી.જ્યાં બન્ને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. હિંસક અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક થઈ હતી.અથડામણમાં ઘણા ચીની સૈનિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.આ ઘટના બાદ બેન્ને સેક્ટરમાં હજુ પણ તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

બંને દેશોના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે
પ્રાપ્ત જાણકારી અનુસાર ગત 9 ડિસેમ્બર 2022ના રોજ ઘટના ત્યારે બની હતી જયારે એલએ પીપલ્સ લિબરેશન આર્મી અને અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં એલએસી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.જેનો રોકવા માટે ભારતીય સૈનિકોએ વળતો અને જોરદાર જવાબ આપ્યો હતો.અને બન્ને દેશના સૈનિકો સામ-સામે અથડામણમાં આવી ગયા હતા.જેથી મામલો તંગ દિલી ભર્યો બનતા પથ્થરમારો શરુ થઇ ગયો હતો જેમાં બન્પને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસર ઘટના બાદ બંને દેશોના સૈનિકો તરત જ આ વિસ્તારમાંથી હટી ગયા હતા.

અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક
આ અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક થઈ હતી. તમને જણાવી દઈએ કે અથડામણમાં વધુ ચીની સૈનિકો ઘાયલ થયા છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત અને ચીનની સેના વચ્ચે પહેલી અથડામણ 9 ડિસેમ્બરની સવારે થઈ હતી. 10 ડિસેમ્બરે ફરી કંઈ છમકલું થયું ન હતું જેથી બીજા દિવશે અહી શાંતિ હતી. પરંતુ 11 ડિસેમ્બરે બીજી સામસામે અથડામણ થઈ હતી. જેને લઇને આજે 12 ડિસેમ્બરે બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક પણ થઈ છે. આ બેઠક થોડા કલાકો પહેલા જ થઈ હતી.
ચીની સૈનિકોએ પથ્થરમારો કર્યો હતો


ચીનના સૈનિકો અવારનવાર હુમલો કરી રહ્યા હતા 
પ્રાપ્ત સુચના પનુસાર 9 ડિસેમ્બરે ચાઈનાની સેનાએ પથ્થરમારો કર્યો હતો. ભારતીય સેનાએ તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકોની ઉદ્ધતાઈનો જડબાતોડ જવાબ આપ્યો અને તેમને પાછા હટાવી દીધા હતા.જેમાં બંને દેશના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.10 ડિસેમ્બરે શાંતિ હતી.પરંતુ 11 ડિસેમ્બરે ચીની સૈનિકોએ ફરી પ્રયાસ કર્યો ત્યારે આ વખતે ભારતીય સૈનિકો પહેલા કરતા વધુ તૈયાર હતા અને 11 ડિસેમ્બરની અથડામણમાં ચીની સૈનિકો વધુ ઘાયલ થયા હતા.અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LAC સાથે પેટ્રોલીગ વધારી કીધું છે. 

Most Popular

To Top