Gujarat

ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો, નવનિયુક્ત મંત્રીઓએ પણ ચાર્જ લીધો

ગાંધીનગર: ગુજરાતના 18માં મુખ્યમંત્રી (Chief Minister) તરીકે સોમવારે ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel) શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તેમજ 6 રાજ્ય કક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યાર બાદ કેબિનટ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓને તેમની ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ આજે મંગળવારે 13 ડિસેમ્બરના રોજથી સીએમ ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. આ સાથે જ તેમના મંત્રીમંડળો પણ પોતાનો ચાર્જ આજે લઈ લેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જંગી બહુમતી સાથે ચૂંટણીમાં વિજય મેળવી સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર આજે સવારે 10:30 વાગ્યે શુભ મૂહુર્તમાં વિધિવત સંભાળ્યો હતો. પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપૂષ્પ અર્પણ કરીને કાર્યભાર હાથમાં લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત મંત્રીઓને શૂભેચ્છા પાઠવી હતી. સવારે 10:30 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે કુંવરજી બાવળિયાએ પણ કાર્યભાર સંભાળી લીધો હતો. આ સાથે જ ગાંધીનગર સ્વર્ણમ સંકુલ 1 ખાતે જગદીશ વિશ્વકર્મા સવારે 11: 30 વાગ્યે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો, તેમજ બળવંતસિહં રાજપૂત પણ 11:30 વાગ્યે કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે બપોરે 12:15 કલાકે મંત્રી ઋષિકેશ પટેલ કાર્યભાર સંભાળશે, આ સાથે જ સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈ પણ પોતાનો કાર્યભાર આજે સંભાળશે.

મંત્રીઓને ફાળવી દેવાયા છે ખાતા
ગતરોજ મુખ્યમંત્રીના શપથ બાદ પહેલીવાર નવા મંત્રીમંડળ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે, જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથએ કૃષિ વિભાગની જવાદારી રાઘવજી પટેલને સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબીનેટ મંત્રીશ્રીઓ
1.કનુભાઇ મોહનભાઇ દેસાઇ: નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
2.ઋષિકેશભાઇ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
3.રાઘવજીભાઇ પટેલ: કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
4.બળવંતસિંહ રાજપુત: ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
5.કુંવરજીભાઇ બાવળીયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
6.મુળુભાઇ બેરા: પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
7.ડો. કુબેરભાઇ ડીંડોર: આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
8.ભાનુબેન બાબરીયા: સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
1.હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
2.જગદીશ વિશ્વકર્મા: સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
3.પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન
4.બચુભાઇ મગનભાઇ ખાબડ: પંચાયત, કૃષિ
5.મુકેશભાઇ જે. પટેલ: વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
6.પ્રફુલ્લભાઇ પાનસેરીયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
7.ભીખુસિંહ ચતુરસિંહ પરમાર: અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
8.કુંવરજીભાઇ હળપતી: આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Most Popular

To Top