SURAT

સુરતની હીરાની ઓફિસમાંથી ગુલાબી હીરા અને સોનું ચોરાયું

સુરત(Surat): મહિધરપુરામાં (Mahidharpura) ગણતરીની મિનીટોમાં ચારથી પાંચ જેટલા ઇસમો ધરમ એમ્પાયરમાં તાળું તોડીને અભેદ્ય સિક્યુરિટીને પણ બીટ કરીને 5.80 લાખનો પિન્ક ડાયમંડ અને સોનાનો ટુકડો ચોરી (Pink Diamond And Gold Theft In Surat Diamond Office) કરીને પલાયન થઇ ગયા હતા. આ આખા પ્રકરણમાં રસપ્રદ બાબત એ છે કે, ચોરોને પહેલેથી જ ખબર હતી કે સિક્યુરિટી કેમેરા સેન્સર લાગેલા છે. જે માલિકને સીધી ખબર પડશે, પરંતુ ફિલ્મી સ્ટાઇલથી ગણતરીની મિનીટોમાં ધરમ પેલેસમાં ચોરો દ્વારા સફાઇ કરવામાં આવી હતી.

આ મામલે દિવ્યેશ રમેશભાઇ દામજીભાઇ માવાણી (ઉં.વ.૩૨) (ધંધો-એ/૨૦, રામકૃષ્ણ સોસાયટી, લંબે હનુમાન રોડ, વરાછા) દ્વારા પોલીસ ફરિયાદ લખાવવામાં આવી હતી. ગત તા.૧૦ ડિસેમ્બરે રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન મહિધરપુરા, વસ્તાદેવડી રોડ, ગોતાલાવાડી, ધરમ એમ્પાયરમાં પહેલો માળમાં કારખાનામાં ચારથી પાંચ લોકોએ પ્રવેશ કર્યો હતો. ઓફિસમાં ટેબલની નીચે રાખેલા સેફમાં એક પ્લાસ્ટિકના ડબ્બામાંથી એક ૧૮ કેરેટનો પિંક ગોલ્ડનો ટુકડો જેનું વજન ૬૧.૯૩ ગ્રામ તથા એક 18 કેરેટનો યલ્લો ગોલ્ડનો ટુકડો જેનું વજન ૮૨.૫૭ ગ્રામ જેની કુલ કિંમત રૂ.૫,૮૦,૨૨6ના મત્તાની ચારથી પાંચ અજાણ્યા ઇસમો કારખાનાના મેઇન દરવાજાનો નકૂચો તોડી કારખાનામાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયા હતા.

માલિકનું સેન્સર એલર્ટ થયું, પરંતુ ગણતરીની મિનીટોમાં ચોરો કામ કરીને ચાલ્યા ગયા
આ ચોરી ફિલ્મી ઢબે કરવામાં આવી. તેમાં જેવો ધરમ પેલેસમાં નકૂચો તૂટ્યો ત્યારે માલિક દીપેશના મોબાઇલ પર એલર્ટનો મેસેજ આવી ગયો હતો. તેમાં તેમણે કેમેરામાં જોતાં ચારથી પાંચ લોકો તેમની ઓફિસમાં ઘૂસ્યા હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. દરમિયાન તેઓ પહોંચે એ પહેલાં ચોરો હાથ સાફ કરીને ચાલ્યા ગયા હતા.

વરાછા મિની હીરાબજારમાં બે શોપનાં તાળાં તૂટ્યાં
સુરત: શહેરમાં વરાછા મિની હીરા બજારમાં જાણભેદુ દ્વારા બે જગ્યાએ તસ્કરોએ ફેરો માર્યો હતા. મિની હીરાબજારમાં તાળાં તૂટતાં પોલીસ દોડતી થઇ ગઇ હોવાની વિગત જાણવા મળી છે. વરાછા હીરા બજારમાં કુલ 8.56 લાખના હીરા ચોરી થયા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. તેમાં 2 શોપમાં ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે ભરત જીવરાજ ઢોલા (રહે.,એ-23, સિદ્ધાર્થનગર, સીમાડા નાકા પાસે, નાના વરાછા)એ જણાવ્યું કે, તેઓ ગેલેક્સી મશીન દ્વારા અલગ અલગ પાર્ટીઓ પાસેથી હીરા લાવીને તેનું સ્કેનિંગનું કામ કરે છે.

રવિવારે તેમણે રાત્રિના સમયે ઓફિસ બંધ રાખી હતી. 12 ડિસેમ્બરે તેઓ ઓફિસમાં જતાં ઓફિસનો નકૂચો તૂટેલો હતો. તેઓ ઓફિસમાં પ્રવેશતાં તેમાં હીરા ગુમ થયા હોવાનું જણાઇ આવ્યું હતું. તેમણે સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં અગાઉ પણ તેમના કારખાનામાંથી ચોરી કરી ગયેલો હીરલ નામનો યુવાન ઇલેક્ટ્રિક ગ્રીલ વડે નકૂચા કાપતો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ઓફિસમાંથી હીરા ચોર્યા બાદ સીસીટીવીના ડીવીઆર કાઢતો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

તેમની ઓફિસમાંથી 70 નંગ હીરા કિંમત 1.15 લાખની ચોરી થઈ હતી. ઉપરાંત ઓફિસમાં મૂકેલા અન્ય 6.23 લાખના ડાયમંડની ચોરી થઈ હતી. દરમિયાન તેમની બાજુની ઓફિસમાં સી-2માંથી 1.17 લાખના હીરાની ચોરી હીરલે કરી હતી. હિરેન જયસુખ શિરોયા અગાઉ પણ તેમની ઓફિસમાં ચોરી કરતા ઝડપાયો હતો. દરમિયાન કુલ 8.56 લાખના હીરાની ચોરી તેમના કારખાનામાંથી થઈ હતી.

ચોરી કરનાર જાણભેદુ હિરેન શિરોયા સીસીટીવી હીડન કરવા ગયો, પરંતુ દેખાઈ જતાં ફસાઈ ગયો
ચોરી કરવા આવનાર હિરેન શિરોયા અગાઉ પણ ચોરી કરતા ઝડપાયો હતો, તેણે સીસીટીવી ડીવીઆર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામા આવી હોવાની વિગત પીઆઇ ગાબાણીએ જણાવી છે.

Most Popular

To Top