National

માત્ર તવાંગ જ નહીં આ જગ્યાઓ પર પણ ડ્રેગનની ખરાબ નજર

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ (Tawang) બાદ ચીન (China) અન્ય વિસ્તારોમાં પણ હુમલો (Attack) કરી શકે છે. ચીની સેનાના નાપાક ઈરાદા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તવાંગમાં ભારતીય સેના મજબૂત સ્થિતિમાં છે. મળતી માહિતી મુજબ, LAC પર બેથી ત્રણ જગ્યાએ અથડામણ થવાની સંભાવના છે. LAC પરના તમામ એકમોને ઓપરેશનલ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. પૂર્વ લદ્દાખથી અરુણાચલ સુધી સેના એલર્ટ મોડમાં છે. ચીન ફરીથી LAC પર હુમલો કરી શકે છે. ભારતીય સૈનિકો દરેક પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ જગ્યાઓ પર ડ્રેગનની ખરાબ નજર
હવે જે માહિતી સામે આવી રહી છે, ચીન તવાંગ સિવાય અન્ય જગ્યાએ હુમલો કરી શકે છે. ચીનની સેના ભૌગોલિક રીતે મજબૂત વિસ્તારમાં તણાવ પેદા કરી શકે છે. તવાંગમાં ભારતીય સેના વધુ મજબૂત સ્થિતિમાં છે.બોફોર્સ, હોવિત્ઝર જેવી બંદૂકો અહીં પહેલેથી જ તૈનાત છે. જો ચીન અહીં કંઈ કરે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. એટલા માટે હવે ડ્રેનનની નજર એવા વિસ્તાર પર છે જ્યાં સેનાની હાજરી ઓછી છે અને તે તેનો ફાયદો ઉઠાવી શકે છે. ભારતીય સેના ઈંટો અને પથ્થરોનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્રણેય સેના એલર્ટ મોડ પર છે.

9 ડિસેમ્બરે થઇ હતી અથડામણ
9 ડિસેમ્બરે PLA સૈનિકોએ LAC સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સૈનિકોએ જોરદાર જવાબ આપ્યો. આ સામ-સામે અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ છે. આ પછી તરત જ બંને પક્ષો પોતપોતાની સ્થિતિ પર પાછા ફર્યા. બંને દેશોના એરિયા કમાન્ડરોએ ફ્લેગ મીટિંગ કરી અને સરહદ પર શાંતિ જાળવવા ચર્ચા કરી.

ચીની સૈનિકો પૂરી તૈયારી સાથે આવ્યા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 300 ચીની સૈનિકો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા, જેનો ભારતીય સેનાએ પીછો કર્યો હતો. જો કે ચીન સમગ્ર અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે, પરંતુ તે હંમેશા તવાંગને લઈને ખૂબ જ ચિંતિત રહ્યું છે. તવાંગમાં બૌદ્ધ ધર્મના મૂળ ખૂબ ઊંડા છે. છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ હોવાના કારણે બૌદ્ધોમાં તવાંગનું પોતાનું વિશેષ મહત્વ છે. ચીન આ આધાર પર તવાંગને પોતાની નજીક માને છે.

1987માં પણ થઇ હતી અથડામણ
1987માં પણ આ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ તવાંગના ઉત્તરમાં સમદોરાંગ ચુ વિસ્તારમાં થઈ હતી. 1986 ના ઉનાળામાં, ચીને સમડોરાંગ ચુના ભારતીય વિસ્તારમાં પ્રવેશ કર્યો. ભારતે ચીનને તેની સરહદ પર પાછા ફરવા કહ્યું, પરંતુ ચીન સ્વીકારવા તૈયાર ન હતું. ભારતીય સેનાએ ઓપરેશન ફાલ્કન શરૂ કર્યું.ભારતીય સેના લદ્દાખથી સિક્કિમ સુધી તૈનાત હતી. પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ અને ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા મામલો શાંત થયો. જો કે, 1987માં કોઈ હિંસા થઈ ન હતી, ન તો કોઈનું મોત થયું હતું.

Most Popular

To Top