National

આ ઘાતક મિસાઈલના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ, 400 કિમીની રેન્જમાં નિશાન સાધવામાં સક્ષમ

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) ગુરુવારે બ્રહ્મોસ (Brahmos) એર લોંચ મિસાઈલના (Air Launch Missile) અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ (Test) કર્યું. તે 400 કિમીની રેન્જમાં કોઈપણ લક્ષ્યને હિટ કરવામાં સક્ષમ છે. રક્ષા અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મિસાઈલનું પરીક્ષણ સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી કરવામાં આવ્યું હતું.આ મિસાઈલના સફળ પરીક્ષણ અંગે સેનાના અધિકારી સૂત્રોએ કહ્યું હતું કે, સુખોઈ એસયુ-30 ફાઈટર એરક્રાફ્ટથી છોડવામાં આવી હતી અને તેણે ચોક્કસ નિશાન પર નિશાન સાધ્યું હતું. અધિકારીએ કહ્યું કે તે મિસાઈલના એર-લોન્ચ વર્ઝનના એન્ટી-શિપ વર્ઝનનું પરીક્ષણ હતું.

મિસાઈલે પરિક્ષણ દરમિયાન ટાર્ગેટ જહાજને નષ્ટ કરી દીધું હતું
વધુમાં અધિકારીઓએ એ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાએ સુખોઈ-30 એમકેઆઈથી બ્રહ્મોસ એક્સટેન્ડેડ એર વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ એન્ટી શિપ વેરિઅન્ટ હતી. એટલે કે સુખોઈથી આ મિસાઈલ ફાયર કરીને દુશ્મનના યુદ્ધ જહાજોને ડૂબાડી શકાય છે. મિસાઈલે પરિક્ષણ દરમિયાન ટાર્ગેટ જહાજને નષ્ટ કરી દીધું હતું. આ મિસાઈલની રેન્જ 400 કિમી છે.

બ્રહ્મોસના આ સંસ્કરણ સાથે સુખોઈની ફાયરપાવર વધી છે
આ પરીક્ષણ સાથે ભારતીય વાયુસેનાએ સુખોઈ ફાઈટર જેટ સાથે જમીન અથવા સમુદ્ર પર લાંબા અંતરના લક્ષ્યોને નિશાન બનાવવાની ફાયરપાવર મેળવી લીધી છે. ચોકસાઇ પ્રહાર કરવાની ક્ષમતા વધી છે. પરીક્ષણમાં ભારતીય વાયુસેનાની સાથે DRDO, ભારતીય નૌકાદળ, BAPL અને HAL સામેલ હતા. બ્રહ્મોસના આ સંસ્કરણ સાથે સુખોઈની ફાયરપાવર વધી છે.

બ્રહ્મોસ મિસાઇલ વડે આ જ ફાઇટર જેટથી જીવંત ફાયરિંગ કરવામાં આવ્યું
એટલે કે ફાઈટર જેટ દ્વારા સમુદ્રમાં 400 કિલોમીટર દૂર સ્થિત દુશ્મનના યુદ્ધ જહાજને નષ્ટ કરી શકાય છે. એટલે કે આપણા ફાઈટર જેટ્સ હવામાં રહીને આટલા દૂરથી દુશ્મનના ઠેકાણાઓને નષ્ટ કરી શકે છે. થોડા મહિના પહેલા ભારતીય નૌકાદળના નિષ્ક્રિય જહાજ પર બ્રહ્મોસ મિસાઇલ વડે આ જ ફાઇટર જેટથી જીવંત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મિસાઈલે જહાજમાં મોટા મોટા છેદ કરી દીધા હતા.

સુખોઇ-30 એમકે-1 ફાઇટર એરક્રાફ્ટમાં સફળતાપૂર્વક પરીક્ષણ
ભારત સરકાર તેની વ્યૂહાત્મક મિસાઈલોની શ્રેણી વધારી રહી છે. બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલો ભારતીય વાયુસેનાના 40 સુખોઇ-30 MKI ફાઇટર જેટ પર તૈનાત છે. ગયા વર્ષે 8 ડિસેમ્બર 2021ના રોજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એર વર્ઝનનું વાયુસેનાના સુખોઇ-30 એમકે-1 ફાઇટર એરક્રાફ્ટમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલને દેશમાં સંપૂર્ણ રીતે વિકસિત કરવામાં આવી છે. આમાં રામજેટ એન્જિન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તેની ઝડપ અને ચોકસાઈ વધુ ઘાતક બની જાય છે.

Most Popular

To Top