વડોદરા: સિંધરોટ ગામમાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ નવા થયેલા ખુલાસામાં અ્ન્ય ત્રણ આરોપીને ઝડપ્યા...
આણંદ: આણંદ શહેર સહિત મધ્ય ગુજરાત અને રાજસ્થાનમાં ઉપરા છાપરી ચોરી કરી તરખાટ મચાવનારી ગેંગના બે સભ્યને ભાલેજ પોલીસે પકડી પાડ્યાં હતાં....
આણંદ : બોરસદના કંસારી ગામની મહિલાનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ તેની લાશને ઝાડીમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરી...
પેટલાદ : પેટલાદ નગરપાલિકા દ્વારા સોમવારના રોજ દબાણકારો ઉપર તવાઈ શરૂ થઈ ગઈ છે. જે લોકોએ નડતરૂપ રીતે લારી, ગલ્લા, કેબીનો ખડકી...
સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં ધોરણ-9થી 12ની પ્રિલિમનરીનરી પરીક્ષા આગામી 27 જાન્યુઆરીથી...
પેટલાદ : પેટલાદમાં રહેતા યુવકે દોઢેક વર્ષ પહેલા મોબાઇલના વ્યવસાય માટે રૂ.એક લાખ 30 ટકાના વ્યાજ દર સાથે લીધા હતા. જે પેટે...
વ્યારા: નિઝર તાલુકાના નવા નેવાળા ગામે થોડાક દિવસ પહેલાં જીવન ટુંકાવનાર પ્રેમીપંખીડાંની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા મૂર્તિ બનાવી પરિવારજનોએ તેમનાં લગ્ન કરાવ્યાં...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓને તાલીમ આપવા કેન્દ્ર સરકારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રૂ. 29.01...
નવી દિલ્હી: ભારતમાં (India) મુંબઈ (Mumbai) આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ (Terrorist attack mastermind) અને પાકિસ્તાની (Pakistan) આતંકવાદી હાફિઝ સઈદના (Terrorist Hafiz Saeed) સાળા...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે જગતનું અર્થકારણ નવો આકાર ધારણ કરી રહ્યું છે, જેનો ખ્યાલ બહુ ઓછા લોકોને આવી રહ્યો છે....
તાજેતરમાં કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓના વ્યાજના દરમાં વધારો ર્યો છે, પરંતુ તેમાંથી પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને બાકાત રાખવામાં આવ્યા...
વૈશ્વિક મંદીની અસર હર કોઈને થવા પામી છે. ખાસ કરીને દેશભરમાં સિલ્ક સીટી તરીકે ઓળખાતો કાપડ ઉદ્યોગ પણ ભયંકર મંદીમાં ફસાયો છે....
અમર કરે અમૃત કહેવાય. મનુષ્યને અમર કરવાની જરૂર નથી. જે માનવજીવન મળ્યું છે તે અંત સુધીની સફર પૂર્ણ કરે. વચ્ચેથી સફર અટકાવે...
એક સોસાયટીમાં રોજ સાંજે બધા સીનીયર સીટીઝન આંટી મળીને ગાર્ડનમાં બેસે….થોડી અલકમલકની વાતો કરે …થોડી સાંજની રસોઈની …અને થોડા ભજન ગાય પછી...
નવી દિલ્હી: અમેરિકાના (America) કેલિફોર્નિયા (California) સિવાય ફ્લોરિડામાં (Florida) ફરી એકવાર ફાયરિંગની (Shootings) ઘટના સામે આવી છે અને તેમાં એક બાળક સહિત...
વર્ષના બારેય મહિના મારા માટે અકબરના રત્ન જેવા. જીવવાનું હોય કે મરવાનું, એ બાર મહિનાના કુંડાળામાં જ આવે..! જેની પાસે બાર-બાર છોકરાની...
ગુજરાત સરકાર મોડે મોડે, મોટા ઉપાડે માધ્યમિક શાળાઓમાં વ્યવસાયલક્ષી શિક્ષણ શરૂ કરવા જઈ રહી છે. તે અંગે શાળાઓ પાસેથી નિયતપત્રકમાં માહિતી મંગાવવામાં...
ભારત અને ચીનના કથળેલા સંબંધોને કારણે દેશમાં ચીની માલના બહિષ્કારની હાકલો વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે ચીન સાથેનો ભારતનો વેપાર અત્યાર...
ભણતી વખતે એક વિદ્યાર્થી સમક્ષ માત્ર પરીક્ષામાં ઉત્તીર્ણ (પાસ)થઇ જવું જ સર્વોપરિ ઉદ્દેશ હોયછે. એટલા માટે તે બધા જ સંભવિત પ્રયાસ કરે...
બધા જાણે છે કે શાસન-વ્યવસ્થામાં અલગ અલગ વિભાગ હોય છે. જેમકે પોલીસ વિભાગ, કોર્ટ, ટેકસ વિભાગ વગેરે. જો કોઇને રિપોર્ટ કરવો હોય...
મત્સ્યપુરાણ (અ. 147-159) કહે છે કે, તારકાસુરે બ્રહ્મદેવ પાસે માગી લીધુ હતુ઼ કે સાત દિવસના છોકરા સિવાય તેનું મૃત્યું બીજા કોઇથી ન...
તા. 26 જાન્યુઆરી 2023ને ગુરુવારે વસંત પંચમી છે. તેને શ્રી પંતાી પણ કહેવાય છે. આ દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો તેથી...
સુરત જિલ્લાના કુલ 9 તાલુકા પૈકીના એક એવા માંડવી તાલુકામાં આવેલા પાતાલ ગામમાં ગામીત સમાજની બહુમત વસતી 75 ટકા છે. આ ગામમાં...
સુરત : હજીરામાં (Hajira) એક યુવાનની લાશ (Deadbody) પર જે ખેલ થઇ ગયો હોવાની વાત છે. છેલ્લા કેટલાક વર્ષોથી બંધ ફેકટરીમાં કેવી...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) હાલમાં સ્થિત ખૂબ જ નાજૂક છે. કંગાળ થઈ ગયેલા પાકિસ્તાનમાં હાલ ભારતની (India) વાહવાહ થઈ રહી છે. પાકિસ્તાની...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi Highcourt) કિંગખાનની ફિલ્મ પઠાન (Pathan) માટે નવા આદેશ આપ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે પઠાન ફિલ્મના નિર્માતા...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં વાસી ઉતરાયણના પર્વે પતંગના (Kite) દોરાથી ઇજાના બે બનાવ સામે આવ્યા છે. બે અલગ–અલગ ઘટનાઓમાં એક બાળકનું ગંભીર...
પલસાણા: સુરત (Surat) જિલ્લા પોલીસ (Police) દ્વારા સોમવારે સાંજે કડોદરા ખાતે વ્યાજખોરોને ડામવા માટે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરના અધ્યક્ષ સ્થાને...
નવી દિલ્હી: ટાટા ગ્રુપ (TATA Group) સાથે જોડાયા પછી એર ઈન્ડિયા (Air India) સૌથી મોટો ઓર્ડર (Order) આપવા જઈ રહી છે. મળતી...
નવસારી : સુરતની (Surat) પરિણીતા નવસારીના (Navsari) એક યુવાન સાથે પ્રેમસબંધ બાંધી તેને લગ્ન (Marriege) કરવાની લાલચ આપી પૈસા પડાવતી હતી. પરંતુ...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
વડોદરા: સિંધરોટ ગામમાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ નવા થયેલા ખુલાસામાં અ્ન્ય ત્રણ આરોપીને ઝડપ્યા હતા. ત્યારે સોમવારે આરોપીઓની સાથે રાખીને એટીએસની ટીમ, એસઓજી અને એફએસએલની ટીમ સાથે સયાજીગંજના આનંદ કોમ્પલેક્ષમાં તપાસ શરૂ કરી હતી. જેમાં એક કિલો એમડી ડ્રગ્સ અને કેમિકલના 12 બેરલ મળી આવ્યા હતા. જે બેરલ સહિત અન્ય સામાન પણ કબજે લઇને એટીએસ દ્વારા તપાસ માટે મોકલી આપ્યા છે.
ગુજરાત એટીએસની ટીમે વડોદરા નજીક આવેલા સિંધરોટ ગામની કોતરમાં દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી પતરાની ફેક્ટરી ઝડપી પાડી હતી. જેમાં પાંચ આરોપીઓ સૌમિલ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદ કટારિયા, વિનોદ ઉર્ફે પપ્પુ રમણ માછી અને ભરત ભીખા ચાડવાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. એટીએસની ટીમ દ્વારા આરોપીઓની કડકાઇથી પૂછપરછ કરતા આરપી રાજુગીરી કૃપાગીરી રાજપૂત (ઉં.વ. 51 રહો પાયલ કોમ્પલેક્ષ વાકળ સેવા કન્દ્રની સામે સયાજીગંજ)ની ભાગીદારીમાં આનંદ કોમ્પલક્ષના પાંચ માળેથી શેરબ્રોકિંગની ઓફિસમાંથી એમડી બનાવવાનું યુનિટ પકડાયું હતું. જેમાં ઘણી સ્ફોટક વિગતો બહાર આવી હતી.
જેમાંથી ડ્રગ્સ સહિત કેમિકલ પણ પકડવામાં આવ્યું હતું. ત્યારબાદ એક ડ્રગ બનાવવાની લેબ સામાન સહિત પકડાઇ હતી. જેને એટીએસ દ્વારા સીલ કરાઇ હતી. આમ એટીએસની ટીમે અત્યાર સુધીમાં 700 કરોડ ઉપરાંતનું એમડી ડ્રગ્સ કબજે કરાયું હતું. સોમવારે ગુજરાત એટીએસની ટીમે ફરી 3 આરોપીઓને સાથે રાખીને સયાજીગંજની રોઝરી ટોકીજ સામે આવેલા આનંદ કોમ્પલેક્ષમાં બીજા માળના ફ્લેટમાં એસઓજી અને એફએસએલની ટીમની તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ફ્લેટમાંથી એક કિલો એમડી ડ્રગ્સ અને કેમિકલના 12 બેરલ મળી આવ્યા હતા.
તાજેતરમાં ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા
ગુજરાત એટીએસની ટીમે ગત બુધવારે જ ડ્ર્ગ્સ કેસમાં આરોપીઓ રાજુ કૃપાગીર રાજપૂત, યોગેશ નંદકિશોર તડવી અને અનિલ રામજી પમરારની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ ત્રણ આરોપીઓને વધુ પૂછતાછ માટે વડોદારની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 21 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન કરેલી પુછતાછમાં સયાજીગંજના આનંદ કોમ્પલેક્ષમાં ડ્ર્ગ્સ બનાવાતું હોવાની વાતનો ઘટસ્ફોટ થતા પોલીસ ત્યાં સોમવારે તપાસ શરૂ કરી હતી.
આતંકી સંગઠનો સાથે કનેક્શન હોવાની શંકા
એમડી ડ્રગ્સ પ્રકરણમાં દિવસે દિવસે નવા સ્ફોટક ખુલાસા બહાર આવી રહ્યા છે. જેથી ડ્રગ્સ માફિયા દ્વારા દેશના યુવાધનને ખોખલુ કરી બરબાદ કરતા ડ્રગ્સનું ઉત્પાદન શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં કરાઇ રહ્યું છે. આતંકવાદી સંગઠનનું કનેકશન હોવાની શંકા નકારી શકાય તેમ નથી