Dakshin Gujarat

વાગરામાં ગળું કપાઈ જવાથી 8 વર્ષના બાળકનું મોત, અંગારેશ્વરમાં કિશોરી ઈજાગ્રસ્ત

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં વાસી ઉતરાયણના પર્વે પતંગના (Kite) દોરાથી ઇજાના બે બનાવ સામે આવ્યા છે. બે અલગ–અલગ ઘટનાઓમાં એક બાળકનું ગંભીર ઈજાઓના પગલે મોત (Death) નીપજ્યું હતું. જ્યારે એક કિશોરી સારવાર હેઠળ છે. બંને ઇજાગ્રસ્તનાં ગળાના ભાગે પતંગના દોરાથી ગંભીર ઈજાઓ પહોંચી પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર મળે એ પૂર્વે જ ૮ વર્ષીય બાળકે દમ તોડ્યો હતો. બીજી તરફ ૧૭ વર્ષીય સગીરા હાલમાં સારવાર હેઠળ છે.

  • વાસી ઉતરાયણના પર્વે પતંગના દોરાથી ઇજાના બે બનાવ સામે આવ્યા
  • સારવાર મળે એ પૂર્વે જ ૮ વર્ષીય બાળકે દમ તોડ્યો

વાગરા તાલુકામાં રહેતા વિષ્ણુભાઈ વસાવા પોતાના ૮ વર્ષીય પુત્ર ક્રિસને બાઈક ઉપર આગળ બેસાડી મૌસમ ચોકડી નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક પતંગનો દોરો વચ્ચે આવ્યો હતો. આ દોરો બાળકના ગળામાં ફસાઈ ગયો હતો. જેના કારણે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી બાળકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, બાળકે સારવાર મળે એ પૂર્વે જ દમ તોડ્યો હતો. ક્રિસના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે વાગરા પોલીસે ચોપડે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
પતંગના દોરાથી ઇજાના વધુ એક બનાવમાં ભરૂચના અંગારેશ્વર ગામ નજીક મોપેડ ઉપર પસાર થતી સગીરા પણ ગાળામાં દોરો આવી જતાં ઈજાગ્રસ્ત થઇ હતી. ૧૭ વર્ષીય ધરતી કિરણસિંહ રાઠોડ અંગારેશ્વર નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક પતંગનો દોરો તેના ગળામાં ફસાયો હતો. આ દોરાના કારણે ધરતીને ઈજા પહોંચી હતી. સગીરાને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ સંદર્ભે ભરૂચ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top